રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં કોરોના કેસમાં વધારાથી ટેન્શન
લખનૌ, તા.31 જુલાઈ 2020, શુક્રવાર
પાંચ ઓગસ્ટે રામ મંદિરના થનારા ભૂમી પૂજન પહેલા અયોધ્યામાં કોરોના સંકટ વધારે ઘેરુ બની રહ્યુ છે.
આમ તો આ સમારોહમાં 200 આમંતિત્રોને જ હાજર રાખવાનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે મંદિર ટ્રસ્ટે ભાવિકોને અપીલ કરી છે કે, ભૂમિ પૂજન સમયે ભીડ ના કરે.જેથી કોરોનાનુ સંક્રમણ વધે નહી.જોકે એ પછી પણ ભીડ નહીં થાય તેની કોઈ ગેરંટી નથી.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી અયોધ્યામાં કોરોનાના દર્દીઓ સંખ્યા વધી છે અને રીકવરી રેટ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના સહાયક પૂજારી સહિત 16 સુરક્ષા કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી ચુક્યો છે અને તેના કારણે તંત્રનુ ટેન્શન વધી ગયુ છે. કારણકે ભૂમિ પૂજન સમારોહમાં ખુદ પીએમ મોદી ભાગ લેવાના છે.
અયોધ્યામાં અત્યાર સુધીમાં 993 કોરોના કેસ નોંધાયા છે અને તેમાંથી 605 સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમાંના 290 કેસ છેલ્લા સાત દિવસમાં જ નોંધાયા છે.
Comments
Post a Comment