આજે PM કરશે આત્મનિર્ભર UP રોજગાર અભિયાનની શરૂઆત, જાતે જ વહેંચશે નિયુક્તિ પત્ર


લખનૌ, તા. 26 જૂન 2020, શુક્રવાર

ઉત્તર પ્રદેશ સરકાર આજે પ્રવાસી મજૂરો માટે રોજગારની ભેટ રજૂ કરી રહી છે. યુપી સરકારે કરેલા દાવા પ્રમાણે સરકાર રાજ્યમાં એક કરોડ રોજગાર ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ યોજનાને આત્મનિર્ભર યુપી રોજગાર અભિયાન એવું નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ યોજનાની શરૂઆત કરશે.

જેટલા પણ ઔદ્યોગિક એકમો લોકડાઉન દરમિયાન બંધ હતા તે તમામને 18મી જૂન બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. તેમાં કુલ 7,08,000 ઔદ્યોગિક એકમોમાં આશરે 42 લાખ કામદારોને સમાવી લેવામાં આવશે. સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના પ્રમુખ સચિવ નવનીત સહગલના કહેવા પ્રમાણે યોગી સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું રોજગાર પ્રબંધન કામ કરવા જઈ રહી છે જેમાં અનેક લોકોને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોકરીની ચિઠ્ઠી આપશે.

PM મોદી આપશે નોકરીની ચિઠ્ઠી

નવનીત સહગલના કહેવા પ્રમાણે 29મી મેના રોજ જે પ્રમુખ ઔદ્યોગિક સંસ્થાઓએ એક એમઓયુ પર હસ્તાક્ષર કરીને મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોને રોજગાર ઉપલબ્ધ કરાવશે તેવો નિર્ણય લીધો હતો તે તમામ સંસ્થાઓ 11 લાખ પ્રવાસી મજૂરોને રોજગાર આપવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંસ્થાઓ તરફથી બે લાખ પ્રવાસી મજૂરોને નિયુક્તિ પત્ર સોંપશે. 

આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઔદ્યોગિક એકમોની સહાય માટે બેંકો દ્વારા 20 ટકા વધારાની ધનરાશિ લોન તરીકે ઉપલબ્ધ કરાવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉત્તર પ્રદેશના 2,21,000 એકમોને 5,000 કરોડની લોન વહેંચી આપશે. 

સવા લાખ નવા એકમોને 4,000 કરોડની લોન

વડાપ્રધાન મોદી રોજગાર મેળા સિવાય સવા લાખ નવા એકમોને આશરે 4,000 કરોડની લોન આપશે જેના વડે ચાર લાખ લોકોને રોજગાર મળે તેવી આશા છે. 

બાંધકામ કંપનીઓ દ્વારા 1.25 લાખ કામદારોને નિયુક્તિ પત્ર

એક અહેવાલ પ્રમાણે ખાનગી નિર્માણ કંપનીઓ દ્વારા 1.25 લાખ કામદારોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે. વિશ્વકર્મા શ્રમ સન્માન અને ઓડીઓપી યોજના અંતર્ગત 5,000 કામદારોને ટૂલ કિટ આપવામાં આવશે જેથી આ મજૂરો સ્વાવલંબી બનીને કામ કરી શકે. 

કામદારો સાથે સંવાદ કરશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મજૂરો અને કામદારો સાથે સંવાદ પણ કરશે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી ગોરખપુર, જાલૌન સહિત છ જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરશે અને મહિલાઓ પણ વડાપ્રધાન સાથે પોતાના અનુભવો શેર કરશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન સૌથી વધારે 35 લાખ પ્રવાસી મજૂરો ઉત્તર પ્રદેશ પરત આવ્યા છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો