ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 230 કેસ પોઝિટિવ, 18 ના મોત

અમદાવાદ, તા. 26 એપ્રીલ 2020, રવિવાર

રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ 230 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ અંગેની જાણકારી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 31 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 313 લોકો સાજા થયાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 230 કેસ પોઝિટિવ નોંધાયા છે. કુલ 230 કેસમાંથી 178 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. જેથી અમદાવાદમાં ફરી એકવાર દોઢસો પાર કેસ જવાની ઘટના બની છે.

અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો સુરત 30, આણંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, ખેડામાં 1, નવસારીમાં 1, પાટણમાં 1, રાજકોટમાં 4 અને વડોદરામાં પણ 4 કેસ નોંધાયા છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દી 3301, વેન્ટીલેટર પર 27, સ્ટેબલ 2810, ડિટ્ચાર્જ 313 અને કુલ મૃત્યુઆંક 151 થયો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ટેસ્ટ 51091 કરવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ 3301 અને નેગેટિવ 47790 છે.

રાજ્યમાં સૌથી ભયાવહ પરિસ્થિતી અમદાવાદમાં

ગુજરાતમાં કોરોનાએ જબૂત સકંજો કસ્યો છે. રાજ્યમાં અમદાવાદ તો સૌથી મોખરે રહ્યું છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2003 કેસો નોઁધાઇ ચૂકયાં છે. ઘેર ઘેર સર્વેલન્સ અને ટેસ્ટિંગ છતાંય શહેરના હોટસ્પોટ વિસ્તારમાં કેસોનું પ્રમાણ સવિશેષ જોવા મળી રહ્યું છે. વધતાં કેસોને પગેલ કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને ગૃહવિભાગની ટીમો પણ ગુજરાત દોડી આવી છે.એટલું જ નહીં,કોરોનાના કારણે મૃત્યુ પામતાં દર્દીઓ અંગે વિષ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો