લંપટ સાધુઓ પર સંપ્રદાયોનો કાબુ નથી હોતો માટેે મનમાની

- મંદિરોમાં અને આશ્રમોમાં તેમને જોઇતી ઓપોઝીટ સેક્સ આસાનીથી મળી જાય છેઃ જાગૃતિનો અભાવ


જેમ નવી શિક્ષણ નિતી  ગઈકાલે બહાર પડાઇ છે એમ ધાર્મિક આચાર સંહિતાની નિતી પણ બહાર પાડવી જોઇએ. શ્રધ્ધાળુઓ અને સંતો એમ બંનેની અલગ નિતી તૈયાર કરવાની જરૂર છે. જેમની સામે લંપટાઇ કરવાના આરોપ છે તેમને તાત્કાલીક સજા કરવી જોઇએ. મોટા ભાગના કેસોમાં સંપ્રદાય પોતાની બદનામી છુપાવવા લંપટ સાધુને ભગાડી દે છે.

પવિત્ર શ્રાવણ મહિનામાં સંતોની કામલીલા પ્રકાશમાં આવે છે ત્યારે ધાર્મિક શ્રધ્ધા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાઇ જતું હોય છે. લંપટ પ્રવૃતિ જ્યારે સંતો કરે છે ત્યારે શ્રધ્ધાળુઓને આઘાત લાગતો હોય છે. જ્યારે કોઇ ફરિયાદ કરે ત્યારે ભાંડો ફૂટતો હોય છે. 

કોઇક વાર જૈન મહારાજ પકડાય છે તો કેાઇવાર સ્વામિનારાયણના સાધુઓ પકડાય છે. મફતનું ખાઇ-ખાઇને આવા લોકો વિકૃત બની ગયા હોય છે. મંદિરોમાં અને આશ્રમોમાં તેમને જોઇતી ઓપોઝીટ સેક્સ આસાનીથી મળી જાય છે. કૂમળા બાળકોને અને અબૂધ કિશોરોને પણ આ લોકો ટાર્ગેટ બનાવતા હોય છે. તે ભલે હાથમાં માળા ફેરવ્યા કરે પણ તેની નજર નબળા મનના શિકાર પર હોય છે. તે પોતાનો ટાર્ગેટ શોધી લે છે અને પછી તેને વિવિધ પ્રલોભનો આપીને પોતાની તરફ ખેંચી લે છે.

આશિર્વાદ આપવાના બહાને તેમની નજર ભક્તના શરીર પર ફરતી હોય છે. પોતાની વાણી, વગ, ડર જેવા શસ્ત્રો વાપરીને તે શિકારને ઝડપી લે છે. એક દલીલ એવી છે કે બધા એવા નથી હોતા જોકે સંતના મનમાં શું ચાલી રહ્યું હોય છે તે સમજી શકાતું નથી.

આપણે ઘણીવાર જોયું હશે કે કોઇ કિશોર કે કિશોરી કોઇ સાધુ બાવાને પગે લાગવા તૈયાર નથી હોતા ત્યારે તેના વાલીઓ તેને પગે લાગવા આદેશ કરે છે કે ખખડાવે છે. બિચારો કિશોર કંઇ સમજ્યા વગર થોડુંં નમીને પગે લાગી લે છે. ત્યારે સામે બેઠેલા સંત કહે છે કે રહેવા દો તેની ઇચ્છા હોય એમ કરો પરંતુ વાલીઓ માનવા તૈયાર નથી હોતા.

સ્વામિનારાયણ સંપ્રદાય અનેક ફિરકા છે. દરેકમાં લંપટ તત્ત્વો હોય છે પણ બધા એક બીજા ફિરકા સામે આંગળી ચીંધ્યા કરે છે. આ સંપ્રદાયનો દંભ એવો છે કે તે મહિલાઓનું મોં નથી જોતા પરંતુ જ્યારે તેમની લંપટલીલાના કૌભાંડ બહાર આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે તે ધારે તે કરી શકે છે. મર્યાદાની વાતોે ધાર્મિક પુસ્તકમાં રહી જાય છે. 

વડતાલના પદભ્રષ્ટ કોઠારી ઘનશ્યામ પ્રસાદ શાસ્ત્રી સામે અન્ય ધાર્મિક સંગઠનોેએ અવાજ ઉઠાવવાની જરૂર છે. વડતાલ મંદિરની પવિત્રતા આવા લંપટ લોકોના કારણે નંદવાય છે. સાધુ સંત બનવા માટે પણ ચોક્ક્સ ડિગ્રી હોવી જોઇએ અને દર પાંચ વર્ષે તેના મનની વિકૃતિનું ચેકિંગ થવું જોઇએ. ધાર્મિક સંપ્રદાયો વોટબેંક સમાન હોય છે. ક્યારેક આશારામ જેવા ઝડપાઇ જાય છે પરંતુ ઓવર ઓલ ઢાંક પિછોડો થતો હોય છે. આવા લંપટોને બચાવીને સંપ્રદાયો પોતાની દુકાનો ચાલુ રાખે છે.

શ્રધ્ધાળુઓને ભગવાનના ચમત્કારની વાતોમાં જકડી રાખીને પોતે કેવી રીતે સાધના કરીને લોકોના કામ કરે છે તેવી વાતો કરીને ફસાવતા હોય છે. આપણે ત્યાં જેમ આર્થિક પરિવર્તનનો દોર મનમોહનસિંહે કર્યો છે એમ ધાર્મિક પરિવર્તનનો દોર વડાપ્રધાન મોદીએ શરૂ કરવાની જરૂર છે.

સ્કુલમાં મહાભારત અને રામાયણના પાઠની સાથે કોને પગે લાગવું અને કોને ના લાગવું તે સમજાવવું જોઇએ. માતા-પિતા સિવાયનો કોઇ ગુરૂ ના હોઇ શકે અને ગમે તેને પગે લાગવું નહીં તે પણ સમજાવવું જોઇએ.

વિકૃત સંતો ચાન્સ શોધતા હોય છે. ઘી અને અગ્નિ દુર હોય તો પણ પીગળતા હોય છે. વ્યાસ પીઠ પર બેસીને કથા વાંચતા સંત આગલી હરોળમાં બેઠેલી શ્રધ્ધાળુ મહિલા સાથે આંખ મિચૌલી રમે તે કેવું?

એટલેજ ધાર્મિક આચાર સંહિતાની જરૂર છે. જેને શ્રધ્ધાળુઓએ પોતેજ અમલી બનાવવી જોઇએ.આદી કાળથી સંતો કેટલાક શ્રધ્ધાળુઓનું શોષણ કરતા આવ્યા છે.

આંખો મીચીને ભકિત કરતા લોકોએ વડતાલ સ્વામિનારાયણમંદિરના પૂર્વ કોઠારીની ઘનશ્યામપ્રસાદ શાસ્ત્રીની સેક્સ લીલા અને તેમના કરતૂતો છૂપાવતા સંપ્રદાયની વિગતોને પોતાના સર્કલમાં વંચાવવા જેવી છે.  એટલું યાદ રાખવું જોઇએ કોઇ બે હાથ અને બે પગવાળા મનુષ્યમાં ચમત્કારની કોઇ શક્તિ ના હોઇ શકે. તે નાટકબાજ હોય છે. ધર્મના નામે આવા લોકો શ્રધ્ધાળુઓનું શોષણ કરતા હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો