અમેરિકામાં કોરોનાએ દોઢ લાખથી વધુ લોકોનો ભોગ લીધો


ન્યૂયોર્ક તા.30 જુલાઇ 2020 ગુરૂવાર

અમેરિકામાં કોરોનાએ અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. કોરોનાના કેસ પણ આખી દુનિયા કરતાં અમેરિકામાં વધુ થયા હતા. સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં કોરોનાના 45 લાખથી વધુ કેસ નોંધાયા હતા. માત્ર ચાર માસ પછી નવેંબરમાં અમેરિકી પ્રમુખની ચૂંટણી થવાની છે. અત્યારે સંજોગો એવા છે કે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની અદમ્ય ઇચ્છા હોવા છતાં ફરી ચૂંટાય એવી શક્યતા ઓછી હોવાનું રાજકીય સમીક્ષકો માનતા હતા.

મૃત્યુના અને બીમારોના આંકડા જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીએ જાહેર કર્યા હતા. ટીકાકારોની દલીલ એેવી હતી કે અમેરિકા વિશ્વની ટોચની મહાસત્તા ગણાતી હોવા છતાં અને અમેરિકી સરકાર સાધન સંપન્ન હોવા છતાં અને વિશ્વની શ્રેષ્ઠ હૉસ્પિટલો અહીં હોવા છતાં આ સ્થિતિ હોય તો વિકાસશીલ દેશોની સ્થિતિ કેવી હોય ?  વર્લ્ડોમીટરના આંકડા મુજબ પણ અમેરિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો દોઢ લાખથી વધી ગયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં અમેરિકામાં કોરોનાના પચાસ હજાર કેસ નવા આવ્યા હતા અને 1156 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર નક્કી કરી શકતી નથી કે આ ચેપને અને વાઇરસને રોકવા તત્કાળ શું કરી શકાય.

અમેરિકા પછી બીજા નંબરે બ્રાઝિલનું નામ મૂકી શકાય. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોનાના પચીસ લાખથી વધુ કેસ થયા હતા અને90 હજારથી વધુ લોકો આ બીમારીના પગલે મરણ પામ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં બ્રાઝિલમાં કોરોનાથી 1500 વ્યક્તિનાં મરણ થયાં હતાં. આમ અમેરિકા પછી બ્રાઝિલ બીજા ક્રમે રોગગ્રસ્ત છે.

દરમિયાન, વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે કોરોનાને નાથવા માટે પંદરેક દવાઓ શોધી કાઢવામાં અમને સફળતા મળી  છે. કેટલીક દવાઓના દર્દીઓ પર પ્રયોગ પણ સફળ થયા હતા. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો