ભારતમાં 26 જુલાઇ સુધીમાં કોરોનાનો અંત આવે તેવી શક્યતા : રિસર્ચ

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર 

વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દુનિયાભરના કેટલાય દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક દિવસ રાત એક કરીન કોરોનાને હરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સિંગાપુર યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના સંશોધનકારોએ દાવો કર્યો છે કે 9 ડિસેમ્બર સુધીમાં દુનિયાભરમાં કોરોના ખતમ થઇ શકે છે. ભારત વિશે અંદાજો લગાવતા કહ્યુ છે કે ભારતમાં 26 જુલાઇ સુધીમાં કોરોના ખતમ થઇ શકે છે.  

કોરોના વાયરસે દુનિયાને ઘરમાં કેદ કરી રાખ્યા છે. લોકોને એક જ વાત પરેશાન કરી રહી છે આ કોરોનાનો અંત ક્યારે આવશે. શું લોકડાઉન ખુલ્યા પછી પણ કોરોનાથી ક્યારે મુક્તિ મળશે. સિંગાપુર યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના સંશોધનકારોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ મારફતે દુનિયાને આશાવાદી માહિતી આપી છે. 

અભ્યાસ અનુસાર, દુનિયાના તમામ દેશમાંથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કોરોનાનો અંત આવી જશે. અભ્યાસમાં જણાવ્યું છે કે અમેરિકામાં 27 ઑગષ્ટ, સ્પેનમાં 7 ઑગષ્ટ, ઇટલીમાં 25 ઑગષ્ટ અને ભારતમાં 26 જુલાઇ સુધીમાં કોરોના ખતમ થઇ જશે. 

સંશોધનકારોએ આ મહામારી ખતમ થવાના ત્રણ અંદાજિત સમય વિશે માહિતી આપી હતી. અભ્યાસમાં દરેક દેશના વાતાવરણ અને ત્યાંની કોરોનાની સ્થિતિ, મૃત્યુઆંક અને ઠીક થઇ રહેલા દર્દીઓની સંખ્યાને આધારે આ અંદાજ કાઢવામાં આવ્યો છે. આ અંદાજ અનુસાર ચીનમાં કોરોનાના અંતનો સમય 9 એપ્રિલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. શોધ અનુસાર દુનિયાભરમાં 97 ટકા 30 મે સુધી અને 99 ટકા 17 જૂન સુધી અને 100 ટકા 9 ડિસેમ્બર સુધીમાં કોરોનાનો અંત આવશે. 

ભારતમાં 97 ટકા કેસ 22 મે સુધીમાં, 99 ટકા કેસ 1 જૂન સુધી અને 100 ટકા કેસ 26 જુલાઇ સુધીમાં કોરોનાનો અંત આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો