આવનારા દિવસોમાં ઘણાં તહેવાર આવશે, તે દરમિયાન સાવચેતી જરૂરી: પીએમ મોદી

નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2020, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોઈડા, કલકત્તા અને મુંબઈમાં ICMRની ત્રણ નવી લેબનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશમાં કરોડો નાગરિકો કોરોના વાઈરસ વિરુદ્ધ ઝડપથી લડી રહ્યાં છે. આજે જે હાઈટેક લેબનું ઉદ્ધાટન થયું છે તેનાથી મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશને કોરોના સામે લડાઈ લડવામાં વધારે ફાયદો મળશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કલકત્તા આર્થિક ગતિવિધિઓના દ્રષ્ટિકોણથી ઘણાં મહત્વપૂર્ણ છે. અહીં દેશના લાખો યુવાનો પોતાના સપના પુર્ણ કરવા આવે છે. તેવામાં દેશની હાલની ટેસ્ટ કેપેસિટિમાં 10000નો વધારો થઈ જશે. હવે શહેરોમાં વધારે ઝડપથી ટેસ્ટ થઈ શકશે. આ લેબ માત્ર કોરોના ટેસ્ટ પુરતી સિમિત નહી રહે પરંતુ ભવિષ્યમાં એચઆઈવી. ડેન્ગ્યૂ સહિત અન્ય ખતરનાક બિમારીઓની તપાસ પણ કરશે.

યોગ્ય નિર્ણયથી સ્થિતિ કંટ્રોલમાં

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણાં દેશમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા જે કારણ ભારતમાં અન્ય દેશની સરખામણીએ સ્થિતિ કંટ્રોલમાં છે. આજે આપણાં દેશમાં કોરોનાથી થતા મૃત્યુંદર ઘણાં મોટા દેશની તુલનામાં ઓછો છે. સાથે જ આપણે ત્યાં રિકવરી રેટ પણ સારો છે.

તહેવારો દરમિયાન સાવધાન રહેવાની જરૂર

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આવનારા સમયમાં ઘણાં તહેવારો આવવાના છે. આ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે જ ગરીબોને અનાજ મળવાનું પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. જ્યાં સુધી કોરોનાનો ઈલાજ નથી મળતો ત્યાં સુધી આપણે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કનો ઉપયોગ વિગેરે દ્વારા જ બચવું પડશે.

ભારતે જે કર્યું તે એક સફળ કહાની છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણાં દેશમાં લગભગ 10 લાખ લોકો સ્વસ્થ થયાં છે. કોરોના સામેની આ લડાઈમાં સૌથી વધારે જરૂરી હતું કોરોનાને ધ્યાનમાં રાખી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. તેથી કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાની પહેલા જ જાહેરાત કરી દીધી હતી. ભારતે આઈસોલેશન, ટેસ્ટિંગથી લઈને નેટવર્ક સ્થાપિત કરવા સુધી ઝડપથી કામ કર્યું.

તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં આજે 1300થી વધારે લેબ કામ કરી રહી છે. આજે ભારતમાં પાંચ લાખથી વધારે ટેસ્ટ દરરોજ થઈ રહ્યાં છે. આવનારા અઠવાડિયામાં 10 લાખ પ્રતિદિવસ કરવાના પ્રયાલો કરી રહ્યાં છે. આ મહામારી દરમિયાન દરેક વ્યક્તિ તમામ ભારતીયોને બચાવવાના સંકલ્પ સાથે જોડાયેલા છે. ભારતે જે કર્યું તે એક સફળ કહાની છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો