દેશ અને ગુજરાતના અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં કોરોનાથી થતાં મોતની સંખ્યા બમણી

વડોદરા,તા.૩૦ એપ્રિલ ૨૦૨૦, ગુરૃવાર

વડોદરામા કોરોનાથી થતા મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.આશ્ચર્ય એ વાતનું છે કે દેશમાં અને ગુજરાતના અન્ય શહેરોમાં કોરોનાથી જેટલા મૃત્યુ થાય છે તેની સરખામણીમાં બમણા અને તેથી વધુ મોત વડોદરામાં થઇ રહ્યા છે.કોરોનાના નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ અને તેની સામે કોરોનાથી થયેલા મોતના આંકડાની સરખામણી કરતા એવુ જાણવા મળે છે કે આખી દુનિયામાં અત્યાર સુધીમાં ૩૨,૫૧,૪૫૭ પોઝિટિવ કેસ નાંધાયા છે તેની સામે ૨,૨૯,૮૧૩ મોત થયા છે. મતલબ કે કુલ પોઝિટિવ કેસ પૈકી ૭.૦૬ ટકાના મોત થયા છે. આ સરખામણી મુજબ ભારતમાં કોરોનાનો ડેથ રેટ ૩.૨૭ ટકા  છે જ્યારે વડોદરામાં આ રેટ ૬.૮૮ ટકા એટલે કે લગભગ ૭ ટકા જેટલો ઊંચો છે જે કોરોનાના કારણે થતા ડેથના ઇન્ટરનેશનલ ડેથ રેટથી નજીક છે.

કોરોના ડેથ રેટ

ઇન્ટરનેશનલ - ૭.૦૬

નેશનલ - ૩.૨૭

અમદાવાદ - ૪.૯૨

સુરત - ૪.૦૭

રાજકોટ - ૧.૭૨

વડોદરા - ૬.૮૮

વડોદરા-કોરોના ફાઇલ

કુલ કેસ - ૩૦૫ (૧૮૦ એસિમ્પ્ટોમેટિક)

મોત- ૨૧

રજા અપાઇ - ૧૧૨

હાલમાં સારવાર હેઠળ - ૧૭૨

જે પૈકી એસિમ્પ્ટોમેટિક - ૯૦

ઓક્સિજન ઉપર -

વેન્ટિલેટર ઉપર -


(તા.30 એપ્રિલ 2020ની સાંજના 6 વાગ્યા સુધીની સ્થિતિ)

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો