ચીનને વધું એક ઝટકો, ચાઇનીઝ કલર ટીવી પર પ્રતિબંધ

નવી દિલ્હી, 30 જુલાઇ 2020 ગુરૂવાર

કેન્દ્ર સરકારે ચીનને વધુ એક ઝાટકો આપતા કલર ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનો અને અન્ય દેશો, ખાસ કરીને ચીનનાં રંગીન ટીવીની આયાતને હતોત્સાહિત કરવાનો છે. ડીજીએફટીએ એક સૂચનામાં જણાવ્યું કે, કલર ટેલિવિઝન માટેની આયાત નીતિ બદલી દેવામાં આવી છે. આને હવે ફ્રિ થી પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.

કોઇ સામાનને પ્રતિબંધિત કેટેગરીમાં નાંખવાનો મતલબ છે કે, તે સામાનની આયાત કરનારાને આ માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રે઼ (ડીજીએફટી)થી લાઇસન્સ લેવાનું રહેશે. ડીજએફટી વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે. ભારતમાં સૌથી વધુ ટીવી ચીનથી જ આયાત થાય છે. સરકારના આ પગલા બાદ ચીનને જોરદાર ઝાટકો વાગવાનું નક્કી છે.

ભારત નિયંત્રણ રેખા (LAC) પર ચીનની આક્રમક્તાનો સખત જવાબ આપી રહ્યું છે, ત્યારે તેને અર્થવ્યવસ્થાના મોરચા પર પણ તેને જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. સરકારે સરકારી ખરીદીમાં ચાઇનીઝ કંપનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે ચીની કંપનીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી કોઈપણ પ્રકારની સરકારી ખરીદી માટે બોલીમાં ભાગ લઈ શકશે નહીં. પહેલાથી જ એપ્રિલમાં, LAC પર થયેલી તંગદિલી પહેલા જ  ભારતે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)  સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેથી કોરોના રોગચાળા દ્વારા સર્જાયેલી નાજુક પરિસ્થિતિનો લાભ લઇને ચીનની કંપનીઓ સ્થાનિક કંપનીઓને કબજો ન લઈ શકે.

રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મોદી સરકાર ટિકટોક, હેલો, યુસી બ્રાઉઝર જેવી 59 ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી ચુકી છે. તાજેતરમાં કેટલીક વધુ એપ્લિકેશનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં તેના કરોડો યૂઝર્સ છે. પ્રતિબંધથી ચીનને જોરદાર ઝટકો લાગ્યો છે. અને તેણે સ્વીકાર્યું પણ છે કે તે અબજો રૂપિયાનું નુકસાન થશે. આ ઉપરાંત ચીનની કંપનીઓના ઘણા કરાર પણ રદ થયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે