કેજરીવાલ સરકારે આપી મોટી રાહત, દિલ્હીમા ડીઝલના ભાવ 8.36 રૂપિયા ઘટાડ્યા
નવી દિલ્હી, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે મોટુ એલાન કર્યુ છે. રાજધાનીમા કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારએ ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમા ડીઝલના ભાવ 16% વેટ લગાવવા જઇ રહ્યો છે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમા ડીઝલના ભાવ 8.36 રૂપિયા સુધીના ભાવ ઘટાડો થઇ જશે.
દિલ્હીના સીએમએ કહ્યુ કે, દિલ્હીમા હવે 82 રૂપિયા પ્રતિ લિટર સુધીના ભાવે ડિઝલ વહેંચાઈ રહ્યુ છે, હવે 30 % થી ઘટાડીને 16 % વેટ કરવામા આવ્યો છે. તેથી હવે ડીઝલના ભાવ 8 રૂપિયા સુધી ઓછો થશે, ડીઝલ હવે 73.64 રૂપિયાનુ મળશે.
કેબિનેટએ રાજ્યમા અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે નિર્ણય કર્યો છે. દિલ્હીમા હવે લોકો નોકરી પર જઇ રહ્યા છે, વાતાવરણ સુધરી રહ્યુ છે, અને કોરોનાની કેસ પણ ઓછા થઇ રહ્યા છે.
કારોબારી અને ફેકટરીવાળાઓએ તેમને એ વાતની અપીલ કરી છે કે, એવામા આ સરકાર તરફથી રાહત આપવામા આવી છે. જો કે દિલ્હીમા જલ્દીથી કામકાજ શરૂ થઇ જશે.
કોરોના વાયરસના સંકટ અને લોકડાઉન વચ્ચે દેશમા કેટલાક દિવસો સુધી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમા વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે આ વચ્ચે ડીઝલનો ભાવ 80 રૂપિયા સુધી વધી ગયો છે, જો કે તેના પર વિવાદ થયો હતો. કેન્દ્રની તરફથી કહેવામા આવ્યુ હતુ કે, દિલ્હીમા વેટ વધુ વધી ગયા છે. તેના માટે ભાવ વધુ લાગી રહ્યા છે. આ વચ્ચે હવે રાજ્ય સરકારની તરફથી આ નિર્ણય લેવામા આવ્યો છે, જે દિલ્હીના લોકોને રાહત આપી રહ્યા છે.
Comments
Post a Comment