ચીનની અવળચંડાઈ વધતાં ભારતે તમામ યુદ્ધ જહાજો હિંદ મહાસાગરમાં ખડક્યા


(પીટીઆઈ) નવી દિલ્હી,  તા. 28 જુલાઇ, 2020, મંગળવાર

ચીનને મેસેજ મળી રહે એટલા માટે ભારતીય નૌકાદળે તમામ સક્રિય જહાજો-સબમરિનોને હિન્દ મહાસાગરમાં ખડકી દીધા છે. સામાન્ય રીતે શાંતિકાળમાં અનેક યુદ્ધજહાજો, સબમરિનો નૌકાબંદરમાં પડયાં રહેતા હોય છે. પરંતુ વર્તમાન સિૃથતિને ધ્યાનમાં રાખીને તમામ સક્રિય જહાજો-સબમરિનો હિન્દ મહાસાગરમાં ઉતારી દેવાયા છે.

ભારતીય નૌકાદળના બન્ને વેસ્ટર્ન અને ઈસ્ટર્ન કમાન્ડ તેના તમામ જહાજો સાથે સમુદ્રમાં પેટ્રોલિંગ કરે છે. આંદામાન પાસે આવેલી મલક્કાની ખાડીમાંથી ચીન સહિત જગતના તમામ જહાજો પસાર થતા હોય છે. આ ખાડી વટાવીને જ જહાજો હિન્દ મહાસાગરમાં પ્રવેશી શકે.

ચીનના 80 ટકા વ્યાપારી જહાજો મલક્કા સ્ટ્રીટમાંથી એ ખાડી આસપાસ ભારતીય નૌકાદળના જહાજોની સંખ્યા વધારી દેવાઈ છે. બીજી તરફ સૈન્યની ત્રણેય પાંખના વડા નિયમિત રીતે મીટિંગ કરતાં રહી રણનીતિ ઘડે છે. કેમ કે ચીન સાથેનું ટેન્શન ઓછું થયું હોય એવી છાપ ઉભી થઈ છે. પરંતુ ચીનના ઈરાદાઓ આજે પણ શંકાસ્પદ છે જ.

ચીન સાથેના સંઘર્ષનો લાભ ઉઠાવી પાકિસ્તાન કોઈ અટકચાળું ન કરે એટલા માટે પણ સૈન્યની ત્રણેય પાંખો સજ્જ છે. ત્રણેય પાંખો વચ્ચે સંકલનના અભાવે કોઈ ગરબડ ન થાય એટલા માટે નિયમિત મીટિંગ ભરી રણનીતિ ઘડવામાં આવે છે. જેથી કોઈ વખતે જવાબ આપવાનો થાય તો વખત ગુમાવ્યા વગર કાર્યવાહી કરી શકાય.

ભારતના જહાજો ખડકાયા તેની ચીની સરકારે નોંધ લીધી છે. એ સંજોગોમાં હિન્દ મહાસાગરમાં ચીન કોઈ ગરબડ કરવાનો વિચાર કરતું હોય તો તેમને ભારતની તૈયારી શું છે એ મેસેજ મળી ચૂક્યો છે. ભારતના ખડકલા પછી ચીની જહાજોની કોઈ પ્રકારની અનિચ્છનિય મૂવમેન્ટ પણ જોવા મળી નથી. 

વિશ્વ વેપાર માટે હિન્દ મહાસાગર મહત્ત્વનો 

હિન્દ મહાસાગર કુલ 6.85 કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને ભારતીય નૌકાદળ એમાં સતત પેટ્રોલિંગ કરતું રહે છે.  કુલ મળીને 36 દેશો છે, જેમને હિન્દ મહાસાગર લાગુ પડે છે. આ બધા દેશોના બંદરો પર રોજ રોજ માલવાહક જહાજો આવતાં-જતાં રહે છે. જગતનો 95 ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે, એટલે સમુદ્ર માર્ગ પર કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તેની અસર જમીન પર ફેલાયેલા જે-તે દેશને થયા વગર રહે નહીં. અહીં ભારતીય નૌકાદળની હાજરીને કારણે જ દુનિયાના જહાજો સલામત રીતે પસાર થઈ શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો