વાટાઘાટો ખાલી નાટક, પેંગોંગ લેક વિસ્તારમાં ચીન વધારી રહ્યુ છે લશ્કરી તાકાત

નવી દિલ્હી, તા.31 જુલાઈ 2020, શુક્રવાર

ગલવાન ખીણમાં લોહિયાળ સંઘર્ષ બાદ સરહદ પરથી સેના પાછળ હટાવવા માટે ચીન ભારત સાથે જે વાતચીત કરી રહ્યુ છે તે એક નાટક જ હોય તેમ લાગે છે.

કારણકે લેટેસ્ટ અહેવાલો પ્રમાણે પેંગોંગ લેકની આસપાસ ચીન પોતાનો લશ્કરી જમાવડો વધારી રહ્યુ છે.14 જુલાઈએ વાટાઘાટો બાદ પણ ચીને પોતાની વધારાની પેટ્રોલ બોટ અને સેનાની ટુકડીઓ આ વિસ્તારમાં તૈનાત કરી દીધી છે.

પેંગોંગ લેકની આસપાસ ચીને નવા કેમ્પ બનાવવાના શરુ કરી દીધા છે.ચીનની હિલચાલ સેટેલાઈટની તસવીરોમાં કેદ થઈ છે.એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ચીનની લશ્કરી બોટો ફિંગર પાંચ અને ફિંગર 6 વિસ્તારમાં ડેરો નાંખીને પડી છે.આવી લગભગ 10 બોટ જોવા મળી છે.જેમાં દરેકમાં 10 જવાનો સવાલ થયેલા જોવા મળે છે.

આ પહેલા જે સેટેલાઈટ ઈમેજ હતી તેમાં 8 બોટ જોવા મળી હતી.જે હવે વધીને 10 થઈ છે.ફિંગર પાંચ વિસ્તારમાં લગભગ 40 જેટલા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે

સેટેલાઈટ તસવીરોથી સ્પષ્ટ છે કે, ચીન આ વિસ્તારમાંથી પાછળ ખસવાના મૂડમાં નથી.ઉલટાનુ પોતાની તાકાત વધારી રહ્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો