LoC ખાતે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક ભારતીય જવાન શહીદ
જમ્મુ, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર નાપાક પાકિસ્તાન નિયંત્રણ રેખા (LoC) ખાતે પોતાની હરકતોમાંથી ઉંચુ નથી આવી રહ્યું. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટર અને બાલાકોટ સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બાલાકોટમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે એક ભારતીય જવાન શહીદ થયા છે. પાકિસ્તાને પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટરમાં મોર્ટાર સાથે ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણે ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ તરફ બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના ગોળીબારના કારણે એક ભારતીય જવાન શહીદ થયા હતા. બાલાકોટમાં પાકિસ્તાને અડધી રાતે ફાયરિંગ કર્યું હતું જેના કારણે ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ બધા વચ્ચે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સ્થાનિક લોકોએ કરેલા દાવા પ્રમાણે તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન ઉડતું જોયું હતું. ત્યાર બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી કશું મળ્યાની સૂ