દિગ્ગજ બોલિવુડ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન
મુંબઈ, તા. 30 એપ્રિલ 2020 ગુરૂવાર
બોલિવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન થયું છે. તાજેતરમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને દક્ષિણ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં હતા.
નોંધનીય છે કે, ઋષિ કપૂર વિતેલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યા હતા. પોતાની આ સારવાર દરમિયાન ઋષિ કપૂરે અમેરિકામાં કેન્સર હોસ્પિટલમાં એ સમયે 11 મહિના અને 11 દિવસ વિતાવ્યા હતા ત્યાંથી પરત ફર્યા બાદ ઋષિએ જણાવ્યું હતું કે, તેમની સારવાર આગળ પણ ચાલુ રહેશે અને તેને પૂરી રીતે ઠીક થવામાં સમય લાગશે. ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન જાણકારી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યુ કે વો ગયા. ઋષિ કપૂર ગયા. અત્યારે તેમનુ નિધન થયુ. હુ તૂટી ગયો છુ. કપૂર ફેમિલીમાંથી રણધીર કપૂરે ઋષિ કપૂરના નિધનના સમાચારને કન્ફર્મ કર્યા છે. રણધીર કપૂરે જણાવ્યુ હતુ કે તેમના ભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
T 3517 - He's GONE .. ! Rishi Kapoor .. gone .. just passed away ..
— Amitabh Bachchan (@SrBachchan) April 30, 2020
I am destroyed !
Comments
Post a Comment