લદ્દાખમાં LAC પાસે આર્મી અને વાયુસેનાનો યુદ્ધાભ્યાસ, ગરજ્યા ભારતના ફાઈટર પ્લેન


લેહ, તા. 26 જૂન 2020, શુક્રવાર

ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય સેના અને વાયુસેનાએ લેહમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ યુદ્ધાભ્યાસમાં ફાઈટર અને ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ થયા હતા. યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય બંને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો હતો તથા તેમાં સુખોઈ લડાકુ વિમાન અને ચિનુક હેલિકોપ્ટર સામેલ થયા હતા. 

હકીકતે ભારતીય સેનાને ખબર છે કે વર્તમાન તણાવના કારણે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર રક્ષા કવચને ઘટાડી ન શકાય. હાલ ગાલવાન ઘાટી, પૈંગોંગ લેક અને દોલત બેગ ઓલ્ડી વિસ્તારોમાં ચીની સેના પહેલાની માફક જ તૈનાત છે. આ સંજોગોમાં ભારત કોઈ પણ સ્તરે પોતાની તૈનાતી ઓછી નથી રાખવા માંગતું. 

લદ્દાખના લેહ ક્ષેત્રમાં ભારતીય સેના અને વાયુસેનાનો એક ભારે મોટો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. તેમાં ભારતીય સેનાના સુખોઈ-30 એમકેઆઈ અત્યાધુનિક લડાકુ વિમાન ભાગ લઈ રહ્યા છે. સાથે જ સેનાનો લોજિસ્ટિક્સ અને સિપાહીઓને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા હરક્યુલિસ અને અલગ-અલગ માલવાહક વિમાનો પણ હિસ્સો લઈ રહ્યા છે. 

આ યુદ્ધાભ્યાસમાં ચિનુક હેલિકોપ્ટર, મી-17 હેલિકોપ્ટર પણ હિસ્સો લઈ રહ્યા છે. યુદ્ધાભ્યાસ દરમિયાન સુખોઈ-30 એ આકાશમાં સુરક્ષાઘેરો બનાવ્યો અને ત્યાર બાદ સેનાના માલવાહક વિમાન લોજિસ્ટિક, તોપ અને સિપાહીઓને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા કોઓર્ડિનેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે તણાવ વચ્ચે ભારતીય સેના અને વાયુસેનાનો યુદ્ધાભ્યાસ ખૂબ જ મહત્વનો છે. જાણવા મળ્યા મુજબ સેનાનો આ પ્રકારનો યુદ્ધાભ્યાસ નિરંતર ચાલતો રહેશે. થોડા દિવસો પહેલા ચીની સેનાના યુદ્ધાભ્યાસનો વીડિયો પણ સામે આવ્યો હતો. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો