રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1144 નવા કેસ નોંધાયા, 24ના મોત, 783 સ્વસ્થ થયાં

અમદાવાદ, તા. 28 જુલાઈ 2020, બુધવાર

રાજ્યમાં કોરોનાની ગતિ યથાવત્ જ છે દરરોજ 1 હજારથી વધારે કેસ નોંધાય રહ્યાં છે. આજે પણ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 1100 પાર રહ્યો. જો કે સ્વસ્થ થતાં દર્દીઓનો આંકડો રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1144 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 24 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2396 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 783 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1144 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 207 અને જિલ્લામાં 84 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 141 અને જિલ્લામાં 11 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 72 અને જિલ્લામાં 23 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 40 અને જિલ્લામાં 40 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,446 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 43,195 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2396 થયો છે.

દેશમાં 1લી ઓગસ્ટથી અનલોક-3 માટેની ગાઈડલાઈન જાહેર

કેન્દ્ર સરકારે અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ગૃહમંત્રાલય તરફથી જાહેર દિશાનિર્દેશમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની મંજુરી આપી દીધી છે. આ સાથે નાઈટ કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે. મેટ્રો, રેલ અને સિનેમા ગૃહો પર  પ્રતિબંધ યથાવત્ રહેશે. શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

ઓગસ્ટમાં આવતા તમામ તહેવારોની ઉજવણી મોકૂફ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારોની ઉજવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ રાખવામાં આવશે. ભાદરવી પૂનમ, જન્માષ્ટમી, સંવત્સરીની ઉજવણી થશે નહીં. તેમજ તાજિયા જુલુસ પણ યોજાશે નહીં, જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો નવરાત્રી પણ નહીં થાય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો