રાજકારણમાં મોટા ચાંલ્લાવાળી મહિલાઓનો દબદબો રહ્યો છે..

- સુષ્મા સ્વરાજ, બ્રિન્દા કરાત, દીપા દાસ મુન્શી વગેરેએ રાજકારણમાં પોતાની ઓળખ ઉભી કરી છે

સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને એક સમયે એેટલે કે જ્યારે  જ્યોર્ર્જ ફર્નાન્ડીસનો સિક્કો ભારતના રાજકારણમાં રણકતો હતો ત્યારે જયા જેટલીની પણ બોલબાલા હતી. બે દાયકાથી ચાલ્યા આવતા ભ્રષ્ટાચારના કેસમાં તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. તેમને સજા થશે. જયા જેટલી તેમના કપાળ પરના મોટા આંઠ આના જેવા ચાંલ્લા માટે જાણીતા છે.

ભારતના રાજકારણમાં કપાળ પર મોટો આંઠ આના જેટલો ચાંલ્લો કરતી મહિલા રાજકારણીઓની સંખ્યા હવે ઘટતી જાય છે. મોટો ચાંલ્લો ચહેરા પર આકર્ષક લાગતો હોય છે. તેવા લોકો અલગ તરી આવે છે. આવી મોટા ચાંલ્લેા કરતી મહિલા રાજકારણીઓ માંડ બે આગંળીના વેઢેે ગણાય એટલી છે.જેમાં  દિવંગત સુષ્મા સ્વરાજ, બ્રિન્દા કરાત, દિપા દાસ મુન્શી,ક્રિષ્ના તીરથ, સુભાષિની અલી,અંબિકા સોની વગેરેનો સમાવેશ થાય છે. સ્મૃતિ ઇરાની કપાળે મોટો ચાંલ્લો કરે છે પરંતુ તે બ્રિન્દા કરાત જેટલો મોટો નથી હોતો. મહિલા રાજકારણીઓ બિન્દી લગાવતી હોય છે પરંતુ હવે મોટો આંઠ આના જેવેા ચાંલ્લો ભાગ્યેજ જોવા મળે છે. નાણા પ્રધાન સીતા રામન બિંદી લગાવે છે.

 સુષ્મા સ્વરાજ કપાળે મોટો ચાંલ્લેા ગર્વભેર લગાવતા હતા. તે વિદેશ પ્રવાસે જતા ત્યારે પણ અને વિદેશના પ્રધાનોને મળતા ત્યારે પણ પોતાના ચાંલ્લાની ટેવ અંગે દરેક ને કહેતા. તે જ્યારે ગુજરાતી કોમ્યુનિટીને વિદેશમાં મળતા ત્યારે તેમને ચૂડી-ચાંલ્લાના સંસ્કૃતિની યાદ અપાવતા હતા.

સીપીઆઇ(એમ)ના ભૂતપૂર્વ પ્રમુખના પત્નિ અને રાજ્યસભાના  ભૂતપૂર્વ સભ્ય બ્રિન્દા કરાતની ઓળખ પણ તેમના કપાળે મોટા ચાંલ્લાના કારણે થતી હતી. કોઇએ તેમને તેમની નિયમિત ચાંલ્લાની ટેવ અંગે પૂછ્યું  ત્યારે  તેમણે કહ્યું હતું કે મારું કપાળ મોટું છે માટે ચાંલ્લાને મેં આભૂષણ બનાવી દીધો છે. બ્રિન્દા કરાત ૨૪ કલાક ચાલ્લો રાખે છે.

કરાત કપલ એેટલે કે પ્રકાશ અને બ્રિન્દા કરાતે લગ્ન વખતે નક્કી કર્યું હતું કે આપણે ડાબેરી વિચારને આગળ વધારવાનો છે માટે સંતાન નહીં લાવીયે. બ્રિન્દાના બહેન પણ લલાટે મોટો ચાંલ્લો કરે છે. તે ટીવી માધ્યમ સાથે જોડાયેલા છે અને પ્રણવ રોયના પત્ની છે. દીપાદાશ મુન્શી કોંગ્રેસમાં છે. તે લોકસભાના જંગમાં મમતા બેનરજી સામે ઉભા હતા. તેમના પતિ પ્રિયરંજન દાસ મુન્શી કેન્દ્રીય પ્રધાન પદે રહી ચૂક્યા હતા. લાંબી બિમારી બાદ તેમનું અવસાન થયું હતું. કોંગ્રેસના તે પ.બંગાળના સક્રીય કાર્યકર છે. દિલ્હીના રાજકારણીઓ કલ્યાણ તીરથથી બહુ પ્રભાવિત છે. મનમોહન સિંહ સરકારની બીજી ટર્મમાં તે કેન્દ્રીય પ્રધાન હતા. તે સ્પષ્ટ વક્તા હોવાના કારણે રાજકારણીઓ તેમનાથી દુર ભાગતા ફરે છે. 

કોંગ્રેસના સિનીયર રાજકારણીઓમાં અંબિકા સોનીનો સમાવેશ થાય છે. સંજયગાંધીના સમયકાળથી કોંગ્રેસમાં વર્ચસ્વ ધરાવતા અંબિકા સોની આજકાલ ઓછા સક્રીય છે. 

પર્યાવરણ શાસ્ત્રી અને પ્રોફેસર વંદના શિવા સોશ્યલ નેટવર્ક પર ખુબ એેક્ટીવ છે. તે રાજકારણમાં નથી પણ પર્યાવરણના મુદ્દે રાજકારણીઓ તેમની સલાહ લે છે. તે કપાળ પર આંઠ આની જેટલો નહીં પણ રૂપિયાથી પણ મોટો ચાંલ્લેા કરવા જાણીતા છે.  સુભાશીની અલી ઓલ ઇન્ડીયા ડેમોક્રેટીક પાર્ટીના યુવા મોરચાનો હવાલો સંભાળતા હતા. ડાબેરી પક્ષોના કોઇ પણ આંદોલનમાં સુભાષિની અલી અને બ્રિન્દા કરાત અવશ્ય જોવા મળતા હતા. હવે તો ડાબેરી પક્ષો મજબુતી ગુમાવી બેઠા હોઇ પહેલાં જેવા આંદોલનો જોવા પણ નથી મળતા.

મોટા ચાંલ્લા વાળી મહિલ રાજકારણીઓ સ્પષ્ટ વક્તા અને બોલ્ડ વિચારો ધરાવતી હોય છે. તે સફળ વક્તા પણ હોય છે. સુષ્મા સ્વરાજના ભાષણોની આજે પણ યુટયુબ પર ડીમાન્ડ છે. જે લોકો સફળ વક્તા બનવા માંગે છે તે લોકો સુષ્મા સ્વરાજના ભાષણોનો પ્રેકટીસ માટે ઉપયોગ કરે છે. મોટો ચાંલ્લો એટલે કોન્ફીડન્સની નિશાની...

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો