અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા જ રામમંદિરના પૂજારી સહિત 16 સુરક્ષા કર્મી કોરોના પોઝિટિવ
લખનૌ, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર
અયોધ્યામાં નવા રામ મંદિરના 5 ઓગસ્ટે થનારા શિલાન્યાસ પહેલા જ રામલલાના એક પૂજારી સહિત મંદિરની સુરક્ષામાં લાગેલા એક ડઝન જેટલા સુરક્ષા કર્મીઓને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે.
આ ખબર આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.આ તમામને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
5 ઓગસ્ટે પીએમ મોદી પણ શિલાન્યાસ માટે આવી રહ્યા છે ત્યારે જ અયોધ્યામાં રામ મંદિર સ્થળે કોરોનાની એન્ટ્રીના કારણે અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા છે. બીજી તરફ કાર્યક્રમ માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જેમને કોરોના થયો છે તે સહાયક પૂજારી રામલલા મંદિરના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. પોઝિટિવ પૂજારીને હાલમાં હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને બીજા લોકોના પણ સેમ્પલ લેવાઈ રહ્યા છે. દરમિયાન રામ મંદિર પરિસરના સેનિટાઈઝેશનનુ કામ પણ પૂરજોશમાં શરુ કરી દેવાયુ છે.
Comments
Post a Comment