કેજરીવાલે વેટમાં રૂ. 8.36નો ઘટાડો કરતા દિલ્હીમાં ડીઝલ સસ્તું


નવી દિલ્હી, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકારે ગુરૂવારે કોરોના મહામારીના સંકટ વચ્ચે ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પરિણામે ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 82થી ઘટીને રૂ. 73.64 થી ગયા છે.

કોરોના વાઈરસની અસરમાંથી શહેરના આૃર્થતંત્રમાં સુધારો લાવવાના આશયથી ડીઝલમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમ કેજરીવાલે ગુરૂવારે જણાવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ડીઝલ પર વેટ 30 ટકા વેટ લાગુ છે. 

હવે વેટમાં 13.25 ટકાનો ઘટાડો કરીને 16.75 ટકા કરવામાં આવશે, જેથી રાજ્યમાં ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 8.36નો ઘટાડો થશે. ડીઝલના ભાવમાં આ ઘટાડાથી શહેરમાં આવશ્યક ચીજોના ભાવવધારાને અટકાવવામાં મદદ મળશે.

જોકે, પેટ્રોલમાં વેટમાં કોઈ ઘટાડો કરવામાં ન આવતાં તેના ભાવ યથાવત્ રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 80.43 છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જાહેરાત કરી હતી કે કેબિનેટે રાજ્યમાં આૃર્થતંત્રને ગતિ આપવા માટે આ નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પાછા ફરી રહ્યા છે.

વાતાવરણ સુધરી રહ્યું છે અને કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. કેજરીવાલે જાહેરાત કરી કે દિલ્હીમાં કામકાજ ફરી શરૂ કરવા માટે વેપારીઓ અને ફેક્ટરીવાળાઓ દ્વારા સરકારને ડીઝલના ભાવ ઘટાડવા સતત અપીલ કરાઈ હતી.  

દિલ્હી સરકારે કોરોના સંકટ વચ્ચે 5મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં વધારો કર્યો હતો. તે સમયે રાજ્ય સરકારે પેટ્રોલમાં વેટ 27 ટકાથી વધારીને 30 ટકા અને ડીઝલ પર વેટ 16.75 ટકાથી વધારીને 30 ટકા કર્યો હતો.

તે સમયે વેટમાં વધારો કરવામાં આવતાં ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 7.10નો વધારો થયો હતો જ્યારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 1.67 વધ્યો હતો. દિલ્હી સરકારે ડીઝલ પર વેટમાં ઘટાડો કરતાં ગુરૂગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદ જેવા આજુબાજુના વિસ્તારોની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલના ભાવ ઘટયા છે, જેનો સૃથાનિક ઉદ્યોગોને લાભ થશે.

વેટમાં ઘટાડા પહેલાંની સિૃથતિમાં દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 81.94 હતો જ્યારે નોઈડામાં તેનો ભાવ પ્રતિ લીટર રૂ. 73.84, ગાઝિયાબાદમાં રૂ. 73.68 અને ગુરૂગ્રામમાં રૂ. 73.98 હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને લોકોએ ઈંધણના રીટેલ ભાવમાં વેટમાં ઘટાડો કરવાની માગણી કરી હતી.

ઈંધણના ભાવમાં ઊંચા ટેક્સ દરથી તેમના ખીસ્સા પર મોટો બોજ પડતો હતો. હવે વેટમાં ઘટાડાથી ડીઝલના ભાવ ઘટશે અને વેપારીો, દુકાનદારો અને ઉદ્યોગપતિઓ તેમના સંસૃથાનો ખોલી શકશે અને દિલ્હીના આૃર્થતંત્રને પાછું પાટા પર લાવવામાં મદદરૂપ થશે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર 16 ટકા વેટ

અમદાવાદ, તા. 30

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 16 વેટ વસૂલવામાં આવે છે. ગુજરાતમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ રૂ. 77.97 છે જ્યારે ડીઝલ પ્રતિ લીટર રૂ. 79.20ના ભાવે રિટેલમાં વેચાઈ રહ્યું છે. રાજ્યમાં પેટ્રોલ પર રૂ. 32.98 અને ડીઝલ પર રૂ. 31.83 એક્સાઈઝ ડયુટી લાદવામા ંઆવે છે. આમ, રાજ્યમાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 77.97માંથી રૂ. 48.98 જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 79.20માંથી રૂ. 47.83 ટેક્સ લાગુ પડે છે. 

ઈંધણ પર ટેક્સમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમે

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર 66 ટકા ટેક્સ : યુએસ, જાપાન કરતાં પણ વધુ

નવી દિલ્હી, તા.30

ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ અને વેટ સહિત કુલ 66 ટકા ટેક્સ લાદવામાં આવે છે, જે વિશ્વમાં પાંચમા ક્રમનો સૌથી વધુ ટેક્સ છે. વિશ્વમાં ઈંધણના રીટેલ વેચાણ પર ઈંગ્લેન્ડ, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં ટેક્સ સૌથી વધુ છે. જોકે, સ્પેન, જાપાન, કેનેડા અને અમેરિકામાં ઈંધણ પર ટેક્સ ભારત કરતાં ઓછો છે.

ભારતમાં પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સનો હિસ્સો પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 66.4 ટકા અને 65.8 ટકા છે. જોકે, વિશ્વમાં પેટ્રોલના રીટેલ ભાવ પર સૌથી વધુ ટેક્સ બ્રિટનમાં 71.1 ટકા અને ડીઝલ પર 68.1 ટકા છે.

બીજીબાજુ અમેરિકામાં પેટ્રોલ પર 23.1 ટકા અને ડીઝલ પર 23.3 ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો છે. પેટ્રોલિયમ પેદાશોના રીટેલ ભાવ પરિવહન અને ઊર્જા ખર્ચ પર સીધી અસર કરતાં હોવાથી આ બાબતમાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

ભારતમાં પેટ્રોલિયમ પેદાશો હજી જીએસટીના કાર્યક્ષેત્રની બહાર હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના પર જીએસટી સિવાયના ટેક્સ વધારીને જંગી કમાણી કરી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ એકંદરે નીચા હોવા છતાં બંને સરકારો દ્વારા લૉકડાઉનના સમયમાં પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વધારવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો