લોકડાઉનમાં RBIએ આપી રાહત, મ્યૂચઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની જાહેરાત


નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2020 સોમવાર

મ્યૂચઅલ ફંડ પરની પ્રવાહિતાના દબાણને ઓછુ કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે આજે મ્યૂચઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટીની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, તે સતર્ક છે અને કોરોના વાયરસના આર્થિક પ્રભાવને ઓછા કરવા માટે અને નાણાકીય સ્થિરતાને બનાવી રાખવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવશે. આરબીઆઈએ ફિક્સ રોપો રેટ પર 90 દિવસના સમયગાળામાં એક રેપો ઓપરેશન પણ શરૂ કરશે.


બજારની પ્રવાહિતા માટે કરી જાહેરાત

ભારતની આઠમી સૌથી મોટી મ્યૂચઅલ ફંડ કંપની ફ્રેંકલીન ટેમ્પલટન મ્યૂચઅલ ફંડે સ્વેચ્છઆએ પોતાની યોજના બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ રિઝર્વ બેંકે રાહત આપવા માટે આ પગલુ ભર્યુ છે. ફ્રેંકલિન ટેમ્પલટને આવુ કોરોના વાયરસની મહામારીને લઈ યૂનિટ પાછા લેવાના દબાણ અને બોન્ડ બજારમાં પ્રવાહિતાની ઘટનો હવાલો આપ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો