'માનવ સંસાધન મંત્રાલય'નુ નામ બદલીને 'શિક્ષા મંત્રાલય' કરાયુ


નવી દિલ્હી, તા. 29. જુલાઈ 2020 બુધવાર

કેન્દ્ર સરકારે માનવ સંસાધન મંત્રાલયનુ નામ હવે બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધુ છે.

મોદી સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દીધી છે.જેની વિસ્તૃત જાણકારી આજે સાંજે આપવામાં આવે તેવી શક્યતા છે.

માનવ સંસાધન મંત્રાલયે જ નામ બદલવાનો પ્રસ્તાવ મુક્યો હતો.જેને કેબિનેટે મંજુરી આપી દીધી છે.નવી શિક્ષણ નીતિમાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.જે પ્રમાણે ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે.આમ શિક્ષણ ક્ષેત્રમાં ચાલતી અંધાધૂધીને ખતમ કરવામાં આવશે.નવી બોડી નેશનલ હાયર એજ્યુકેશન રેગુલેટરી ઓથોરિટી તરીકે અથવા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાશે.

શિક્ષણ નીતિમાં છેલ્લા ત્રણ દાયકાથી કોઈ મોટા બદલાવ કોઈ સરકારે કર્યા નથી.સરકારનુ માનવુ છે કે, ભારતે નોલેજ સુપરપાવર બનવુ હશે તો શિક્ષણ નીતિમાં મોટા બદલવાની જરુર પડશે.દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવુ જરુરી છે.જેનાથી પ્રગતિશીલ સમાજનુ નિર્માણ થઈ શકે.

નવી શિ ક્ષણ નીતિમાં નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમનુ ફ્રેમવર્ક તૈયાર કરવા પર પણ જોર મુકાઈ રહ્યુ છે.જેમાં અલગ અલગ ભાષાઓનુ જ્ઞાન તેમજ સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મુકાશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે