નીતિ આયોગના એક અધિકારી કોરોના પોઝિટિવ, બિલ્ડિંગ સીલ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર 

દિલ્હીમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે, મેડિકલ સ્ટાફથી લઇને સરકારી અધિકારી સુધી કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. નીતિ આયોગ બિલ્ડિંગમાં કામ કરતા ડાયરેક્ટર કક્ષાના અધિકારીને કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 

નીતિ આયોગમાં કામ કરતા એક અધિકારીના કોરોના પોઝિટિવ હોવાની સૂચના બિલ્ડિંગમાં કામ કરતા તમામ અધિકારીઓને આપી દેવામાં આવી છે. નીતિ આયોગ સ્વાસ્થ્ય નિર્દેશો અનુસાર જરૂરી પ્રૉટોકોલનું પાલન કરી રહ્યું છે. બિલ્ડિંગને બે દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. બિલ્ડિંગને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવશે. 

દિલ્હીમાં કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા 3108 સુધી પહોંચી ગઇ છે. ગત 24 કલાકમાં 190 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં 54 લોકોના મૃત્યુ થયા છે અને એક્ટિવ દર્દીઓની સંખ્યા 2177 છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે