ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની કોઈ ચિંતા નથીઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પ્રદુષણના મુદ્દે ચીનની સાથે સાથે ભારતની પણ ટીકા કરી છે.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા પર કાબૂ મેળવાવ માટે થયેલુ પેરિસ એગ્રિમેન્ટ એક તરફી હતુ અને એટલે જ અમેરિકાએ તેમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો.કારણકે ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની ચિંતા નથી પણ અમેરિકા પોતાના દેશની હવાની પરવા કરે છે.

ઉલ્લેખનીય છે કે, 2017માં થયેલા પેરિસ એગ્રીમેન્ટમાં સામેલ થવાનો ટ્રમ્પે ઈનકાર કરી દીધો હતો.આ કરારમાં પર્યાવરણ માટે હાનિકારક ગ્રીન હાઉસ ગેસોનુ ઉત્સર્જન ઓછુ થાય તે માટે પગલા ભરવા પર ભાર મુકાયો હતો.કરારના ભાગરુપે ભારત જેવા વિકાસશીલ દેશોને તેમાં થોડી રાહત આપવાની વાત હતી.

આ મુદ્દે ટ્રમ્પે ફરી કહ્યુ છે કે, આ કરાર પર અમેરિકાએ સહીઓ કરી હોત તો અમેરિકાની અગણિત નોકરીઓ અને ફેક્ટરીઓ ચીન અને તેના જેવા બીજા પ્રદુષણ ફેલાવતા દેશો પાસે જતી રહી હતી.ચીન પોતે તો પોતાના પર્યાવરણની ચિંતા કરતુ નથી,ભારત પણ કરતુ નથી અને નથી રશિયા કરતુ.હું જ્યાં સુધી અમેરિકાનો રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી અમેરિકા ફર્સ્ટની નીતિ લાગુ રહેશે.

તેમણે કહ્યુ હતુ કે, ઘણા વર્ષો સુધી આપણે બીજા દેશોને પ્રાથમિકતા આપતા રહ્યા છે પણ હવે આપણો દેશ આપણી પ્રાથમિકતા છે.પેરિસ કરારથી અમેરિકાને અબજો ડોલરનો ફટકો પડ્યો હોત,અમેરિકા વૈશ્વિક સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જાત.મારી સરકારે ઓબામા પ્રશાસનના આ કરાર પર સહી કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો.આ કરાર પર સહી નહી કરવાના કારણે 70 વર્ષમાં પહેલી વખત અમેરિકા ઉર્જાની નિકાસ કરનાર દેશ બન્યો છે.આજે અમેરિકા ઓઈલ અને ગેસના ઉત્પાદનમાં નંબર વન છે.

આ પહેલા પણ ભારત અને ચીન પર નિશાન સાધીને ટ્રમ્પ કહી ચુક્યા છે કે, ભારત અને ચીન જેવા દેશ પોતાના દેશમાં પ્રદુષણને ઘટાડવા કશું કરી રહ્યા નથી.તેઓ પોતાનો કચરો સમુદ્રમાં વહાવી દે છે અને તે વહીને અમેરિકા સુધઈ આવતો હોય છે.પણ તેના પર કોઈ વાત નથી કરતુ.બસ બધા અમેરિકા માટે કહે છે કે, અમારે વધારે પ્લેનના ઉડાવવા જોઈએ અને બીજા નિયંત્રણો મુકવા જોઈએ.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો