જાહેરમાં થૂંકનાર અને માસ્ક ન પહેરનારા બહાદુરોને હવે થશે આટલો દંડ


ગાંધીનગર, તા.28 જુલાઇ 2020, મંગળવાર

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ મહામારીને રોકવા માટે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો ને તેમજ જાહેરમાં થૂકનારા વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના 1 હજારથી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ સતત સાતમા દિવસે યથાવત્ રહ્યો હતો. સોમવારના રોજ 24 કલાકમાં વધુ 1052 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 56874 થયો છે.

હાલ ગુજરાતમાં હાલ 13146 એક્ટિવ કેસ છે અને 81 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2348 થયો  છે.

સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 204-ગ્રામ્યમાં 54 એમ કુલ 258 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11930 છે. આ પૈકી 7101 કેસ માત્ર જુલાઇના 27 દિવસમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 144-ગ્રામ્યમાં 40 એમ કુલ 180 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 25876 થયો છે. આમ, કુલ કેસનો આંક સુરતમાં 12 હજાર જ્યારે અમદાવાદમાં 26 હજારની નજીક છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો