UNLOCK-3ની ગાઈડલાઈન જાહેર, રાત્રી કર્ફ્યૂ નહી રહે, શાળા, કોલેજ 31 ઓગસ્ટ સુધી બંધ
નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2020, બુધવાર
કેન્દ્ર સરકારે અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ગૃહમંત્રાલય તરફથી જાહેર દિશાનિર્દેશમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની મંજુરી આપી દીધી છે. આ સાથે નાઈટ કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે. મેટ્રો, રેલ અને સિનેમા ગૃહો પર પ્રતિબંધ યથાવત્ રહેશે.
સરકારે કહ્યું છે કે, સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવશે. આ સિવાય અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોટનું પાલન કરવું પડશે જેમ કે માસ્ક પહેરવું.
ગૃહમંત્રાલયે જણાવ્યું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
સરકારની આ નવી ગાઈડલાઈન કંટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તાર માટે છે. 1લી ઓગસ્ટથી અનલોક-3 લાગૂ થઈ જશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આજે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી મળેલા ફીડબેકના આધાર પર છે. સંબંધિત મંત્રાલયો અને વિભાગો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે.
Comments
Post a Comment