ભારતે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કરતા ભડકી ઉઠ્યુ ચીન
બેઇજિંગ, તા.28 એપ્રિલ 2020, મંગળવાર
હલકી ગુણવત્તા ધરાવતી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટનો ભારતે ઓર્ડર કેન્સલ કર્યા બાદ ચીન ભારત પર ભડક્યુ છે.
હલકી ગુણવત્તાવાળી રેપિડ ટેસ્ટ કિટ માટે દિલગીરી વ્યક્ત કરવાની જગ્યાએ ચીને ઉલટાનુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ટેસ્ટ કિટની ગુણવત્તા અંગેના નિવેદન પર જ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યુ છે કે, કેટલાક લોકો પોતાના પક્ષપાતી વલણના કારણે ચીનની કિટને ખામીયુક્ત કહી રહ્યા છે.
ભારતમાં ચીનના દૂતાવાસે એક નિવેદન આપીને કહ્યુ હતુ કે, ચીનમાં પ્રોડકટની ગુણવત્તાને પ્રાધાન્ય આપવામાં આવ છે. રેપિડ ટેસ્ટિંગ કિટને ખામીયુક્ત ગણાવવી અન્યાય છે. અમે આશા રાખીએ છે કે, ભારત ચીનની સંવેદનશીલતાનુ સન્માન કરશે અને આ સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ લાવશે.
ભારતે પહેલા જ કહ્યુ હતુ કે, ટેસ્ટિંગ કિટનુ પ્રદર્શન સારુ રહ્યુ નથી અને ભારતે આ કિટનો ઓર્ડર કેન્સલ કર્યો છે. ભારત તરફથી કોઈ પેમેન્ટ કરવામાં આવ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે, ચીનની ખામીયુક્ત કિટોને લઈને બીજા દેશો પણ સવાલ ઉઠાવી ચુક્યા છે.
Comments
Post a Comment