રાહુલ ગાંધીએ PM મોદી પર દેશને બરબાદ કરવાનો લગાવ્યો આરોપ કહ્યુ, જલ્દી ભ્રમ તૂટશે
નવી દિલ્હી, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલએ ગુરૂવારે ટ્વીટ કરી કે, મોદી દેશને નુકશાન પહોંચાડી રહ્યા છે. નોટબંધી, જીએસટી, કોરોનાની મહામારીમા દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારીનો સત્યનાશ કર્યો છે. તેમની પસંદગીની મીડિયાએ એક નવી માયાજાળ રચી છે. આ ભ્રમ જલ્દી જ તૂટી જશે.
તેના પહેલા રાહુલ ગાંધીએ રાફેલ ખરીદવાને લઇને મોદી સરકારને પ્રશ્ન પૂછયો હતો? તેમણે પૂછયુ કે, દરેક વિમાનની કિંમત 526 કરોડની જગ્યાએ 1670 કરોડ કેમ આપી? 126ની જગ્યાએ ફક્ત 36 વિમાનન કેમ ખરીદ્યા? એચએએલની જગ્યાએ દેવાળીયા અનિલ અંબાણીને 30,000 કરોડના કોન્ટ્રાક્ટ કેમ આપવામા આવ્યા?
રાહુલ ગાંધીએ સોમવારે લદાખમા ચીની ઘુસણખોરીના મુદ્દા વિશે મોદી સરકાર પર નિશાન સાધ્યુ કે, સત્યને છુપાવવામા અને ચીનને ભારતીય ભૂમિ પર હક જમાવવાની અનુમતી રાષ્ટ્રવિરોધી છે, જો કે લોકોનુ ધ્યાન આ તરફ ખેંચવુ એ દેશભક્તિ છે.
તેમણે વધુમા જણાવ્યુ કે, એ વાત એકદમ સ્પષ્ટ છે કે ચીન આપણા વિસ્તારમાં પ્રવેશી ગયુ છે. આ બાબત મને હેરાન કરે છે. એ મને ક્રોધિત કરી નાખે છે કે, કોઇ બીજો દેશ આપણા વિસ્તારમાં કેવી રીતે આવી શકે ? અને જો તમે એક નેતા રૂપે ઇચ્છો છો કે હું ચુપ રહુ અને પોતાના લોકો સાથે ખોટુ બોલુ, એ હું નહીંકરી શકુ. એ બાબત સાચી છે તેમ હું એટલે માનુ છુ કારણકે મે સેટેલાઇટ તસવીર છે.
સેનાના અધિકારી સાથે પણ મે આ બાબતે વાત કરી છે પરંતુ તમે એવુ ઇચ્છો છો કે ચીનએ દેશમા પ્રવેશ નથી કર્યો એ બાબતે હું ખોટુ બોલુ પણ હું નહીં બોલુ. હું એવુ નહી કરૂ. મને કોઇ ચિંતા નથી કે મારૂ ભવિષ્ય ખરાબ થઇ જાય, પરંતુ હું ખોટુ નહીં બોલુ. જે લોકો આપણા દેશમા ચીનની ઘુસણખોરીની બાબતે ખોટુ બોલી રહ્યા છે, તે લોકો રાષ્ટ્રવાદી નથી.
Comments
Post a Comment