અમદાવાદમાં આજે 249 નવા કેસ, Corona પોઝિટીવની સંખ્યા થઈ 3000ને પાર
ગાંધીનગર, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર
ગુજરાતમાં આજે વધુ 313 કેસ સાથે 4398 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 17 લોકોના મોત થતાં મોતની સંખ્યા પણ 214 પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 313 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં અત્યારસુધીના સૌથી વધારે 249 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અમદાવાદમાં અત્યારસુધીમાં 3026 કેસ નોંધાયા છે તો 149 લોકોના મોત થયા છે.
316 લોકો સાજા થતાં રજા અપાઈ
અમદાવાદમાં 316 લોકો સાજા થતાં તેમને રજા અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં 1373 કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ આખું રેડઝોન અને ઓરેન્જ ઝોનમાં છે. લોકડાઉનના 39 દિવસ બાદ પરિસ્થિતિ સતત વણસી રહી છે. છેલ્લા 24 કલાકમાં 86 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદમાં આજે રેકોર્ડ બન્યો 249 કેસ નોંધાયા. અમદાવાદમાં અત્યારસુધીનો સૌથી ઊંચો આંક ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 19 એપ્રિલે 367 કેસ નોંધાયા હતા તે પછી ગઈ કાલે 308 કેસ બાદ વધુ 313 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે 300 પ્લસ કેસ નોધાયા છે.
ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા
ગુજરાતમાંસૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા બાદ ગાંધીનગરમાં પણ 10 કેસ નોંધાયા છે. તો સુરતમાં 13 અને વડોદરામાં નવા 19 કેસ નોધાયા છે. પંચમહાલમાં પણ વધુ નવા 10 કેસ આવતાં કુલ આંક 313 થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીના કુલ 4395 કેસ થયા છે. જેમાં 214 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 613 લોકો સાજા પણ થયા છે.
Comments
Post a Comment