સ્કૂલ ફી ભરવા તૈયાર રહો, હાઇકોર્ટે ગુજરાત સરકારનો ઠરાવ ગેરલાયક ઠેરવ્યો !!


અમદાવાદ, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર

કોરોનાકાળમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે.

આ પહેલા કોરોનાકાળમાં પણ શિક્ષણ ન આપવા છતા પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહિ વસૂલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો જોકે, સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી.

હાઈકોર્ટમાં સરકારના ઠરાવ વિરૂદ્ધ અરજી થઈ હતી. આ ફરિયાદમાં સરકાર, શાળા સંચાલકો અને વાલી પ્રતિનિધિમંડળનો પક્ષ સાંભળીને આજે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સરકાર શાળા સંચાલકો પર જોહુકમી ન કરી શકે.

કોર્ટે સરકારના હુકમને ગેરવ્યાજબી ઠેરવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.

ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું.

સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસુલવા સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી શાળાઓના સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી

સરકારના પરિપત્ર સામે થયેલી અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. જે દરમ્યાન કોર્ટે જણાવ્યું કે સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે.

રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો પરંતુ શાળા સંચાલકો કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા. જેની સામે કોર્ટે કહ્યું કે અમે આ મુદ્દે શાળા સંચાલકોને પણ જરૂરી નિર્દેશ આપીશું. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા વિગતવાર હુકમ જાહેર કરવામાં આવશે. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હોઈકોર્ટે અવલોકન કરે.

રાજ્ય સરકારનો પરિપત્ર હાઈકોર્ટે રદ કર્યો

કોર્ટે કહ્યું શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને અમે જરૂરી નિર્દેશ આપીશુ. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું છે કે, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો