કોરોનાઃ ગેરફાયદો અને ફાયદો
કોરોનાની મહામારીએ દુનિયાભરમાં તબાહી મચાવી છે. ભારતમાં આ ઉપદ્રવનો સામનો કરવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જનતા પૂરી તાકાતથી જંગ લડી રહી છે. આ કાળમુખા કોરોના વાઈરસે દેશ અને દુનિયાના અર્થતંત્રની કેડ ભાંગી નાખી છે હજારો લોકો મોતના મોઢામાં ધકેલાયા છે. લાખો લોકો સારવાર નીચે છે. કરોડો લોકો કોરોનાની દહેશતમા ફફડાટમાં જીવી રહ્યા છે.
બેશક કોરોનાએ પારાવાર નુકસાન કર્યું છે. તો બીજી તફ નજર કરીએ તો દેશમાં ફાયદો પણ થયો છે . લોકડાઉનના સજ્જડ અમલને કારણે રેલ વ્યવહાર અને માર્ગ વ્યવહાર બંધ છે. આનો સૌૈથી મોટો ફાયદો એ છે કે પ્રદૂષણ સાવ ઘટી ગયું છે. યાદછે? દિલ્હીમાં વાહનોના ધુમાડાને લીધે પોલ્યુશન વધી ગયું ત્યારે વાહન-વ્યવહારનુ નિયમન કરવું પડયું હતું? આજે એ જ દિલ્હીવાસીઓ ફેફસામાં ચોખ્ખી હવા ભરે છે. દિલ્હી પાસેથી વહેતી જમના નદીમાં જળપ્રદૂષણને લીધે સાબુના રીતસર ફીણ છવાયેલા જોવા મળતા, પાણી દેખાતું જ નહીં. આજે જમના નદીના પ્રદૂષણમાં ત્રીસેક ટકા ઘટાડો થતા ખળભળ વહેતા જળને જોઈ શકાય છે. મુંબઈ મહાનગરની સડકો ઉપર દોડતા લાખો વાહનોમાંથી નીકળતા ધુમાડા શ્વાસમાં ભરી લોકો માદા પડતા પણ આજે એર પોલ્યુન ઘટી જવાથી લોકો ટેસથી ઉંડા શ્વાસ લેવા માંડયા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે પંજાબના અમૃતસરથી દૂર દૂર હિમાલયની બરફ આચ્છાદિત પર્વતમાળા દેખાવા માંડી છે.
કોરોનાનો વાઈરસ ન લાગે માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ અપાય છે. માસ્કની ભારે માગે પહોંચી વળવા સેલ્ફ હેલ્થગુ્રપની હજારો મહિલાઓ માસ્ક તૈયાર કરી રોજગારી મેળવી રહી છે. કેટલીય જેલોના કેદીઓને માસ્ક તૈયાર કરવા માટે સીવવાના સંચા બેસાડવામાં આવ્યા છે. વડા પ્રધાને પાંચમી એપ્રિલની રાતે દેશવાસીઓને દિવડા પ્રગટાવવાનું આહવાન કર્યું એ વખતે ગામડાથી માંડીને શહેરો સુધી મીણબત્તીઓ અને માટીના દિવડા કે કોડિયાનું વેચાણ કરીને કેટલાયે કમાણી કરી લીધી હતી. આ ફાયદો જ કહવાયને? અને હજી સૌથી મોટો ફાયદો ક્યો થયો છે ખબર છે? સત્તાધારી પક્ષ અને વિપક્ષો ભાષણબાજી આક્ષેપબાજી બધું જ ભૂલીને કોરોના દૈત્યન પરાસ્ત કરવા પૂરી તાકાતથી ઝઝૂમી રહ્યા છે.
બીજી તરફ ગુનાખોરો પણ લાભ ઉઠાવે છે આ કટોકટીમાં દારૂની દણચોરી થાય છે. દારૂની અને બીજી એવી બંધ દુકાનોના તાળાબંધીમાં તાળા તોડી ચોરીના કિસ્સા વધવા માંડયા છે. આ કોરોના ક્રાઈમના કિસ્સા બનતા જોઈ કહેવું પડે કે
કાળ બને જ્યારે કોરોના ત્યારે નસીબ ભુલે ચોરોના મિસ હિમોગ્લોબીનનો તાજ
સ્ત્રીઓની સૌંદર્ય સ્પર્ધા દેશ અને દુનિયામાં યોજાતી રહે છે મિસ યુનિવર્સ , મિસ વર્લ્ડ, મિસ એશિયા અને મિસ ઈન્ડિયા રૂપરૂપના અંબર જેવી રૂપસુંદરીઓ ઝંપલાવે છે. અને સૌથી સૌદર્યવતીને માથે હીરાજડિત તાજ પહેરાવવામા આવે છે જો કે મોટે ભાગે આ જાતની બ્યુટી કોન્ટેસ્ટમાં સ્ત્રીના સૌંદર્યની બાબત પર જ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને આરોગ્યપ્રદ જીવન જીવે એ માટે પહેલી જ વાર મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં અનોખી સ્પર્ધા રાખવામાં આવી હતી. બ્યુટી કોન્ટેસ્ટને નામ આપવામાં આવ્યું હતું. મિસ હિમોગ્લોબીન સ્પર્ધા. કસ્તુરબા ગ્રામમાં આયોજિત સ્પર્ધામાં ૩૦૦થી વધુ આંગણવાડીની કાર્યકર બહેનો તેમજ વિદ્યાર્થિનીઓ સામેલ થઈ હતી. આ બધી જ મહિલાઓ અને વિદ્યાર્થીઓનું બ્લડ બેન્ક તરફથી રક્ત-પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્દોરની જ સુનીના લોહીમાં ૧૩.૧ ગ્રામ હિમોગ્લોબીનની માત્રા સાથે મિસ હિમોગ્લોબીન સ્પર્ધા જીતી ગઈ હતી. આજે દેશમાં ખાસ કરીને ગ્રામીણવિતારોમાં કરોડો મહિલઓ રક્તકણની કમીની સમસ્યાથી પીડાય છે. શરીરમાં લોહી ઓછું હોય એને લીધે નાની-મોટી કેટલીય બીમારીઓનો સામનો કરવોપડે છ. ખાસ તો પ્રસૂતી વખતે સ્ત્રીઓના શરીરમાંથી લોહી ઓછું થઈજતું હોય છે. આ પરિસ્થિતિમાં મહિલાઓ લોહીમાંથી હેમોગ્લોબિન ઓછું ન થાય બલ્કે વધે એના માટે જાગૃત થાય અને નસેનસમાં લાલચટાક લોહી દોડતું થાય એવી ભાવના સાથે મિસ્ટ હિમોગ્લોબીન સ્પર્ધા યોજવાનો આ કેવો નવો ચીલો પાડયો કહેવાય?
કહાની તાજની ઝીણાના રાઝની
તાજમહલ હોટેલ શહેરની શાન ગણાતી પરતંત્ર ભારતમાં ગોરા હાકેમો પોતાની મેડમોને લઈ તાજ હોટલમાં ઉમટી પડતા અને હોટેલની બારીમાંથી સામે ઘૂઘવતા અરબી સમુદ્રને નિરખતા રહેતા. આ જ તાજ હોટેલને પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કરી તબાહ કરી નાખી હતી. જોકે થોડા દિવસમાં ફરી હોટેલને સમારકામ અને રંગરોગાન કરી હતી અને એવીને એવી કરી નાખવામાં આવી હતી. પાકિસ્તાની ટેરરિસ્ટોએ જે તાજ હોટલને નિશાન બનાવી હતી એ તાજનો સંબંધ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના અંગત જીવન સાથે પણ જોડાયેલા ભારતના ભાગલા કરી ધરાર પાકિસ્તાન લઈને જ ઝંપેલા હઠીલા ઝીણાની પત્ની રતિનો એક રૂમ તાજમાં હંમેશા બુક રહેતો માથાફરેલ પતિ ઝીણા સાથે ઝઘડો થાય ત્યારે રતી રિસામણે તાજમાં રહેવા ચાલી જતી હતી. તાજ ઓફ એપોલો બંદર નામની ફિલ્મના સર્જક ઝફર હયના લખાણમાંથી આ વાત જાણવા મળી હતી.
અખંડ ભારતના ભાગલા પછી કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણા બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા અને આજે પાકિસ્તાની આતંકવાદીઓ આપણા રાષ્ટ્રનું લોહી પીતા.
ખારા દરિયા વચ્ચે મીઠું પાણી
રેગીસ્તાનમાં તાતડિયે તડકે ઊંટોને લઈ રણખેડુઓ ચાલ્યા જતા હોય અને એમાં વચ્ચે ક્યાંક રણદ્વિપ આવે અને ત્યાં મીઠું અને એકદમ ઠંડુ ાણી પીવા મળે તો કેવી ટાઢક થાય? આને કહેવાય રણમાં મીઠી વિરડી રેતીના રણમાં મીઠી વિરડી મળે પરંતુ દરિયાના ખારા પાણીની વચ્ચે કોઈ તળાવમાં મીઠું પાણી પીવા મળે તો કેવું આશ્ચર્ય થાય? સહુને આશ્ચર્યચકિત કરે એવું તળાવ મહારાષ્ટ્રમાં અલીબાગ પાસે અરબી સમુદ્રની વચ્ચે સદીઓ મુરાડ-જંજીાના કિલ્લામાં મોજૂદ કિલ્લો જ શિલ્પસ્થાપત્યના એક એજબ નમૂનારૂપ છે એવું જાણવા મળે. અહમદનગર સલ્તનના માલિક અંબરની હોય પંદરમી સદીમંાં આ કિલ્લો બંધાયો હતો. દરિયાની વચ્ચે ૪૦ ફૂટ ઊંચી દિવાલોથી રક્ષિત આ કિલ્લાના નિર્માણમાં ૨૨ વર્ષ લાગ્યા હતા. કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર દિવાલોની અંદરની બાજુ એવી ખૂબીથી બનાવવામાં આવ્યું હતું કે દરિયાઈ માર્ગે કોઈ દુશ્મન ચડી આવે તો તેને દૂરથી દેખાય જ નહીં કે કિલ્લાનો દવાજો કયાં છે. મુરૂડ-જંજીરાના કિલ્લાની અંદર જે નાનું તળાવ છે તેનું પાણી મીઠું છે, સમુદ્રી વચ્ચે બંધાયેલા કિલ્લાની અંદરની બાજુમાં તળાવમાં મીઠું પાણી ક્યાંથી આવતું હશે?
વ્યસન પે જો ફિદા હોગા મર-કર વો જુદા હોગા
કોરોના વાઈરસના વાયરાને લીધે નેશનલ લોકડાઉન અમલમાં આવતા પાન, બીડી, સિગારેટની દુકાનો અને સ્ટોલ બંધ થઇ જતા વ્યસનભક્તોની બુરી હાલત થઈ અને બીડીની તલપને લીધે રીતસર તડપવા લાગ્યા મોં માગ્યા પૈસા આપી બ્લેકમાં સિગારેટ અને બીડી ખરીદવા માંડયા. ગ્રામીણ વિસતારોમાં તો તેંદુના પત્તામાંથી ભૂંગળી વાળી એમાં તમાકુ ભરી હાથ બનાવટની બીડીઓ ફૂંકી તલપ શાંત કરવા લાગ્યા પણ નશાબંધી મંડળ-મહારાષ્ટ્ર રાજયના કાર્યકરો કહે છે ને કે ૨૧ દિવસના લોકડાઉનમાં કેટલાય ફૂંકણશીઓની આદત છૂટી ગઈ એ ફાયદો થયો. ખરેખર વ્યસનમુક્તિનો પ્રચાર કરતી સંસ્થાઓ ઝુંબેશો ચલાવીને જે અપીલ કરતા એ બંધાણીઓ ભાગ્યે જ કાને ધરતા. પણ લોકડાઉનને લીધે બીડી-સિગારેટ મેળવવામાં પણ મુશ્કેલીને લીધે કેટલાયની આદત છૂટી ગઈ. વાઈરસ કોરોના વાઈરસ માણસના ફેફસાં પર હલ્લો કરે છે. ધુમ્રપાન કરતા હોય એવા ફેફસાં નબળી પડી ગયા હોય છે. એટલે વાઈરસના હુમલાને આ નબળા ફેફસાં ખાળી નથી શકતા એટલે હજી પણ તે તલપગારો ગમે ત્યાંથી સિગારેટ મેળવીને ફૂંકતા હોય એમણે ચેતી જવાની જરૂર છે. આ બધા ફૂંકણીબાજોને ચેતવવા માટે થોડા વર્ષ પહેલાં દિલ્હી યુનિવસિટીના કેમ્પસમાં સિગારેટ ફૂંકનારાઓને વ્યસન છોડવાની અપીલ કરવા માટે જે કવ્વાલી બનાવવામાં આવી હતી એ જાહેરમાં વગાડવી. કવ્વાલીના શબ્દો તો યાદ નથી પણ એનો મર્મ કંઈક આવો હતોઃ તું સિગારેટ પે સિગારેટ જલાયે જાતા હૈ, ફિર દેખના તેરી કબ્ર પર મોમબત્તી જલાને કૌન આતા હૈ...
પંચ-વાણી
કોરોના કો ક્યોં રોના
હાથ ધોતા ઔર સોના
Comments
Post a Comment