કોવિડ વેક્સિન બાદ ભારત-બ્રિટને 5 પ્રોજેક્ટ પર રિસર્ચ માટે મિલાવ્યા હાથ


નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2020, મંગળવાર

ભારત અને બ્રિટને રિસર્ચ ક્ષેત્રે હાથ મિલાવ્યો છે. બંને દેશે અગાઉ પણ સાથે મળીને અનેક બેક્ટેરિયા, એન્ટી બોડી સાથે સંકળાયેલા વિષયો પર રિસર્ચ કર્યું છે અને હવે 5 નવા પ્રોજેક્ટ્સ પર વાત આગળ વધી છે. તેના અંતર્ગત એન્ટી માઈક્રોબાયલ રેજિસ્ટેન્સ અંગે સંશોધન કરવામાં આવશે. આ રિસર્ચની મદદથી સમગ્ર વિશ્વમાં એક વિશેષ પ્રકારના બેક્ટેરિયા વિરૂદ્ધ જે લડાઈ ચાલી રહી છે તેને મજબૂતાઈ મળશે. 

બ્રિટનના મંત્રી લોર્ડ તારીક અહમદે આ રિસર્ચ માટે 4 મિલિયન યુરોની મદદની જાહેરાત કરી છે. હકીકતે દવાઓ અને એન્ટી બોડી પર રિસર્ચ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ભારત વિશ્વમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે જ ભારત antimicrobialsનું સૌથી મોટું નિર્માતા પણ છે. આ કારણે જ બ્રિટને ભારત સાથે હાથ મિલાવીને આ મુદ્દે સંશોધન આગળ વધાર્યું છે. 

આ માટે 5 પ્રોજેક્ટ પ્લાન કરવામાં આવ્યા છે જેની શરૂઆત સપ્ટેમ્બર 2020માં થશે. તેમાં યુકે તરફથી 4 મિલિયન યુરો આપવામાં આવશે જ્યારે બાકીની સહાય ભારત કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 8 મિલિયન યુરો દર્શાવવામાં આવ્યો છે. 

લોર્ડ તારીક અહમદના કહેવા પ્રમાણે ભારત અને યુકે પહેલેથી જ કોવિડ-19ની વેક્સિન માટે સાથે કામ કરી રહ્યા છે. જો અમારૂં ક્લિનીકલ ટ્રાયલ સફળ રહેશે તો અમે જલ્દી જ વિશ્વને તેનો ડોઝ આપવાનું શરૂ કરી દઈશું. તેના સિવાય પણ બંને દેશો વિશ્વ માટે ઘણું બધું કરી શકે તેમ છે અને આ કારણે જ અમે આ ક્ષેત્રે હાથ મિલાવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશ્નરના કહેવા પ્રમાણે બ્રિટન રિસર્ચ ક્ષેત્રે ખૂબ જ આગળ રહીને હિસ્સો લઈ રહ્યું છે અને મેડિકલ ક્ષેત્રે ભારતનો સાથ મળે તે ખૂબ જરૂરી છે. 

જે 5 મુદ્દે રિસર્ચની વાત થઈ રહી છે તેમાં ELECTAR, Advanced Metagenomics, Sensors and Photocatalysis for Antimicrobial Resistance Elimination (AMSPARE), પોંડિચેરી-ચેન્નાઈમાં રિસર્ચ, AMR Flows જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો