કોરોના સામે જંગ જીતીને ઓફિસ પાછા ફર્યા બ્રિટિશ PM બોરિસ જ્હોનસન


લંડન, તા. 27 એપ્રિલ 2020 સોમવાર

મહામારી કોરોના વાઈરસ સામે જંગમાં વિજય મેળવનાર બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પોતાની ઓફિસમાં સોમવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી ફરીથી કામકાજ શરૂ કર્યું હતું. બોરીસ જ્હોનસનને કોરોના વાઈરસથી ચેપ લાગ્યાં બાદ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. બોરિસ જ્હોનસને તેમના કેબિનેટ સાથીઓને કહ્યું કે તે કોરોનાની સારવાર બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પોતાનું કામ શરૂ કરશે.

સ્વસ્થ થયા પછી, બોરિસ જ્હોનસન આત્મવિશ્વાસથી ભરપુર દેખાતા હતા. જો કે, તેમની સામે દેશને કોરોનાથી બચાવવા અને અર્થવ્યવસ્થાને સંભાળવા જેવાં ઘણા પડકારો રાહ જોઈ રહ્યા છે. બ્રિટન દુનિયાનાં એવાં દેશોમાં આવે છે, જ્યાં કોરોનાને કારણે જાન અને માલનું નુકસાન સૌથી મોટા પ્રમાણમાં થયુ છે. જ્હોન્સનની સામે કોરોના સામે ઝઝૂમી રહેલાં દેશને સકારાત્મક સંદેશ આપવાનો પડકાર પણ છે.

કોરોનાથી ચેપ લાગતા પહેલા જ્હોનસને રોગચાળા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ખુદ ન્યુઝ એજન્સી રોઇટર્સ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે કોરોના વાઈરસ તેને હાથ મિલાવતા અટકાવશે નહીં.

બોરિસ જોહ્ન્સને કહ્યું કે હું કહેવા માંગુ છું કે હું હાથ મિલાવી રહ્યો છું. હું બીજી રાત એક હોસ્પિટલમાં હતો, જ્યાં ખરેખર કેટલાક કોરોના વાઈરસના દર્દીઓ હતા અને મેં બધા સાથે હાથ મિલાવ્યા, તમને જાણીને આનંદ થશે અને હું હાથ મિલાવતો રહીશ.

બોરિસ જ્હોનસન માર્ચમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને એપ્રિલની શરૂઆતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બોરીસ જોહ્ન્સન બીમાર હતા ત્યારે વિદેશ પ્રધાન ડોમિનિક રાબે ચાર્જ સંભાળી રહ્યા હતા.

બોરિસ જોહ્ન્સનને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બકિંગહામશાયરમાં આવેલા તેમના વડા પ્રધાન નિવાસ સ્થાને સ્વસ્થ થઈ રહ્યા હતા. કોરોના પોઝિટિવ બન્યા બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને આઈસીયુ લઈ જવા પડ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સારા  સ્વાસ્થ્ય માટે કામના કરી ટ્વિટ કર્યું હતુ.

12 એપ્રિલે થયા હતા ડિસ્ચાર્જ

બોરિસ જ્હોનસનને કોરોનામાં ચેપ લાગ્યો હતો. તેમણે એક અઠવાડિયું હોસ્પિટલમાં વિતાવ્યું અને 12 એપ્રિલે તેમને રજા આપવામાં આવી. ડિસ્ચાર્જ થયા પછી, જોહ્ન્સનને ખાસ કરીને પીટરમા અને તેના ન્યુઝીલેન્ડ મૂળના સહાયક જેની મેકગીને ઉલ્લેખ કરતાં કહ્યુ હતુકે આ નર્સોએ તેની સંભાળ રાખી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો