સાત પગલા આકાશમાંનો તારો ખરી પડ્યો, કુંદનિકા કાપડીયાનું જૈફ વયે થયુ નિધન
અમદાવાદ, તા. 30 એપ્રિલ 2020 ગુરૂવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ લેખિકા કુન્દનિકા કાપડિયાનું જૈફ વયે નિધન થયું છે. કુન્દનિકા કાપડિયા છેલ્લા ઘણા વર્ષોથી નંદીગ્રામના આશ્રમમાં રહેતા હતા અને અહીં જ તેમણે રાત્રે 2.05 મિનિટે અંતિમ શ્વાસ લીધા. સાત પગલાં આકાશમાં એ કુન્દનિકા કાપડિયાની સૌથી જાણીતી કૃતિ છે. સ્ત્રી સશક્તિકરણ પરનું આ પુસ્તક અને તેમના અન્ય લેખો ખુબ જ પ્રસિદ્ધ થયા છે.
સાત પગલાં આકાશમાં એ કુન્દનિકા કાપડિયાની સૌથી જાણીતી કૃતિ
તેઓ ઘણા વર્ષોથી આદિવાસી ઉત્થાનના કાર્યો સાથે સંકળાયેલા હતા. કુન્દનિકા કાપડિયાના નિધનથી ગુજરાતી સાહિત્ય જગત તેમજ તેમના અસંખ્ય વાચકો તેમજ પ્રશંસકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામના આશ્રમમાં રહેતા હતા. કુન્દનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં જેવી કૃતિઓના રચયિતા હતા. એમની કૃતિઓ પર વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે. સ્ત્રી સશક્તિકરણ પર એમના લેખો ખુબજ પ્રસિદ્ધ થયા.
આજે ચોક્કસ એવું કહી શકાય કે કુંદનીકા કાપડિયા સ્વર્ગસ્થ નહિ પણ શબ્દસ્ત થયા. એમનું સાહિત્ય પ્રત્યેનું કામ આજે પણ ભણાવવામાં આવે છે.
Comments
Post a Comment