કિમ જોંગ અંગે અનેક તર્ક-વિતર્ક અંતે પ્રજા સમક્ષ આવે એવી ધારણા

પ્રસંગપટ


- વૈશ્વિક તખ્તા પર જેટલી કોરોનાની ચર્ચા છે એટલીજ ચર્ચા કિમ જોંગ યુનની છેઃ પોઝીટીવ અહેવાલો

વૈશ્વિક તખ્તા પર જેટલી કોરોનાની ચર્ચા છે એટલીજ ચર્ચા કિમ જોંગ યુનની છે. નોર્થ કોરિયાનો આ તાનાશાહ છેલ્લા પંદર દિવસથી અદ્રશ્ય છે. તેનું મોત થયું છે કે તે મેદાન છોડીને ભાગી ગયો છે તે અંગે અનેક તર્ક વિતર્ક જોવા મળે છે. બે જણાએ અમેરિકાની આંખે પાણી લાવી દીધા છે. એક છે વુહાન વાઇરસ અને બીજો છે કિમ જોંગ.

વિશ્વની નજરે કિમ જોંગનું મોત જાહેર થાય તે જુરુરી છે. જો આ માણસ કોઇ ખૂણે ખાંચરે હાથે કરીને ભરાઇ રહ્યો હોય તો તે વધુ ખતરનાર સાબિત થઇ શકે છે.

કિમ જોંગ અંગેના છેેલ્લા સમાચારો પોઝીટીવ છે. તેનો કોરાનોનો ટેસ્ટ પોઝીટીવ નથી પણ તેમની તબિયત સારી છે અને તે સલામત જગ્યા પર છે. જોકે કિમ જોંગ અંગેના તમામ અહેવાલોને શંકાથી જોવાઇ રહ્યા છે. તેના પછી તેનું શાસન તેની બહેન સંભાળી શકે છે. એક અહેવાલતો એવા પણ છે કે કિમ જોંગના કાકા અચાનક બહાર આવે છે. તે ૬૮ વર્ષના છે અને કિમના તે વારસદાર બની શકે છે. 

જેને અમેરિકા જેવી મહાસત્તા જોખમ સમજતી હોય તેની સાથે દરેક સમજવા માંગતા હતા. જેની પાસે અણુશસ્ત્રો છે અને છાશવારે અણુબોંબનો ઉપયોગ કરવાની ધમકી આપનારા સાથે અમેરિકાએ  પણ સૌમ્ય વ્વવહાર રાખવો પડયો હતો. 

કિમ જોંગ દુનિયાના દુશ્મન તરીકે ચિતરાયેલો છે. તેનો અંત વિશ્વમાં શાંતિ લાવી શકે છે પરંતુ હકીકત કોઇ જાણતું નથી કે તે સામે ચાલીને છુપાઇ ગયો છે કે કુદરતી ન્યાયના કોઇ સિધ્ધાંતના ભાગ રુપે તેનો ઘડો લાડવો થઇ ગયો છે. કિમ જોંગ અદ્રશ્ય થઇ ગયો તે ઉત્તર કોરિયાના શાસનમાં કોઇ નવી વાત નથી.  

ભૂતકાળમાં પણ ત્યાંના શાસકો ગુમ થયા પછી અચાનક લોકો સમક્ષ પ્રગટ થયા હતા. 

કિમ જોંગ લોકોની વચ્ચે હતા ત્યારે પણ તેમના અત્યાચારની અનેક વાતો ફરતી હતી એમ હવે અદ્રશ્ય થયા ત્યારે પણ અનેક વાતો ફરી રહી છે. હાર્ટના ઓપરેશન પછી તે બ્રેન ડેડ અવસ્થામાં હોવાનું મનાય છે. હોંગકોંગના અને અમેરિકાના સમાચાર કિમ જોંગની તબિયત અંગે અનેક આડી અવળી સ્ટોરીઓ ચલાવી રહ્યા છે. 

જ્યારે કોઇ મોટા માથા અદ્રશ્ય થઇ જાય છે ત્યારે તેની પાછળ અનેક કારણો જોવા મળે છે. ચીનના કોર્પોરેટ સર્કલમાં ટોચના વેપારીઓ અંડર ગ્રાઉન્ડ થઇ જાય છે અને બધુ શાંત પડે પછી બહાર આવે છે. ચીનના વોરેન બફેટ કહેવાતા અને ફોસન ગૃપ ઇન્વેસ્ટમેન્ટના ચેરમેન ગુઓ ગુંગચેંગ એકવાર ગુમ થઇ ગયા હતા.

 તેમના સામે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. થોડા સમય બાદ તેમની કપંનીએ જાહેરાત આપી હતી કે ચેરમેન મળી ગયા છે અને થોડા દિવસ પછી પત્રકારોને મળશે.

કિમ જોંગની આખી જીંદગી રહસ્યોથી ભરેલી છે. તેમના દેશમાં તે ભાગ્યેજ કોઇને ડિપ્લોમેટિક પ્રવેશ આપે છે. કિમ જોંગને શું થયું છે તે જોવા ગયેલા ચીનના પ્રતિનિધિ મેંડળને પણ ડેલીએ હાથ દઇને પાછા આવવું પડયું હતું. વિશ્વની મહાસત્તાઓના કાંડા આમળી શકનાર કિમ જાંેગ બાબતે વધુ જાણવાની ઇચ્છા વિશ્વભરમાં પ્રસરી હતી. કહે છે કે અમેરિકાના સમાચાર માધ્યમોએ તેનો બાયોડેટા વારંવાર ખોટો આપ્યો હતો. ઉ.કોરિયાના સમાચાર માધ્યમો કરતાં અમેરિકા હોંગ કોંગના સમાચાર માધ્યમો વિશે અનેક અહેવાલો છાપતા હતા તેપૈકીના  મોટાભાગના ગોસિપ સમાન સાબિત થયા હતા.

આપણે ત્યાં અમેરિકા પાકિસ્તાન કે ચીનના વડાઓની વાતો થતી આવી છે પરંતુ ઉત્તર કોરિયાના વડાઓ વિશે બહુ ચર્ચા થતી નહોતી. કિમ જોંગે અમેરિકા સાથેે શિંગડા ભરાવવા શરુ કર્યા પછી લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. કિમજોંગ વિશેની તમામ માહિતીઓ અમેરિકાના સમાચાર માધ્યમો તરફથી વિશ્વને મળવા લાગી હતી. આ માધ્યમોએ કિમને રાવણ તરીકે ચીતરી માર્યો હતો.

ગઇકાલેજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું હતું કે કિમ ક્યાં છે તેની મને ચોક્કસ ખબર નથી પરંતુ તેની તબિયત સારી છે. ટ્રમ્પના નિવેદનોને કોઇ ગંભીરતાથી લેતું નથી. એટલેજ એવી અફવા ઉડી છે કે કિમ વિશેની સૌથી વધુ માહિતી અમેરિકા પાસે છે.

કિમે તેના દેશવાસીઓ માટે છુપા રહેવાનો નિર્ણય લીધો છે કે કેમ તે તો તે જ્યારે બહાર આવશે ત્યારેજ ખબર પડશે. એક ગપસપ એવી પણ ચાલે છે કે કિમ જોંગનું મૃત્યુ થયું છે અને બે -ત્રણ દિવસમાં તે જાહેર કરાશે.  જોકે છેલ્લા અહેવાલો એવા છે કે કિમ જોંગ કોરોના વાઇરસથી રક્ષણ મેળવવા સલામત  સ્થળે રહે છે અને ટૂંક સમયમાં પ્રજા સમક્ષ આવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો