ઈઝરાયેલ મોસાદ હસ્તક .
રાજકીય અસ્થિરતા અને કોરોના એવા બેવડા સંકટમાંથી ઈઝરાયેલ પસાર થઈ રહ્યું છે. ગઈકાલે પણ જેરુસલેમના રસ્તાઓ પર હજારો નાગરિકોના ટોળાઓ ચોક્કસ અંતરે રહેવાના શિસ્તપાલન સહિત રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ઘોર વિરોધ કરી રહ્યા છે. ઈઝરાયેલમાં અગાઉ સંરક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું હતું અને ગઈકાલે ખુદ આરોગ્ય પ્રધાને રાજીનામું ધરી દીધું છે. વિશ્વભરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંતરંગ મિત્ર તરીકે નેતન્યાહુ સુખ્યાત છે અને ભારતે દવાઓનો પૂરતો જથ્થો ઈઝરાયેલ પહોંચાડી દીધો છે.
છતાં એમના પોતાના દેશમાં એમના મિત્રો હવે નહિવત્ છે. નેતન્યાહુ પર અનેક પ્રકારના આરોપ છે. કોરોના સામેની લડતમાં તેઓ બહુ મોડા પડયા છે અને નિષ્ફળ નીવડયા છે. ઇઝરાયેલના દરેક ઘરમાં નેતન્યાહુનો વિરોધ કરનારા પોસ્ટરો છે. પ્રજા એમનાથી સખત નારાજ છે. તેમની લોકપ્રિયતામાં એકાએક ઓટ આવી ગઈ છે. છેલ્લા એકાદ વરસમાં ત્રણ-ચાર વખત થયેલી અને હજુ પણ થનારી ચૂંટણીઓથી પ્રજા થાકી ગઈ છે.
ઈઝરાયેલમાં કોરોના સંક્રમણના પંદર હજારથી વધુ કેસ છે અને બસ્સોથી વધુ નાગરિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. સૈન્ય વડા અને કેટલાક વરિ લશ્કરી અધિકારીઓ પણ કોરોનાના સકંજામાં ફસાઈ ગયા છે. આ સંખ્યા વીસ - પચીસ લાખની થઈ ગઈ હોત જો ઇઝરાયલ સરકારની એકલાની પર ભરોસો રાખવાનો આવ્યો હોત. ઈઝરાયેલની પ્રજા એની જાસૂસી સંસ્થા મોસાદ પર દરેક સંકટમાં વિશ્વાસ રાખે છે. મોસાદ એ પ્રજા માટે ભગવાન બરાબર છે. મોસાદે આજથી ચાર મહિના પહેલા ઓપરેશન કોરોના પ્રોજેક્ટ ચાલુ કરી દીધો હતો.
મોસાદના વડા કોહને દુનિયાભરમાં ફેલાયેલા તેના એજન્ટોને સક્રિય કરી દીધા હતા. અમેરિકા પહેલા ભારતે દવાઓ ઈઝરાયેલ પહોંચાડી એનું મૂળ કારણ મોસાદ અને ભારતીય જાસૂસી સંસ્થા રો વચ્ચેના સંબંધો છે. મોસાદે તમામ પ્રકારની દવાઓનો પુરવઠો ત્રણ મહિના અગાઉ ગ્લોબલ શોપિંગથી એકઠો કરી લીધો છે. કોરોના સંબંધિત માસ્કના પણ મોસાદ પાસે ગોડાઉનો ભરેલા છે. મોસાદ પાસે અમર્યાદિત બજેટ છે અને એની કોઈ પણ પ્રવૃત્તિને કોઈ પડકારી શકતું નથી. બંધારણે એને સહસ્રબાહુ જેવી શક્તિ અને સ્વતંત્રતા પ્રદાન કરેલી છે.
યાકોવ લિત્ઝમેન છેલ્લા દસ વરસથી આરોગ્ય પ્રધાન હતા. તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થયા ને ફરી તંદુરસ્તી સાથે બહાર પણ આવી ગયા. પરંતુ એ સમયગાળામાં લોકો આગની જેમ ભડકી ઉઠયા. એટલે હવે યાકોવે પોતે સાજાનરવા હોવા છતાં રાજીનામું આપવું પડયું છે. કોરોનાના આ ચાલુ રોગચાળા વચ્ચે જ નવી સરકાર રચવાની નોબત આવી શકે છે. કારણ કે નહિ જેવી બહુમતી ધરાવતી નેતન્યાહુની સરકાર પર નાગરિકો બહુ ખિન્ન છે. પરદા પાછળથી અથવા સમાંતર રીતે કોરોના સામેની લડતના બહાને દેશની ભીતર જ હવે મોસાદ વધુ સક્રિય છે.
દુનિયાની તમામ જાસૂસી સંસ્થાઓમાં મોસાદ હજુ પણ નંબર વન છે. અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએના વડા અને મોસાદના વડા વચ્ચે દાયકામાં એક મિટિંગ હતી. પ્રારંભે જ સીઆઈએના વડાએ મોસાદના વડાને પૂછયું કે મારા પત્ની અત્યારે ક્યાં છે ? મોસાદના વડાએ તરત જવાબ આપ્યો - તેઓ વુડુકો સ્ટોરમાં અત્યારે નવા વસ્ત્રોનું શોપિંગ કરે છે. બન્ને ખડખડાટ હસી પડયા અને ખરેખર એમ જ હતું.
આ તો બે ટોચના જાસૂસી વડાઓ વચ્ચેની મજાક-મસ્તીની વાત છે પણ હકીકતમાં એમ કહેવાય છે કે પૃથ્વી પર સાર્વત્રિક નજર રાખવામાં પહેલા નંબરે સૂર્ય, પછી ચન્દ્ર અને પછી મોસાદ આવે છે. મોસાદે આજ સુધી પાર પાડેલા અનેક દુર્ગમ ઓપરેશનોનો ઈતિહાસ ભવ્ય છે અને એને કારણે એની દિગદિગન્તમાં પ્રતિા છે. મોસાદના વર્તમાન ચિફ કોહન જ અત્યારે ઈઝરાયેલને કોરોનાથી બચાવવા મેદાનમાં ઉતરેલા છે. લોકડાઉન અંગેના બધા મહત્વના નિર્ણયો કોહન જ લે છે અને વડાપ્રધાનનું કાર્યાલય માત્ર એની જાહેરાત કરે છે.
ઈઝરાયેલમાં ગમે ત્યારે નેતન્યાહુની સરકારનું પતન થવાની શક્યતા છે. તેમની ચાલાકીઓ ખુલ્લી પડી ગઈ છે. ઇઝરાયેલના વિરોધ પક્ષના નેતાઓ સાથે એમણે સેટિંગ કર્યું છે એ પ્રથમ આક્ષેપ છે અને બીજો આક્ષેપ છે કે તેઓ દેશના ન્યાયતંત્રને ભ્ર્રષ્ટ કરવામાં સક્રિય છે. એમના પર અવિશ્વાસનો પ્રસ્તાવ તલવારની જેમ લટકે છે. ખરેખર તો કોરોનાની આડશમાં તેમનું સિંહાસન ટકી રહ્યું છે પણ હાલક ડોલક તો થઈ જ રહ્યું છે.
કોરોના સામે રક્ષણ આપતી દવાની શોધ થઈ ગઈ હોવાના અનેક દાવાઓની વચ્ચે ઈઝરાયેલે કોઈ જ કોલાહલ વિના ઔષધિ શોધી લીધી છે અને એ વિશે બહિર્જગત સાથે વાત કરવામાં અત્યારે મોસાદને કોઈ રસ નથી. સમગ્ર ઈઝરાયેલ હવે મોસાદ ફોર્મ્યુલા પ્રમાણે જ કોરોના સામે લડે છે. ખરેખર કોરોના વાયરસની ઉત્પત્તિ અને ફેલાવો કઈ રીતે થયો એના તમામ દસ્તાવેજો મોસાદ પાસે ઓનહેન્ડ છે, પરંતુ એ દસ્તાવેજો જગતના ચોકમાં મૂકવામાં એને કોઈ રસ નથી. પ્લાઝમા થેરાપીમાં પણ મોસાદ ઘણી એડવાન્સ દરજજે પહોંચેલી સંસ્થા છે.
પેલેસ્ટાઇન સાથેના ઇઝરાયેલના સંઘર્ષનો હજુ અંત આવ્યો નથી. બન્ને વચ્ચે સંધિ-સમાધાન માટે મિસ્ટર મોદીએ અનેક પ્રક્ત્નો કર્યા પણ તેઓ ફાવ્યા નથી. પરંતુ મિસ્ટર મોદીના કહેવાથી નેતન્યાહુનું પેલેસ્ટાઇન હુમલાખોરો તરફનું વલણ કૂણુ પડયું છે એવો પણ આંદોલનકારી નાગરિકોનો એમના પર આક્ષેપ છે.
Comments
Post a Comment