ટ્રમ્પ પર ભરોસો ના રખાય ભારતે જાતે જ લડવું પડશે

વિશ્વની બે મહાસત્તા સાથે દરેક દેશ કોઇને કોઇ રીતે જોડાયેલો છે. અમેરિકા અને રશિયા વચ્ચેની કોલ્ડ વોર દરમ્યાન જ્યારે બંને દેશ એક બીજાનું ગળું કાપવા તૈયાર થયા હતા ત્યારે પણ પશ્ચિમના દેશો અને પૂર્વના દેશો વચ્ચે અન્ય દેશો વહેંચાઇ ગયા હતા. આફ્રિકા-એશિયન દેશો બંને દેશો વચ્ચે યોગ્ય અંતર રાખતા હતા અથવા તો તટસ્થ રહેતા હતા.ઉદાહરણ તરીકે ભારત સોવિયેટ યુનિયન સાથે જોડાયેલું હતું પરંતુ સત્તાવાર રીતે કોઇ સાથે જોડાયેલું નહોતું. જ્યારે પાકિસ્તાન એન્ટી કોમ્યુનિસ્ટ બ્લોક સાથે જોડાયેલું હોઇ ભારત પાસે સોવિયેત સંઘ સાથે તટસ્થ રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો.

સોવિયેટ તુટીને જ્યારે કેટલાક નાના સ્વતંત્ર દેશોમાં ફેરવાયું ત્યારે ૪૫ વર્ષથી ચાલતી કોલ્ડવોરનો અંત આવ્યો હતો. સોવિયેટ યુનિયનમાંથી છુટા પડેલા રશિયાને મજબુતાઇથી ઉભા થતા કેટલાક વર્ષોે લાગ્યા હતા તે દરમ્યાન ચીન માથું ઉંચકવા તૈયાર થઇ ગયું હતું અને રશિયાની જગ્યા લઇ લીધી હતી.

આર્થિક અને લશ્કરી તાકાતમાં ચીન કરતાં રશિયા નાનો દેશ ગણાવા લાગ્યો હતો. કોલ્ડવોર ૨.૦ વધુ તીવ્ર એટલા માટે બની શકે છે કેમકેે રશિયા કરતાં ચીનનો આર્થિક દબદબો વધુ છે. આ ઉપરાંત ચીન વિસ્તારવાદી નિતી ધરાવે છે. તે માટે તે લશ્કર તેમજ પોતાની વગનો પણ ઉપયોગ કરે છે.

કોલ્ડવોર-વન બાદ બર્લિનની દિવાલ તૂટયાં પછી ૧૯૮૦ના દાયકા પછી વિશ્વમાં પરિસ્થિતિ બદલાવા લાગી હતી. દરેક દેશ અગાઉ ક્યારેય વેપારમાં સ્વનિર્ભર થવા, ટેકનોલોેજી તેમજ ઉર્જા ક્ષેત્રે ટેકનોલોજી વધારવા ક્યારેય નહોતો વિચારતો પણ ૮૦ના દાયકા બાદ બધા તે અંગે વિચારતા થઇ ગયા હતા. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ સહિતની ટેકનોલોજી માટે રેસ લાગી હોય એમ લાગતું હતું. અમેરિકા સાથેના સ્પર્ધાના કારણે રશિયાને આર્થિક નુકશાન થયું હતું. સાયબર સ્પેસમાંથી અમેરિકાએ હુવાઇની બાદબાકી કર્યા બાદ સ્થિતિ તંગ બની હતી.

ચીને સુપર પાવર બનવા તરફની પોતાની કૂચ થાક્યા વગર ચાલુ રાખી હતી. હિન્દી ફિલ્મોમાં જેમ શાહુકાર ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડે અને પછી તે છોડાવવા શાહુકાર પોતેજ તેને તગડા વ્યાજે લોન આપે અને પછી તે જમીન પચાવી પાડે. એવું ચીન કરી રહ્યું છે.

ચીન પોતાની આર્થિક તાકાતથી નાના દેશોને દબાવી રહ્યું છે.ભારતના પાડોશી દેશો પર પણ ચીનની નજર રહેલી હતી અને હવે તેમને દબાવી રહ્યું છે. જે દેશો લોન ભરપાઇ ના કરી શકે તેમના પ્રેાજેક્ટ પણ ચીન દબાવી રહ્યું છે. એમ લાગે છે કે ઇરાન પણ ચીનની જાળમાં ફસાઇ ગયું હોવાની શક્યતા જોવાઇ રહી છે. 

ચીન જે રીતે ઝીનજેંગ પ્રાંતમાં મુસ્લિમ ઉઇગર લોકોને પોતાની તાકાત વડે કચડી રહ્યું છે તે પણ વિશ્વથી અજાણ નથી.

અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખ માટેની ચૂંટણી છે. યુધ્ધ માટે પ્રમુખ ટ્રમ્પ અને તેમના સચિવ માઇક પોમ્પીયો તૈયાર થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જોકે અમેરિકા માટે ચિંતાનો વિષય એ છે કે સાઉથ ચીનના દરિયામાં ચીનની દાદાગીરી વધી રહી છે. અમેરિકાના ટ્રેડીંગ પાર્ટનર જેવાંકે ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશો પર ચીને પ્રેશર વધાર્યું છે. ઝીનજેંગ પ્રાંતમા માનવ અધિકારોનો ભંગ થાય છે એવી ટીકા કરનાર ઓસ્ટ્રેલિયા પર આયાત ડયુટી લાદી હતી જ્યારે હોંગકોંગના તોફાનોની ટીકા કરનાર જર્મનીને ચેતવણી આપી હતીકે ટીકા કરવાનું બંધ કરો નહીંતર ચીનમાં જર્મન કારોનું વેચાણ બંધ કરી દઇશું.

ભારતે એ પણ સમજી લેવું જોઇએ કે અમેરિકા ચીન સાથે કોઇ ભૂમિ યુદ્ધ નહીં કરે. એટલે ભારતે પોતાનું યુધ્ધ જાતેજ લડવાનું છે. અમેરિકા ભારતને  વ્યૂહાત્મક મદદ કરી શકે છે. વિશ્વમાં એવી વાતો ચાલે છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલા દેશોએ એક થવું જોઇએ અને ચીનની જોહુકમી સામે અવાજ ઉઠાવવો જોઇએ.

ભારતે ચીન સાથે સંબંધો બાંધી શકાય એવી ભ્રમણામાંથી બહાર આવવું જોઇએ અને હિન્દી-ચીની ભાઇ-ભાઇ કે જુલા ડિપ્લોમેસીમાંથી મુક્ત થઇને ચીનની મેલી મૂરાદને ઓળખી લેવી જોઇએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો