ભારત બીજા દેશોની કોઈ એજન્ડા વગર મદદ કરે છે, નામ લીધા વગર PM મોદીના ચીન પર પ્રહાર

નવી દિલ્હી, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર

પીએમ મોદીએ ચીન પર જબરદસ્ત પ્રહારો કર્યા છે.ભારતની મદદથી તૈયાર થયેલા મોરેશિયસના સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગે પીએમ મોદીએ પોતાના પ્રવચનમાં નામ લીધા વગર ચીનને નિશાન બનાવ્યુ હતુ.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત એવો દેશ નથી જે વિકાસના પ્રોજેક્ટમાં મદદ કરવાના બહાને બીજા દેશોને પોતાની જાળમાં ફસાવે અને પછી તેને પોતાનુ ખંડિયો દેશ બનાવાની કોશીશ કરે.ઈતિહાસે અમને શીખવાડ્યુ છે કે, વિકાસમાં ભાગીદારીના નામે સંખ્યાબંધ દેશોને મજબૂર કરવામાં આવ્યા છે.જેનાથી જ સામ્રાજ્યવાદના પાયા નંખાયા હતા અને એ પછી વિશ્વમાં અલગ અલગ જુથો બન્યા હતા.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત બીજા દેશોની આઝાદી અને વિવિધતાનુ સન્માન કરે છે.ભારતની બીજા દેશો સાથે વિકાસની ભાગીદારીના કેન્દ્રમાં વિવિધતા, ભવિષ્યનો ખ્યાલ રાખવામાં આવતો હોય છે.ભારત હંમેશા પોતાના ભાગીદારનુ સન્માન કરે છે.આ જ કારણ છે કે, ભારત બીજા દેશમાં જ્યારે કોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરે છે ત્યારે કોઈ શરત મુકતુ  નથી.

તેમણે કહ્યુ હતુ કે, ભારતની ભાગીદારીના એક કરતા વધારે દ્રષ્ટિકોણ છે.આજે ભારત બીજા દેશો સાથે સંસ્કૃતિ, ઉર્જા, આઈટી, સ્પોર્ટસ, સાયન્સ એમ તમામ ક્ષેત્રમાં કામ કરી રહ્યુ છે.ભારતને અફઘાનિસ્તાનમાં સંસદ ભવન બનાવવાનુ અને નાઈજરમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર બનાવવાની ખુશી છે.આ માટે ભારતનો કોઈ એજન્ડા નથી હોતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો