દુશ્મનનો કાળ બનશે રાફેલ વિમાન, હેમર મિસાઈલ સહિત આ છે ખાસ ફીચર્સ


નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2020, બુધવાર

ભારતીય વાયુસેનાને આજે રાફેલ લડાકુ વિમાનની પહેલી ખેપ મળવા જઈ રહી છે. તેના અંતર્ગત કુલ 5 ફ્રાંસીસી લડાકુ વિમાન ભારતીય વાયુસેનાનો હિસ્સો બનશે. રાફેલની ગણતરી આધુનિક સમયના સૌથી શ્રેષ્ઠ લડાકુ વિમાનોમાં થાય છે ત્યારે આ સંજોગોમાં તે ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થાય તે ખૂબ મહત્વનું કહી શકાય. તેને ભારતની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરાવવામાં આવ્યા છે અને ભારતીય વાયુસેનાના અધિકારીઓએ તેના માટે ટ્રેઈનિંગ પણ લીધી છે. 

ભારતને આજે જે 5 રાફેલ લડાકુ વિમાન મળી રહ્યા છે તેના અંગે આટલું જરૂર જાણો...

* ભારતને જે પાંચ રાફેલ લડાકુ વિમાન મળશે તેમાંથી ત્રણ સિંગલ સીટર છે અને બે ડબલ સીટર છે. તેમને વાયુસેનાની ગોલ્ડન એરો 17 સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે. 

* રાફેલનું કોમ્બેટ રેડિયસ 3700 કિમી છે. કોમ્બેટ રેડિયસ એટલે પોતાના ઉડાન સ્થળેથી જેટલી દૂર જઈને સફળતાપૂર્વક હુમલો કરીને વિમાન પાછું આવી શકે તે. 

* ભારતને મળનારા રાફેલમાં ત્રણ જાતની મિસાઈલ લાગી શકે છે. હવાથી હવામાં માર કરનારી મીટિયોર, હવાથી જમીન પર વાર કરી શકે તેવી સ્કૈલ્પ અને હેમર મિસાઈલ. આ મિસાઈલો વડે સજ્જ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે. 

* ભારતે પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં હેમર મિસાઈલ લગાવડાવી છે. HAMMER એટલે Highly Agile Modular Munition Extended Range. તે એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે કરવામાં આવે છે. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર વાર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. 

* HAMMERનો ઉપયોગ મુખ્યત્વે બંકર કે કેટલાક ગુપ્ત સ્થાનો તબાહ કરવા થાય છે. ઈસ્ટર્ન લદ્દાખની પહાડીઓમાં આ મિસાઈલ ખૂબ ઉપયોગી સાબિત થશે. 

* રાફેલ એક મિનિટમાં 18,000 મીટરની ઉંચાઈએ જઈ શકે છે. જે પાકિસ્તાનના F-16 કે ચીનના J-20 કરતા સારો આંકડો છે. 

* ચીન સાથે ચાલી રહેલા તણાવના કારણે રાફેલને અંબાલા એરબેઝ પર ઉતારવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંબાલા એરબેઝ ઉત્તર ભારતમાં વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ એરબેઝમાંથી એક છે. આ કારણે જ જરૂર પડે તો તરત તેનો ઉપયોગ થઈ શકે છે. 

* ભારતને ફ્રાંસ પાસેથી કુલ 36 રાફેલ વિમાન મળશે જે પૈકીના 5 આજે ભારતમાં પહોંચી રહ્યા છે. જ્યારે અન્ય પાંચ જલ્દી જ થોડા મહીનાઓમાં પહોંચી જશે. વર્ષ 2021-22 સુધીમાં ભારતને તમામ 36 વિમાન મળી શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો