લોકડાઉન અંગે નિર્ણય લેવા માટે મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે બેઠક
નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2020, સોમવાર
લોકડાઉનનો બીજો તબક્કો પૂરા થવાના છ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે વડાપ્રધાન મોદી ચોથીવાર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સમાં લોકડાઉન વધારવા વિશે, લોકડાઉન ખતમ કર્યા બાદની યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીઓ દ્વારા 20 એપ્રિલથી કેટલાક વિસ્તારમાં લૉકડાઉન દરમિયાન આંશિક છૂટછાટ, ટેસ્ટ કિટની પરિસ્થિતિ, ડૉક્ટરની સુરક્ષા વિશે ચર્ચા પણ સમીક્ષા કરવામાં આવશે.
સૂત્રો અનુસાર આ બેઠકમાં બિહાર, ઓડિશા, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડૂચેરીના મુખ્યમંત્રી પોતાના વિચાર રજૂ કરશે. પૂર્વોત્તરથી મેઘાલય અને મિઝોરમના મુખ્યમંત્રી પણ મીટિંગમાં સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે 20 માર્ચની પ્રથમ બેઠકમાં આઠ રાજ્યોએ વાયરસના નિયંત્રણ, તબીબીની માળખાકીય સુવિધા અને સ્થાનિક સ્વાસ્થ્ય સંસાધનો વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. ત્યારબાદ 2 એપ્રિલે બીજી બેઠકમાં લગભગ 8 રાજ્યો સાથે લૉકડાઉનના એક્ઝિટ પ્લાનની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી, 11 એપ્રિલની ત્રીજી બેઠકમાં ઓછામાં ઓછા 13 મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવા માટે કહ્યું હતું.
Comments
Post a Comment