જાણો વાયુસેનાની ગોલ્ડન એરો સ્કવોડ્રનને જેમાં સામેલ થશે રાફેલ

નવી દિલ્હી, તા.28 જુલાઈ 2020, મંગળવાર

ભારતીય એરફોર્સમાં અત્યાધુનિક રાફેલ વિમાનના સામેલ થવાની ઘડીઓ ગણાઈ રહી છે.

રાફેલ વિમાન બુધવારે ભારતમાં આવી પહોંચશે અને વાયુસેનાની 17મી ગોલ્ડન એરો નામથી ઓળખાતી સ્કવોડ્રનો હિસ્સો બનશે.રાફેલ વિમાનોની સાથે સાથે આ સ્કવોડ્રન પણ ચર્ચામાં આવી ગઈ છે.

ગોલ્ડન એરો સ્કવોડ્રનનો ઈતિહાસ પણ તેના નામની જેમ જ સુવર્ણમય રહ્યો છે. ગોલ્ડન એરો સ્કવોડ્રનના વિમાનોએ પાકિસ્તાન સાથે થયેલા બે યુધ્ધમાં ભાગ લીધો હતો.એ પછી તેને 2016માં નિવૃત્ત કરી દેવાઈ હતી.તે વખતે તેમાં મિગ 21 વિમાનો સામેલ હતા.જુના પુરાણા મિગ વિમાનોને વાયુસેનામાંથી રિટાયર કરવાની કામગીરી ચાલી રહી છે.જેના પગલે આ સ્કવોડ્રનના વિમાનોને વિદાય કરાયા બાદ સ્કવોડ્રન પણ રિટાયર કરી દેવાઈ હતી.

જોકે રાફેલ વિમાનોને સામેલ કરવા માટે ગોલ્ડન એરો સ્કવોડ્રનને ફરી જીવતી કરાઈ છે.ગોલ્ડન એરો સ્કવોડ્રનની રચના 1 ઓક્ટોબર 1951ના રોજ થઈ હતી.તે વખતે તેમાં હાવર્ડ -2 બી પ્રકારના વિમાનો સામેલ હતા.1957માં તેનુ સ્થાન હોકર હંટર પ્રકારના વિમાનોએ અને 1975માં મિગ -21 વિમાનોએ લીધુ હતુ.

ગોલ્ડન એરો સ્કવોડ્રને ગોવાને પોર્ટુગીઝોના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે 1961માં હાથ ધરાયેલા લશ્કરી અભિયાનમાં ભાગ લીધો હતો.1971ના ભારત પાક યુધ્દમાં અને 1999માં કારગીલ વોરમાં તેના વિમાનોએ ભાગ લીધો હતો.તે વખતે બી એસ ધનોઆ આ સ્કવોડ્રનના વિંગ કમાન્ડર હતા.હાલમાં તેઓ વાયુસેનાના ચીફ છે.

ગોલ્ડન એરો સ્કવોડ્રનનો નવો પેચ તૈયાર કરાયો છે.જેને આસામના યુવકે બનાવ્યો છે.સૌરવ ચિરોડિયા નામનો યુવક એક ગેમિં ગકંપનીમાં કામ કરે છે.આ પહેલા સૌરવે તેજસ સ્કવોડ્રન માટે અને સૂર્ય કિરણ વિમાનોની ટી મમાટે પણ પેચ તૈયાર કરેલા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે