ડિજીટલ ક્ષેત્રે Zoomનું રૂમ-ઝૂમ ઇન્ટરનેટ જાયન્ટ્સને પડકાર..

પ્રસંગપટ


- સવારના યોગા ક્લાસથી શરુ કરીને સંધ્યા પૂજા સુધીના સેટીંગ ઝૂમ પર જોવા મળે છે...

ઇન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલી જાયન્ટ કંપનીઓનું અભિમાન ઝૂમના કારણે ઉતરી ગયું છે. કોરોનાને કારણે આવેલા લોકડાઉન બાદ  ર્ર્ડસનો ઉપયોગ મોટા પાયે વધ્યો છે. માર્કેટીંગની કંપનીઓ, મેનેજમેન્ટ સ્ટાફ,વર્ક ફ્રોમ હોમની પ્રોસેસ સાથે સંકળાયેલા લોકો, સામાજીક સંગઠનો વગેરે માટે ઝૂમ ટેકનોલોજી આશિર્વાદ બનીને આવી છે. ઇન્ટરનેટ ટેકનોલોજી સાથેે સંકળાયેલી ગુગલ-વોટ્સઅપ અને ફેસબુક જેવી જાયન્ટ કંપનીઓ પણ ઝૂમની હરળફાળ જોઇને પોતાની મેસેજીંગ સિસ્ટમને આઘુનિક બનાવવાની શરુઆત કરવા લાગી છે.

ઇન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ ઝૂમની ટેકનોલોજી સમજે તે પહેલાંતો તે એપ્લીકેશન લોકપ્રિય બની ગઇ હતી. ઝૂમના રોજના એક્ટીવ યુઝર્સ ૩૦૦ મિલીયન છે. માર્ચ ૨૦૨૦માં એકજ દિવસમાં ૩,૪૩,૦૦૦ લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ ડાઉનલોડ કરનારા પૈકી ૧૮ ટકા તો અમેરિકાના હતા.

લોકડાઉન દરમ્યાન ડિજીટલ કોમ્યુનિકેશનનો પ્રભાવ અચાનક વધવા લાગ્યો હતો. ડિજીટલ કોમ્યુનિકેશન માટે ઝૂમ વધુ લોકોને એક સાથે બેસાડી શકતું હતું. તાજેતરમાં વડોદરાના એક નાગરિકે તેમના સ્વજનનું બેસણું ઝૂમ પર રાખ્યું હતું. લોકપ્રિય એવા ઝૂમની કમનસીબી એ છે કે તેમાં ડેટા આસાનીથી હેકર્સ ચોરી શકે છે.

ગઇકાલેજ ક્લાઉડ કોમ્પુટીંગ ક્ષેત્રે માસ્ટર ગણાતી ઓરેકલ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝૂમને લાભ અપાશે એમ કહ્યું છે. જેથી તેના હેન્ગ થવાના ઓછા ચાન્સ રહેશે. 

સામાન્ય રીતે વપરાશકારો વધે એટલે એપ્લીકેશન હેન્ગ થવાના ચાન્સ વધતા હોય છે. જો કે ઓરેકલનો સપોર્ટ મળશે એટલે ઝૂમનો વ્યાપ પણ વધશે.  

ઝૂમમાં એક સાથે ૧૦૦ લોકો ચર્ચા કરી શકે છે. એટલે કે કોઇ બિઝનેસ મિટીંગ હોય તો એક સાથે ૧૦૦ સાથેે ચેટીંગ થઇ શકે છે. 

ઇ લર્નીંગ સિસ્ટમમાં તે ખુબ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. ગુગલ હેન્ગ આઉટ સહીતની સર્વિસ ઝૂમ આગળ સામાન્ય એટલા માટે લાગે છે કે તેમાં એક સાથે બહુ ઓછા લોકો સાથે ચેટીંગ થઇ શકે છે.

ઝૂમની સફળતા જોયા પછી ગુગલે તેનું એકાઉન્ટ ધરાવતા કોઇને પણ ૧૦૦ લોકો સાથે ચેટીંગ કરવા માટેની સવલત ઉભી કરી આપી છે.

પરંતુ ગુગલ અને ફેસબુક સહિતની સર્વિસો મોડી પડી હતી. ગુગલના ક્રોમ બ્રાઉઝર, એન્ડ્રોઇડ કે આઇઓએસ સિસ્ટમ પરથી એપ્લિકેશનનો ઉપયોગ થઇ શકે છે.હવે બધા વચ્ચે સ્પર્ધા શરુ થઇ છે જેના કારણે વપરાશકારોને લાભ મળી રહ્યો છે.

ગુગલની મિટીંગ સર્વિસ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટેજ હતી પરંતુ ઝૂમે પડકાર ફેંક્યા પછી ગુગલે બધા માટે તે સર્વિસ ખુલ્લી મુકવી પડી હતી. ગુગલને એમ હતું કે તેની મિટીંગ સર્વિસ જેવી સિસ્ટમ કોઇ આપી શકસે નહીં પરંતુ ઝૂમે તેને ફેેર વિચારણા કરવાની ફરજ પાડી હતી. 

ઇન્ટરનેટ ક્ષેત્રે વપરાશકારોની માંગ પ્રમાણે નવી એપ્લિકેશનો બનતી હોય છે. મોટા ભાગના સંશાધનો ગુગલ, ફેસબુક કે વોટ્સઅપ જેવા માધ્યમો સાથે સંકળાયેલા હોય છે. ૨૦ દેશોની ૯૦,૦૦૦ સ્કુલો ઝૂમનો ઉપયોગ કરે છે.

ઝૂમનો વપરાશ ભારતમાં પણ મોટો પાયે વધ્યો છે. સવારના યોગા ક્લાસથી શરુ કરીને સંધ્યા પૂજા સુધીના સેટીંગ ઝૂમ પર જોવા મળે છે. બપોરના ભાગેે રસોઇ બનાવતા પણ શીખવાડાય છે. ધ્યાન કરતી વખતના સંગીત પણ જોવા મળે છે. 

ફેસબુકે ૫૦ લોકોના મેસેન્જર રુમ માટેની સવલતો  ઉભી કરી છે. પરંતુ  આવી તમામ સવલતો હજુ ઝૂમના વપરાશકારોને પોતની તરફ ખેંચી શકી નથી. ઇન્ટરનેટ જાયન્ટ્સની યાદીમાં આવતી કંપનીઓ જ્યારે ઝૂમની કોપી કરે ત્યારે વપરાશકારો તેમને બહુ ચાન્સ નથી આપતા.

ભારતમાં લોકડાઉન દરમ્યાન યોગા ક્લાસીસથી માંડીને ઓનલાઇન ટીચીંગમાં ઝૂમનો મોટા પાયે ઉપયોગ થઇ રહ્યો છે.

ઝૂમના ફાઉન્ડર એરિક વુઆન પહેલાં સિસ્કો વેબ્ક્સમાં હતા. ૪૦ આઇટી નિષ્ણાતો સાથે તેમણે ૨૦૧૧માં ઝૂમની શરુઆત કરી હતી. ઓનલાઇન ડિજીટલ કોમ્યુનિકેશન ક્ષેત્રે તેમની ટિમે ચમત્કાર સર્જ્યો હતો.

ઝૂમને હેકર્સ આસાનીથી ટાર્ગેટ બનાવી શકે છે. ઝૂમ પોતે કબૂલે છે કે સિસ્ટમ પરના ડેટા ચોરવા હેકર્સ વારંવાર પ્રયાસ કરે છે. ભારત સરકારે એવી સૂચના ફરતી કરી છે કે ઝૂમ એ ભરોસા પાત્ર પ્લેટફોર્મ નથી. તે હેકર્સના ટાર્ગેટ પર છે. ઝૂમ બાબતે સરકાર લોકોને ગમે એેટલું ચેતવે પરંતુ સરકાર જ્યાં સુધી લોકોને વિકલ્પ નહીં આપે ત્યાં સુધી લોકો ઝૂમને છોડવાના નથી.

ભારતની કોઇ આઇટી કંપની ઝૂમ જેવી એપ્લિકેશન બનાવી શકી નથી તે કમનસીબી કહી શકાય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો