ભારતનું હવાઇદળ પાંચ રફાલ ફાઇટર જેટથી સજ્જ


ફ્રાન્સિસી એરફોર્સ દ્વારા સાઉદીના આકાશમાં એર-ટુ-એર રિફ્યુલિંગની સુવિધા અપાઈ : અઠવાડિયામાં જ કાર્યરત થશે

નવી દિલ્હી, તા. 27 જુલાઇ, 2020, સોમવાર

ભારતીય વાયુસેના માટે ખરીદાયેલા રફાલ વિમાન પૈકી પ્રથમ પાંચ વિમાન ફ્રાન્સથી ભારત આવવા રવાના થઈ ગયા છે. બુધવારે આ વિમાનો ભારત પહોંચશે અને અંબાલા એરબેઝ ખાતે ઉતરાણ કરશે. અહીં જ બુધવારે વાયુસેનામાં શામેલ કરવાની વિિધ યોજાશે. જોકે સત્તાવાર રીતે તો ઓગસ્ટ મહિનામાં વાયુસેનામાં શામેલ કરાશે. 

સોમવારે ફ્રાન્સના મેરિનેક એરબેઝ ખાતેથી ભારતીય વાયુસેનાના પાઈલટો આ પાંચ વિમાનો લઈને ઉડયા હતા. એ તકે ફ્રાન્સમાં ભારતના રાજદૂત ત્યાં ઉપસિૃથત રહ્યા હતા અને પાઈલટોને વિદાય આપી હતી. આ પાઈલટો પણ મહિનાઓથી ફ્રાન્સમાં તાલિમ લઈ રહ્યા હતા.

ફ્રાન્સથી ભારત સુધીનું સાત હજાર કિલોમીટરનું અંતર એક જ ખેપમાં કાપવાને બદલે આ વિમાનો યુએઈના અલ-ધ્રાફા એરબેઝ ખાતે ઉતર્યા હતા. ત્યાંથી બુધવારે સવારે રવાના થઈ ભારત પહોંચશે. સામાન્ય રીતે ફાઈટર વિમાનો વાયુસેનામાં શામેલ થયા પછી તેને ઓપરેશનલ ક્લિયરન્સ મળતા 6 મહિના લાગી જતા હોય છે.

એટલે કે છ મહિના પછી એ વિમાનો ખરા આૃર્થમાં ફાઈટ કરી શકે એવી સિૃથતિમાં આવતા હોય છે. ત્યાં સુધી તેના વિવિધ પરીક્ષણો અને તાલિમ યોજાતી હોય છે. પરંતુ વર્તમાન સિૃથતિને ધ્યાનમાં રાખીને આ વિમાનોને અઠવાડિયા-બે અઠવાડિયામાં જ ઓપરેશનલ ક્લિયરન્સ આપી દેવાશે.

એ પછી વિમાનો ગમે ત્યારે ફાઈટર જેટના રોલ માટે ઉડાન ભરી શકશે. અનેક પ્રકારના આધુનિક શસ્ત્રોથી સજ્જ થઈ શકતા રફાલ પરમાણુ મિસાઈલ-બોમ્બ વહન કરવા પણ સક્ષમ છે. ફ્રાન્સથી રવાના થયા પછી આ વિમાનોને હવામાં જ ફ્રાન્સિસી વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા એર-ટુ-એર રિફ્યુલિંગની સગવડ આપવામાં આવી હતી.

સામાન્ય રીતે ફાઈટર વિમાનોએ આટલું લાંબું અંતર કાપવાનું હોતું નથી. પરંતુ આ વિમાનો સાત હજાર કિલોમીટરની લાંબી સફર કરી રહ્યા હોવાથી તેમને હવામાં જ બળતણની જરૂર પડી હતી. સાઉદી અરબના આકાશમાં જ આ વિમાનોને રિ-ફ્યુલ કરવામાં આવ્યા હતા.

ભારતે સિંગલ અને ડબલ સિટર એમ બે પ્રકારના રફાલ ખરિદ્યા છે. ભારતને જે પાંચ રફાલ મળ્યા એ પણ સિંગલ-ડબલ સિટર મિક્સ છે. પાંચેય સરખા નથી. ભારતીય વાયુસેનાના કુલ 12 પાઈલટોએ ફ્રાન્સમાં તાલિમ લીધી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સપ્ટેમ્બર 2016માં થયેલા કરાર પ્રમાણે ફ્રાન્સ કુલ 36 પાઈલટોને તાલિમ આપશે.

પાઈલટ ઉપરાંત ગ્રાઉન્ડ અનેઅન્ય ટેકનિકલ સ્ટાફ પણ તાલિમ લઈ રહ્યો છે. કરાર પ્રમાણે આ ભારતને દર વર્ષે 12 વિમાનો મળવાના છે. ભારતે ફ્રાન્સ પાસેથી કુલ 36 રફાલ ફાઈટર જેટ ખરીદ્યા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સ ગયા ત્યારે ત્યાં જ પ્રથમ વિમાનની ડિલિવરી ભારતને મળી હતી. હવે એ વિમાનો ભારત આવી રહ્યાં છે. 

રફાલને આવકારવા મોદી અંબાલા જશે

પાંચેય વિમાન બુધવારે અંબાલા એરબેઝ પહોંચશે ત્યારે તેમને આવકારવા મોદી અંબાલા જાય એવી શક્યતા છે. ભારતીય ભૂમિ પર અંબાલા એરબેઝ પરથી રફાલ વિમાન પહેલી ઉડાન ભરશે. રફાલ વિમાનોના ભારતમાં આગમન સમયે મોદી હાજર રહે તો આ ઘટનાને વ્યાપક પ્રસિધ્ધી મળે.  ચીન અને પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધો હાલ તણાવપૂર્ણ છે ત્યારે બંનેને એક કડક મેસેજ આપવા માટે મોદી રફાલની સફર કરે એવી પણ શક્યતા છે.

રશિયા ચીનને એસ-400 મિસાઇલ નહીં આપે

રશિયાએ થોડા સમય પહેલાં જ ચીન પર જાસૂસી કરવાનો આરોપ મૂક્યો હતો

મોસ્કો, તા. 27 જુલાઇ, 2020, સોમવાર

પૂર્વ લદ્દાખમાં ભારત સાથે રહેલી તંગદિલી વચ્ચે રશિયાએ ચીનનો મોટો આંચકો આપ્યો છે. રશિયાએ પોતાની બ્રહ્માસ્ત્ર તરીકે ઓળખાતી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની મિસાઇલોની ચીનમાં ડિલિવરી રોકી દીધી છે.  ચીનના મીડિયામાં જારી થયેલા અહેવાલ અનુસાર રશિયાએ જમીનથી હવામાં ત્રાટકવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલોની ડિલિવરી નહીં કરવાની જાહેરાત કરી છે. 

ચીનના અખબારમાં જણાવવામાં આવ્યું છે કે રશિયાએ ચીનને એસ-400 મિસાઇલોની ડિલિવરી ન આપવાની જાહેરાત કરી છે.  રશિયાની આ જાહેરાત પછી ચીને જણાવ્યું છે કે રશિયાને આ નિર્ણય લેવા માટે ફરજ પાડવામાં આવી છે.

કારણકે એસ-400ની ડિલિવરીથી કોરોના મહામારી વિરૂદ્ધ પીપલ્સ લિબરેશન આર્મીની કાર્યવાહીને અસર થશે. રશિયા ચીન માટે સમસ્યા પેદા કરવા માંગતું નથી. રશિયન એજન્સી તાસના અહેવાલ મુજબ વર્ષ 2018માં ચીનને એસ-400 મિસાઇલનો પ્રથમ જથૃથો મળ્યો હતો. 

એસ-400 મિસાઇલને ડિફેન્સ સિસ્ટમને વિશ્વની સૌથી આધુનિક રક્ષા કવચ ગણવામાં આવે છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ 400 કિમીના અંતર સુધી શત્રૂના ફાઇટર જેટથી લઇને ડ્રોન વિમાનોને તોડી પાડવામાં સક્ષમ છે.

રશિયાએ આ નિર્ણય  એવા સમયે લીધો છે જ્યારે તેણે ચીન પર જાસૂસી કરવાનો આરોપ મૂક્યો છે. એ પણ એવા સમયે જ્યારે ચીન અને રશિયા વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબધ છે. રશિયાએ તાજેતરમાં જ પોતાના એક વૈજ્ઞાાનિકની ચીનને ગુપ્ત માહિતી આપવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો