ભારતને પૂજા કરવાના નવા સ્થળોની જરૂર નથી, કાર્તિ ચિદમ્બરમે કર્યો રામ મંદિરનો વિરોધ

નવી દિલ્હી, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર

5 ઓગસ્ટે અયોધ્યામાં નવા રામ મંદિરનુ નિર્માણ શરુ થઈ જશે.એ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કર્યો છે.

કાર્તિ ચિદમ્બરમે સોશ્યલ મીડિયા પર કહ્યુ હતુ કે, ભારતમાં હવે નવા પૂજા સ્થળની જરુર નથી.કાર્તિએ સવાલ ઉઠાવ્યો છે કે, રામ મંદિરના ભૂમિપૂજન માટેનુ મુહૂર્ત પણ કાઢવામાં આવ્યુ છે.શું તેની પાછળ કોઈ જ્યોતિષિય કારણ છે, આ માટે સમયની પસંદગી કરવાનો નિર્ણય આશ્ચર્યજનક છે.બુધવારે 12 વાગ્યા થી દોઢ વાગ્યા સુધીનો સમય રાહુકાળ છે.આ દરમિયાન કોઈ શુભ કાર્ય શરુ થઈ શકે નહી.જોકે હું મારી વાત પર કાયમ છું કે, દેશને નવા પૂજા સ્થળની જરુર નથી.

કાર્તિએ પોતાના જુના ટ્વિટને ફરી દોહરાવીને કહ્યુ હતુ કે, મારુ દ્રઢ પણે માનવુ છે કે, ભારતને કોઈ પણ જાતના નવા મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારાની જરુરિયાત નથી.આપણી પાસે આવા સ્થળો પૂરતા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો