રમઝાનમાં પહેલા કરતા વધારે ઈબાદત કરીએ જેથી ઈદ પહેલા કોરોના ખતમ થાયઃ પીએમ મોદી


નવી દિલ્હી, તા. 26. એપ્રિલ 2020 રવિવાર

પીએમ મોદીએ મન કી બાતમાં રમઝાનના પવિત્ર મહિનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ આજે મન કી બાતમાં કહ્યુ હતુ કે, રમઝાનનો પવિત્ર મહિનો શરુ થઈ ગયો છે. કોઈએ વિચાર્યુ નહી હોય કે, રમઝાનમાં આટલી મોટી મુસિબત આવશે પણ જ્યારે વિશ્વમાં કોરોના વાઈરસની મુસિબત છે જ ત્યારે આપણે સેવાભાવનુ ઉદાહરણ રજુ કરવાનુ છે.આપણે પહેલા કરતા વધારે ઈબાદત કરીએ કે જેથી ઈદ પહેલા આ બીમારી ખતમ થઈ જાય અને ધૂમધામથી ઈદ મનાવી શકાય.

આ પહેલા મોદીએ આજે અખાત્રીજનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, આજના દિવસે પાંડવોને અક્ષયપાત્ર પ્રાપ્ત થયુ હતુ.જેમાં ક્યારેય ભોજન ખતમ નહોતુ થતુ. ખેડૂતો પણ એ જ વિચારીને મહેનત કરતા હોય છે કે, કોઈની પાસે ભોજન ઓછુ ના થાય. આજના દિવસે આપણે પર્યાવરણ, જંગલ અને નદીઓ અંગે પણ વિચારવાની જરૂર છે. જો તે જીવતા હશે તો આપણે જીવતા રહીશું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો