મોદીની કિચન કેબિનેટમાં ફેરફાર કશુંક નવું રંધાઇ રહ્યું હોવાનો શક

- પ્રસંગપટ


દરેક સરકારમાં વફાદાર અધિકારીઓની બોલબાલા હોય છે. રાજકારણીઓમાં મતદારોને ખેંચી લાવવાનું કે ચૂંટણી જંગ જીતી લાવવાનું બ્રેન હોય છે પણ સરકાર ચલાવતા રાજકારણીઓ પાછળનું બ્રેન અમલદારો હોય છે. સારા અમલદારો મળવા એ નસીબની વાત છે. અમલદારોની બદલી એ નવી વાત નથી પરંતુ સરકારને વફાદાર મનાતા લોકોને બદલવામાં આવે ત્યારે તે ટોકિંગ પોઇન્ટ બની જાય છે.

સરકારી અધિકારીઓ પાસે વધુને વધુ કામ લઇને તેમની પાસેના આઇડયાનો ઉપયોગ કરવો જોઇએ. ક્યા અધિકારીને ક્યા ક્ષેત્રની ફાવટ છે તે જોઇને કામ સોંપાય છે. દરેક વડાપ્રધાન અને પ્રધાનો પોતાના વફાદારોને તેમની સાથે લઇ જતા હોય છે.  ગુજરાત કેડરના અધિકારીઓ સાથે વડાપ્રધાન મોદીને સારું ટયુનિંગ હતું. પ્રધાનના ઇશારાથી અધિકારીઓ સમજી જતા હોય છે કે તે શું કહેવા માંગે છે. જે તે પ્રધાનના વિચારોને  અધિકારીઓ વળગી રહેતા હોય છે.

ગઇકાલે વડાપ્રધાનની ઓફિસના બે વફાદારો બદલાયા ત્યારે મોદી સરકારનો હવેનો પ્લાન ક્યા ક્ષેત્રને મહત્વ આપવાનો છે તે જાણી શકાયું હતું. કોરોના કાળના સમયમાં ટોચના અધિકારીઓની બદલી લોકોનું ધ્યાન ખેંચે તે સ્વભાવિક છે.એમ લાગે છે કે દેશના આર્થિક તંત્ર પર સરકાર વધુ ધ્યાન આપવા માંગે છે.

કેટલાક આઇએએસ સત્તાઘારી પક્ષને આંખમાં કણાની જેમ ખૂંચતા હોય છે. જેમકે અશોક ખેમકાની બદલી ૨૮વર્ષમાં ૩૫વાર થઇ છે તો પ્રદીપ કાસ્નીની બદલી ૩૫વર્ષમાં ૭૧વાર થઇ હતી.સરકારમાં નવા આવેલાઓને હાઉ ટુ મેક મનીના પાઠ અમલદારો શીખવાડતા હોય છે. પ્રધાનો હવાલો સંભાળેે પછી જેવી પહેલી ફાઇલ ખોલે છે તે સાથેજ તે જાણી લે છે કે આ તલમાં (પ્રધાનમાં) કેટલું તેલ છે. પ્રધાન ભ્રષ્ટ છે કે જેન્ટલમેન છે તે સમજતા અધિકારીઓને માંડ ૨૪ કલાક થાય છે પરંતુ પ્રધાનોે પોતોના અધિકારીઓને પાંચ વર્ર્ષનું શાસન પુરું થાય તો પણ સમજી શકતા નથી. અધિકારીઓ પણ સમજતા હોય છે કે પાંચ વર્ષ પછી શાસન બદલાશે એટલે કોઇ નવો ચહેરો આવશે. જોકે અધિકારીઓએ પણ દેશને લૂંટવામાં કોઇ શરમ નથી રાખી.

આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ બુધ્ધિશાળી અને ઠાવકા હોય છે જ્યારે તેમને સમાંતર ઉભી કરાયેલી પોલિટીકલ એપોઇન્ટમેન્ટ વધુ સ્માર્ટ અને પોતાના સંગઠને સોંપેલા કામને આગળ વધારવા પ્રયાસ કરનારી હોય છે. 

જ્યારે ડાબેરી પક્ષોના ટેકાથી મનમોહન સિંહની સરકાર રચાઈ ત્યારે આયોજન પંચથી માંડીને નિતિ વિષયક જગ્યાઓ પર ડાબેરી પક્ષોની વિચારસરણી સાથે જોડાયેલા બુધ્ધિજીવીઓને પોલિટીકલ એપોઇન્ટમેન્ટ હેઠળ ગોઠવી દેવાયા હતા. તેમણે તેમના વિચારો પ્રમાણે દેશના મહત્વના નિર્ણયોને વળાંક આપવો શરુ કર્યો હતો. જ્યારે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંેંચીને સરકાર ઉથલાવવા પ્રયાસ કર્યો ત્યારે પણ તેમણે ગોઠવેલા લોકોને ખસેડાયા નહોતા. 

જ્યારે વડાપ્રધાન પદે મોદી આવ્યા ત્યારે તેમણે આયોજન પંચનેજ તાળા મારીને જુની નિમણૂકો રદ કરી હતી. તેમણે ડાબેરી વિચારને હટાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણીને આગળ વધારી હતી. કેટલીક વાર સરકારના આદેશોનું આંધળું અમલીકરણ કરવા જતા અધિકારીઓ બદનામ પણ થાય છે. આ સ્થિતિમાં વિપક્ષમાં બેઠેલા રાજકીય નેતાઓ પણ એમ કહેતા અચકાતા નથી કે આ સરકાર કાયમ રહેવાની નથી, અમારી સરકાર આવશે એટલે તમને બધાને ખબર પાડી દઇશું.

અધિકારીઓની કમનસીબી એ છે કે તેમની બદલી કરવાની સત્તા રાજકારણીઓ પાસે હોય છે. તેમના પર ભાજપ કે કોંગ્રેસ તરફી હોવાનું લેબલ વાગી જાય છે. જે અધિકારી તટસ્થ રહેવા જાય છે તેની બદલી થઇ જાય છે. આવી સ્થિતિ જિલ્લા પોલીસ વડા કે કલેક્ટરોની પણ હોય છે. આપણે ત્યાંતો ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ગોગાઇ મોદી સરકાર તરફી છે એવા આક્ષેપો પણ થઇ ચૂક્યા છે.

ભારતના આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ થયેલાઓ અભણ પ્રધાનોને સાચી માહિતી નથી આપતા અને ગુંચવી મારે છે. કહે છે કે પ્રધાનોને બેનંબરના પૈસા કમાતા શીખવાડનારા પણ અધિકારીઓજ છે. દરેક સત્તાધીશ વફાદાર અને ક્રિયેટીવ અધિકારીઓ ઇચ્છતા હોય છે

રાજકારણીઓ અને અધિકારીઓ સિક્કાની બે બાજુ જેવા હોય છે. અધિકારીઓ એેક એવું બુધ્ધિધન છે કે તેનો ઉપયોગ દેશ હીતમાં કરવો જોઇએ. દિવંગત ઇન્દિરા ગાંધી અધિકારીઓ પાસે કામ કરાવીને તેમનું તેલ કાઢી નાખતા હતા મોદી પણ એવું કરી રહ્યા છે.

દરેક સરકારમા એક કિચન કેબિનેટ હોય છે . તેમાં જ્યારે બદલાવ થાય છે ત્યારે તે સમાચાર બને છે. એ.કે. શર્મા અને તરુણ બજાજ પણ મોદી સરકારની કિચન કેબમિનેટમાં હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો