કોરોનાને લીધે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું નિધન, SVPમાં વેન્ટિલેટર પર હતા

અમદાવાદ, તા. 26 એપ્રીલ 2020, રવિવાર

અમદાવાદમાં કોરોનાના કારણે ગુજરાત કોંગ્રેસના કદ્દાવર નેતા બદરૂદ્દીન શેખનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા જે બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમણે દમ તોડ્યો હતો. આ સાથે ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલા એવા કદાવર નેતાનું કોરોનાના કારણે મોત થયું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ

રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ 230 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ આજરોજ 31 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 313 લોકો સાજા થયાં છે. કુલ 230 કેસમાંથી 178 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. જેથી અમદાવાદમાં ફરી એકવાર દોઢસો પાર કેસ જવાની ઘટના બની છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો