Posts

Showing posts from August, 2020

Daily Current Affairs Quiz: September 01, 2020

Image
12345 1). Which organisation is to launch the India Component of the ‘Nationally Determined Contributions (NDC)-Transport Initiative for Asia’? NITI Aayog NHAI Airports Authority of India Indian Railways 2). Which famous personality delivered the Darbari Seth Memorial lecture, organised by Global think-tank TERI? Antonio Guterres Donald Trump Christine Lagarde Sundar Pichai 3). Which country is ..

મણીપુરમાં 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Image
-એક માસમાં બીજીવાર ધરતી ધ્રૂજી  -આ પહેલાં 11મી ઑગષ્ટે આંચકો આવ્યો હતો ઇમ્ફાલ તા.1 સપ્ટેંબર 2020 મંગળવાર દેશના ઇશાન ખૂણે આવેલા મણીપુરમાં સોમવારે રાત્રે 5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. એક મહિનામાં મણીપુરમાં ભૂકંપનો આ બીજો આંચકો આવ્યો હતો. આ પહેલાં ઑગષ્ટની 11મીએ ભકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ સોમવારે મધરાત પછી બેને 39 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણીપુરની પૂર્વે પંચાવન કિલોમીટર દૂર આવેલા ઉખરુલમાં હતું. જો કે કોઇ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના રિપોર્ટ મળ્યા નહોતા.  ઑગષ્ટની 11મીએ સાંજે સાડા સાત વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે પણ કોઇ નુકસાન કે જાનહાનિ થયાં નહોતાં. એક તરફ ભારે વરસાદ અને ઊભરાતી નદીઓ વચ્ચે આવેલા ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટની લાગણી ફેલાવી દીધી હતી. (સંદેશો અધૂરો હતો.)

અમે તો મંત્રણા કરવા તૈયાર બેઠાં છીએ, LAC પર નિષ્ફળ આક્રમણ પછી ચીને પેંતરો બદલ્યો

Image
- ચીનના વિદેશ પ્રધાન વાંગ યી મંત્રણાની વાત કરે છે નવી દિલ્હી તા.1 સપ્ટેંબર મંગળવાર લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ઘુસણખોરીના ચીનના પ્રયાસને ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યો ત્યારે દુનિયા સમક્ષ ચીન વાટાઘાટોની વાત કરી રહ્યું હતું. હાલ ફ્રાન્સના પ્રવાસે ગયેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ફ્રાન્સની ધરતી પર એવો દાવો કર્યો હતો કે અમે ભારતીય સરહદ પર શાંતિ અને સ્થિરતા સ્થાપવા કટિબદ્ધ છીએ. ચીનની સરકારના મુખપત્ર જેવા ગ્લોબલ  ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન વાંગ યીએ એવો દાવો કર્યો હતો કે ભારત અને ચીન વચ્ચે કોઇ સીમાંકન થયું નથી. એટલે સમસ્યા સર્જાય છે. ચીન પોતાની પ્રાદેશિક સીમા અને રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા કટિબદ્ધ છે. ભારત સાથેના તમામ મતભેદો વાટાઘાટ દ્વારા નિવારી લેવા ચીન તૈયાર હતું.  વાસ્તવિકતા એ હતી કે 29 અને 30મી ઑગષ્ટની રાત્રે આશરે બસો ચીની સશસ્ત્ર  સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આંખમાં તેલ આંજીને સરહદો સાચવી રહેલા ભારતીય લશ્કરના જવાનોએ એ લોકોને ખદેડી કાઢ્યા હતા. લદ્દાખમાં બંને દેશો વચ્ચે તાજો સંઘર્ષ ભારતીય સીમામાં પેંગોંગ  સરોવર નજીકના એક શિખર પર થઇ હતી. આ શિખર એલએસી

Amazon Quiz – 1 September, 2020 (Answers)

Image
1.Recently satellite analysis, showed oil spill leaking into Blue Bay Marine Park. In which country is it located? Mauritius 2.Which organisation is behind ‘Mukti Caravan’, an initiative to mobilize people against child trafficking? Bachpan Bachao Andolan 3.Which institute has helped scientists at ISRO come up with a novel way to make space bricks on the ..

દિલ્હીની વાત : લદ્દાખના ઉપરાજ્યપાલની બદલીની શક્યતા

Image
લદ્દાખના ઉપરાજ્યપાલની બદલીની શક્યતા નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર લડાખ સરહદે ચીન સાથે વધેલા તણાવ વચ્ચે લડાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધાકૃષ્ણ માથુરને સોમવારે તાત્કાલિક દિલ્હી બોલાવાયા. સત્તાવાર રીતે આ મુલાકાત અંગે કશું કહેવાયુ નથી પણ સરકારી સૂત્રોનો દાવો છે કે, માથુરને લડાખ સરહદે વાસ્તવિક સ્થિતી શું છે તે જાણવા માટે બોલાવાયા છે. જો કે અંદરખાને એવી વાત ચાલી રહી છે કે, માથુરને લેફ્ટનન્ટ ગવર્નરપદેથી હટાવવામાં આવશે. તેમના બદલે કોઈ નિવૃત્ત લશ્કરી કે ઈન્ટેલિજન્સ અધિકારીને મૂકાશે. તાજેતરમાં જ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને બદલ્યા છે. અમિત શાહ આરામમાં છે તેથી માથુર રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીને મળ્યા. બંને વચ્ચે એક કલાક કરતાં વધારે સમય સુધી વાતચીત થઈ. આ મુલાકાત પછી રેડ્ડી નરેન્દ્ર મોદીને  મળવા ઉપડી ગયા હતા. તેના કારણે માથુર જશે એવી અટકળોન વેગ મળ્યો છે. લડાખમાં ચીન સતત સળીઓ કરે છે ત્યારે લશ્કરને નિયમિત પુરવઠો મળવા અંગેની સમસ્યાઓ અંગે લશ્કરી અધિકારીઓએ રાજનાથસિંહનું ધ્યાન દોર્યું હતું. આ કારણે માથુરને રવાના કરાશે એવી અટકળો ચાલી રહી છે. પ્રમાણિક અધિકારી ખે

મચ્છરના ચટકાથી, મહિલાના લટકાથી, મોંઘવારીના ઝટકાથી, મહામારીના ફટકાથી

Image
સચરાચરમાં જ્યારે વ્યાપે મચ્છરાચર ત્યારે શું થાય? વ્યાજમાં જેમ ટકા ગણાય એમ મચ્છરના ચટકાગણાય. મહામારીમાં પ્લાઝમા મેળવવા રક્તદાનની અપીલ કરવી પડે જ્યારે મચ્છરો વરગ પૂછયે આપણું રક્ત ચૂસીને જાન ખાઈ જાય. રક્તદાન અને આ રક્ત-જાન કહેવાય. રક્તદાન માટે જાગૃતિ ઝુંબેશ ચલાવવી પડે જ્યારે રક્ત-જાનમાં તો મચ્છરો ચટકા ભરી ભરી આખી રાત જગાડે. રાજા હોય કે રંક, મચ્છ માટે ડંખ. ઊંચ-નીચનો કોઈ ભેદભાવ નથી રાખતા મચ્છરો. મને તો લાગે છે કે આગલા જન્મમાં ગરીબોનું લોહી ચૂસનારા શાહુકારો આ જન્મમાં મચ્છર બનીને અવતરતા હશે. ભારતમાં ગણતંત્ર છે જ્યારે કાકામાં ગણ... ગણ... ગણ કરી પ્રજાને જગાડતા મચ્છરોની આલમમાં ગણ-ગણ-તંત્ર છે.  સચરાચરમાં વ્યાપેલાં મચ્છરાચરના વિચારો મગજમાં ભમતા હતા ત્યારે હું  આજે કાકાના ઘરને ઓટલે પહોંચ્યો. કાકા અને કાકી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને બેઠા હતા. કાકી ચણભણતા હતા અને કાકા ધોતિયું જરા ઊંચું કરીને ખણતા હતા. મને જોતાવેંત કાકી તાડૂક્યા કે 'આ તારા કાકાને હવે તું  જરા સમજાવ તો ખરો? કોરોનાનો કાળમુખો કાળ હજી વિત્યો નથી એમાં મચ્છરોને લીધે મલેરિયા અને બીજી બીમારીઓએ પણ માથું ઊંચક્યું છે. આ તારા કાકાને કહી ક

લૉકડાઉન દરમિયાન પરીક્ષાની સરસ તૈયારી થઇ શકે !

Image
દેશના ન્યાયતંત્રમાં એક તરફ જજની સંખ્યા ઓછી હોય, દાયકાઓથી કરોડો કેસ વિલંબમાં પડયા હોય, નીત નવા કેસ આવતા હોય ત્યારે 'જાહેર હિતની અરજી'ના નામે કોર્ટનો સમય, શક્તિ અને નાગરિકોનાં નાણાં વેડફી નાખવાની પ્રક્રિયા કેટલે અંશે યોગ્ય ગણાય ? છેલ્લા થોડા સમયથી જાહેર હિતના નામે સમય, શક્તિ અને નાણાં રીતસર વેડફાઇ રહ્યા છે. ખરેખર જેના હૈયે જાહેર હિત વસેલું હોય એ સચોટ અને નક્કર વાત કરે. એક દાખલો લઇએ. કોરોના છે માટે બિહાર વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવી એવી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ. સુપ્રીમ કોર્ટે એ અરજી ફગાવી દીધી.  હવે અહીં જાહેર હિતની વાત કરીએ તો વાસ્તવિકતા શી છે ? બિહારમાં ૧૬ જિલ્લાઓમાં બાવીસ નદીઓમાં પૂર આવ્યાં છે. એક કરોડથી વધુ લોકો પૂરની અસરમાં છે. કેટલેક સ્થળે તો લોકોનાં ઘરોમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયેલાં હતાં. સેંકડો ગામોનો બિહારના પાટનગર પટણા સાથેનો સંપર્ક તૂટી ગયેા હતો. એવા સંજોગોમાં ચૂંટણી કરવી તો કેવી રીતે કરવી એવી દલીલ થઇ શકી હોત. કોર્ટને નિરીક્ષકો મોકલીને જાતતપાસ કરવાની વિનંતી કરી શકાઇ હોત. આ જ હકીકત ચૂંટણી પંચને પણ સમજાવી શકાઇ હોત. એને બદલે સુપ્રીમ કોર્ટમાં કોરોનાને આગળ કરાયો. કોર્ટે

કમ સપ્ટેમ્બર: રાહતની લહેરખી ક્રાંતિ પછી હિંમત બતાવવાના સંકેત

Image
- અંગ્રેજી ફિલ્મ કમ સપ્ટેમ્બર રોમેન્ટીક ફિલ્મ હતી. શક્ય હોય તો તેના થીમ સોંગનો ટયુન સાંભળશો તો ઝૂમી ઉઠશો.. કમ સપ્ટેમ્બર...આજથી ૨૦૨૦ ના સપ્ટેમ્બરનો પ્રારંભ થઇ રહ્યો છે. ક્રંાતિનો મહિનો ઓગષ્ટ પુરો થયો છે અને રોમાન્સ-રાહતનો મહિનો સપ્ટેમ્બર ૨૦૨૦ શરૂ થયો છે. કોરોનાની થાપટો વચ્ચેથી પસાર થઇ રહેલા મહિનાઓમાં સપ્ટેમ્બર નવી આશાઓ સાથે આવ્યો છે એમ કહી શકાય. લોકડાઉન હેઠળ પીસાતું માનવ જીવન સપ્ટેમ્બરથી થોડી રાહત ્અનુભવવા જઇ રહ્યું છે. લોકો થોડી હિંમત કેળવીને બહાર આવી રહ્યા છે તો બજારોમાં ફરી ઘરાકી જોવા મળી રહી છે.  છૂટક બજારોની રોનક ગ્રાહકો પર આધારીત છે. એક તરફ ઓનલાઇન વેચાણ વધી રહ્યું છે તો બીજી તરફ શોપિંગ મોલ પણ ધમધમતા થઇ રહ્યા છે. સોના ચાંદીના ભાવો સતત તેજીનો સંકેત બતાવી રહ્યા છે તો શેરબજાર પણ તેજીના રંગે રંગાઇ રહ્યું છે. સોમવારે શેરબજારમાં ધબડકો જોવા મળ્યો હતો. પરંતુ તેને કરેક્શન કહેવાયું હતું.    ૨૦૨૦ના સૌથી રાહત જનક સમાચાર દેશભરમાં સંતોષકારક વરસાદના છે. સપ્ટેમ્બરની મધ્યમાં જ્યારે વરસાદ વિદાય લેશે ત્યારે દેશના તમામ બંધો અને નદી નાળા છલકાયેલા જોવા મળશે. ક્યાંક અતિવૃષ્ટિ છે તો ક્યાંક સોનું વરસ્

નોમ ટાઉનમાં મહામારીના સંક્રમણમાં વધારો...

Image
- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-22 - જીવ જોખમમાં મુકીને સ્લેજગાડીના ડ્રાઇવરો ભયંકર ઠંડીમાં ગાડી દોડાવતા હતા - દવાનું પાર્સલ શક્ય તેટલી વહેલી તકે પહોંચાડવા માટે જીવસટોસટની બાજી કાલાન્દસને જોઇ સિગ્નલમેને પણ હાથ ઊંચો કરી તેનું અભિવાદન કર્યા બાદ તુરત રેડિઓ સંદેશો આપવાના યંત્ર પર સંદેશો ટાઇપ કરવાનું શરૂ કર્યું.. ''એન્ટિટોક્સિન દવાનું પાર્સલ લઇને કાલાન્દસ અહીંથી સવારે ૧૧ વાગે રવાના થઇ ગયો છે.'' અલાસ્કાના ગવર્નરે ડિપ્થેરિઆની દવા નેનાના ટાઉનથી લગભગ ૬૭૪ માઇલ દૂર આવેલા નોમ ટાઉન સુધી પહોંચાડવા માટે સ્લેજગાડીની રિલે રેસનું જે આયોજન કર્યું હતું, તેના મોનિટરિંગનું કામ એડ વેટઝલરને સોંપાયું હતું. ટોલોવાનાથી સિગ્નલમેને નેનાના ટાઉનમાં બેઠેલા એડ વેટઝલરને સંદેશો મોકલ્યો કે દવાનું પાર્સલ અહીંથી રવાના થઇ ચૂક્યું છે. નેનાના ટાઉનની કચેરીમાં બેઠા બેઠા વેટઝલર સતત રિલે રેસનું મોનિટરિંગ કરતો રહેતો હતો, જેથી  અલાસ્કાના પાટનગર જુનેઉમાં ગવર્નરને માહિતગાર કરી શકાય કે દવાનું પાર્સલ કયાં સુધી પહોંચ્યું છે. રિલે રેસની ઘટનાના વર્ષો પછી કાલાન્દસે એક વખત રિપોર્ટરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે

નોમ ટાઉનમાં મહામારીના સંક્રમણમાં વધારો...

Image
- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-22 - જીવ જોખમમાં મુકીને સ્લેજગાડીના ડ્રાઇવરો ભયંકર ઠંડીમાં ગાડી દોડાવતા હતા - દવાનું પાર્સલ શક્ય તેટલી વહેલી તકે પહોંચાડવા માટે જીવસટોસટની બાજી કાલાન્દસને જોઇ સિગ્નલમેને પણ હાથ ઊંચો કરી તેનું અભિવાદન કર્યા બાદ તુરત રેડિઓ સંદેશો આપવાના યંત્ર પર સંદેશો ટાઇપ કરવાનું શરૂ કર્યું.. ''એન્ટિટોક્સિન દવાનું પાર્સલ લઇને કાલાન્દસ અહીંથી સવારે ૧૧ વાગે રવાના થઇ ગયો છે.'' અલાસ્કાના ગવર્નરે ડિપ્થેરિઆની દવા નેનાના ટાઉનથી લગભગ ૬૭૪ માઇલ દૂર આવેલા નોમ ટાઉન સુધી પહોંચાડવા માટે સ્લેજગાડીની રિલે રેસનું જે આયોજન કર્યું હતું, તેના મોનિટરિંગનું કામ એડ વેટઝલરને સોંપાયું હતું. ટોલોવાનાથી સિગ્નલમેને નેનાના ટાઉનમાં બેઠેલા એડ વેટઝલરને સંદેશો મોકલ્યો કે દવાનું પાર્સલ અહીંથી રવાના થઇ ચૂક્યું છે. નેનાના ટાઉનની કચેરીમાં બેઠા બેઠા વેટઝલર સતત રિલે રેસનું મોનિટરિંગ કરતો રહેતો હતો, જેથી  અલાસ્કાના પાટનગર જુનેઉમાં ગવર્નરને માહિતગાર કરી શકાય કે દવાનું પાર્સલ કયાં સુધી પહોંચ્યું છે. રિલે રેસની ઘટનાના વર્ષો પછી કાલાન્દસે એક વખત રિપોર્ટરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે

હોસ્પિટલોની વિશ્વસનીયતા

Image
સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની આરોગ્યની તકલીફ હોય તો દવાખાને ન જવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. જો કે આ ટ્રેન્ડ પણ જોખમી તો છે જ. પરંતુ એમ થવાનું એક કારણ એ છે કે જન માનસમાં એક માન્યતા તબક્કાવાર ઘર કરી રહી છે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં આરોગ્યની કોઈ પણ મુંઝવણ લઈને જઈએ એટલે તેઓ પ્રથમ સલાહ આપે છે કે કોરોના ટેસ્ટ કરાવો અને કોરોના ટેસ્ટ પોઝિટિવ જ આવે છે, પછી તરત જ આવનારા પેશન્ટને સલાહ આપવામાં આવે છે કે તમે ઝડપથી બે લાખ રૂપિયા ભરી દો અને દાખલ થઈ જાઓ, કારણ કે હવે એક જ બેડ ખાલી છે. આ એક પ્રકારનું માર્કેટિંગ હોવાની પ્રજાને ગંધ આવવા લાગી છે. કોરોનાની આગેકૂચ હજુ અટકી નથી. આપત્તિઓના અઘરા પડાવ પ્રજાએ પાર કરવાના બાકી છે. આપણા દેશમાં સરકારી તબીબી સુવિધાઓ જનસંખ્યાના પ્રમાણમાં બહુ ઓછી છે. એટલે જનસમાજ ખાનગી તબીબી ક્ષેત્રથી વિમુખ થઈ જાય તે કેમ ચાલશે ? છતાં હવે લોકો મોટા બિલોના વૃત્તવાર્ર્તિકોથી ડઘાઈ ગયા છે. એનું કારણ એ છે કે આજ સુધીમાં અનેક સુખી સંપન્ન પરિવારો અને એમાં થોડાક દુ:ખી પરિવારો પણ આથક રીતે ધોવાણ અનુભવી ચૂક્યા છે. વળી તેઓનો અનુભવ એવો પણ છે કે જો દવાખાને ન ગયા હોત તો સારું હતું. ગુજરાતમાં મ

વિજ્ઞાન લેખક આઇઝેક અસીમોવે જે ભયાવહ ભાવિની કલ્પના કરતી કથા લખી છે તેના માટે આપણે લાયક છીએ

Image
- ભૌતિક સુખનો વિરોધ નથી, પણ વિવેક જરૂરી છે: ક્યાંક તો અટકવું જ પડશે વરસાદ પડી રહ્યો છે, આજે ફરી તમારે તમારી ઓફિસે પગપાળા જવું પડશે. સબઅર્બન ટ્રેનો ઠાંસોઠાંસ ભરેલી છે, બસના તો દિવસો ગયા. ભીની સડકો પર સાયકલ સ્લીપ થઇ જાય છે. સારું છે કે તમારે બહુ દૂર જવાનું નથી. છત્રી છે ને તમારી પાસે? તે ઉઘાડો અને ચાલતા થાવ. તમે બહુ નસીબદાર છો કે તમને નજીકમાં જ આવેલી બહુમાળી ઇમારતને તોડવાનું કામ મળ્યું છે. વીજળી ગુમસુદા થયા પછી ઊંચી ઇમારતો નરક સમાન બની ગઇ છે. લોકો એક માળના, ખુલ્લા તથા હવા ઉજાસવાળા મકાનમાં રહેવા લાગ્યા છે. ઊંચી ઇમારતોને તોડવાનું કામ ચાલી રહ્યું છે કારણ કે ધરતીના ગર્ભમાં છુપાયેલી તમામ ધાતુ વપરાઇ ચૂકી છે. હવે જે જરૂરિયાત છે તે ઇમારતોમાં ચણવામાં આવેલા ઇસ્પાત થકી જ પૂરી થઇ શકે એમ છે. પોતાના સપનાંના મહેલોને જાતે તોડવાના અને જરૂરિયાતની ચીજો કાઢી લેવાની. પેટ્રોલ અને વિજળીની જેમ કોલસો પણ ખતમ થઇ ગયો છે. પરમાણુ બળતણનો અનુભવ અત્યંત ભયાનક સાબિત થઇ ચૂક્યો છે. સૌર ઉર્જા પણ અવ્યવહારુ જ હતી.  ૧૦ વર્ષથી ઉપરના હજુ મોટર ગાડી ભૂલ્યા નથી. વડીલોને તો હજુ પણ એ દિવસો યાદ છે જ્યારે પેટ્રોલના ભાવ આભને આંબવા મા

ચીન સાથેનો વિવાદ ઉકેલવા લશ્કરી વિકલ્પ જ બાકી રહ્યો છે?

Image
- જાણકારોના મતે ચીન ભલે લદ્દાખમાં આક્રમક હોય પરંતુ તેનું ખરું નિશાન તો અરુણાચલ પ્રદેશ છે અને તાજેતરમાં ચીને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા તેના સરહદી વિસ્તારોમાંથી લોકોને હટાવવાના શરૂ કરી દીધાં છે તેમજ આ વિસ્તારમાં મિસાઇલો પણ ગોઠવી છે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા માટે મંત્રણાના દોર ચાલી રહ્યાં છે ત્યારે ફરી વખત લદ્દાખના પેન્ગોંગ સરોવર વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. આશરે ૫૦૦ ચીની સૈનિકોએ વર્તમાન સ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ ભારતીય જવાનોએ ચીનની ચાલબાજીને વેળાસર પકડી પાડીને ઘૂસણખોરીનું કાવતરું નિષ્ફળ કરી દીધું. જોકે આ બનાવ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ઘણો વધી ગયો છે. બે મહિના પહેલા પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ૨૦ જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોચી ગયો હતો. જોકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને ચીની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વાંગ યી વચ્ચેના વાર્તાલાપ બાદ ચીને પીછેહઠ કરવાની તૈયારી બતાવી હતી. ચીનની પીછેહઠ છતાં ભારતે સાવચેતી રાખી છે. કારણ કે આ પહેલી વખત નથી ક

કોરોનાને કારણે એપ્રિલ-જૂનમાં જીડીપી 23.9 ટકા ઘટયો

Image
નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષે સમાનગાળામા 35.35 લાખ કરોડ રૂપિયા હતું સતત પાંચમા મહિને કોર સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો : જુલાઇમાં કોર સેક્ટરનું ઉત્પાદન 9.6 ટકા ડાઉન   (પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2020, સોમવાર કોરોના મહામારીની વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં  ભારતના જીડીપીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. કોરોનાને પગલે સરકારે જાહેર કરેલા લોકડાઉનને કારણે ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કૃષિ સિવાય મેન્યુફેકચરિંગ, કન્સટ્રકશન સહિતના તમામ સેક્ટરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એનએસઓના આંકડા મુજબ ગયા વર્ષે સમાન ગાળામાં ભારતનો જીડીપી 5.2 ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.  મેન્યુફેકચરિંગ સેક્ટરમાં 39.3 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં આ જ સેક્ટરમાં 3 ટકાની વૃદ્ધિ જોવ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું લાંબી માંદગી બાદ 84 વર્ષની વયે નિધન

Image
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2020, સોમવાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું લાંબી માંદગી બાદ દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું હતું. 84 વર્ષના પ્રણવદાની 10મી ઓગસ્ટથી સારવાર ચાલતી હતી. તેમની બ્રેઈન સર્જરી થઈ હતી. એ પછી સતત તબિયત નાજુક થતી જતી હતી. તેમનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10મી ઓગસ્ટથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની બ્રેઈન સર્જરી થઈ હતી. મગજમાં લોહીના ક્લોટ્સ જામી ગયા હોવાથી તે સર્જરી કરીને દૂર કરાયા હતા. એ દરમિયાન કોરોનાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સર્જરી પછી પણ તેમની સિૃથતિ ખૂબ જ નાજુક હતી. કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી ખુદ પ્રણવદાએ જ ટ્વીટ કરીને આપી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ પ્રણવદાના નિધનની જાણકારી આપી હતી. દિલ્હીની કેંટ સિૃથત આર્મી રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલતો હતો. હોસ્પિટલે  કહ્યું હતું કે તેમના ફેંફસામાં ઈન્ફેક્શન વધી ગયું છે અને તેના કારણે તેમની સિૃથતિ સતત ખરાબ થતી જાય છે. પ્રણવદા ઘણા દિવસથી કોમામા હતા. તેમને વેન્ટિલેટર સપોર્ટમાં રખાયા હતા. પર્યાપ્ત ઓક્સિજ

National Housing Bank (NHB) Recruitment for Assistant Manager Scale I Post 2020

Image
National Housing Bank (NHB) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/3hJ5vQs

Nainital Bank Recruitment for Clerks , Probationary Officer Scale-I Posts 2020

Image
Nainital Bank Ltd. has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. નૈનીતાલ બેંક લિ.એ નીચે જણાવેલ પોસ્ટ્સ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્ર ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાચી સમજી અને આ પોસ્ટ પર અરજી કરવા સલાહ આપવામાં આવે છે. તમે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અને કેવી રીતે અરજી કરવી તેના જેવી અન્ય વિગતો અહી મેળવી શકો છો. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે મારુગુજરાત નિયમિતપણે જોતાં રેહસો.  Read more » from MaruGujarat.in https://ift.tt/3lyseRt

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, આજે 1280 નવા પોઝિટિવ કેસ, 14ના મોત

Image
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો ચિંતાજનક છે. એમાં પણ ઓગસ્ટ મહીનો આકરો રહ્યો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1280 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3022 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1025 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. આજે નોંધાયેલા કુલ 1280 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 86 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 147 અને જિલ્લામાં 26 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 93 અને જિલ્લામાં 35 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 84 અને જિલ્લામાં 34 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 79 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15,552 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 77,782 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3022 થયો છે. જામનગર શહેર અને જીલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાની સદી જામનગર શહેર અને જિલ્લામ

RNSB Ahmedabad Recruitment for Apprentice (Peon) Posts 2020

Image
Rajkot Nagarik Sahakari Bank has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/3bcs25v

IIT Gandhinagar Recruitment for Sr. Project Accountant & Post-Doctoral Fellow Posts 2020

Image
IIT Gandhinagar has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/2YQZfyC

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન

Image
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું લાંબી માંદગી બાદ આજે નિધન થયું છે. તેઓ 21 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી. કોંગ્રેસના સિનિયર નેતા પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો. તેઓ દેશના 13માં રાષ્ટ્રપતિ હતા. 2012ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા 22 જૂલાઈ, 2012ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું હતું. લગભગ પાંચ દાયકા જેટલી તેમની રાજકિય કારકિર્દી રહી. તેઓ જુલાઈ 1969માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યાર પછી તેઓ 1975, 1981, 1993 અને 1999માં પણ ચુંટાયા હતા. મનમોહિન સિંઘની બીજી સરકારમાંતેઓ ભારતના નાણાં પ્રધાન બન્યા. અગાઉ 1980માં પણ આ પદ તેઓ સંભાળી ચૂક્યા હતા. તેમને 2019માં સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી શ્રદ્ધાંજલી પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો, દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી જશે

Image
નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દાવો કર્યો છે કે આ વર્ષે દિવાળી સુધીમાં કોરોના વાઈરસ પર કાબૂ મેળવી લેવાશે. ડૉ. હર્ષવર્ધને એક વેબિનાર સીરિઝના ઉદ્ધાટનના કાર્યક્રમમાં આ વાત કરી. તેમનું કહેવું છે કે દેશ આ મહામારી સામે લડવામાં ખુબ આગળ છે. તેમણે કહ્યું, કોરોના વાઈરસ આ વર્ષે દિવાળી સુધીમાં ઘણો નિયંત્રણમાં આવી જશે. નેતાઓ અને સામાન્ય લોકોએ એક સાથે મળીને આ મહામારી સામે લડવા કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસો આવવાથી ખુબ પહેલા જ સ્વાસ્થ્ય અધિકારીઓએ બેઠક કરી લીધી હતી. હર્ષવર્ધને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને લઈને એક સમિતિ પણ બનાવી ચુક્યા છે જેની આગેવાનીમાં કરી રહ્યો છું અને અત્યાર સુધીમાં અમે લોકો 22 વખત મળી ચુક્યા છીએ. ફેબ્રુઆરી સુધીમાં દેશમાં માત્ર એક લેબ હતી જેને હવે વધારીને 1583 કરી દેવામાં આવી છે. તેમાંથી 1 હજારથી વધારે સરકારી લેબ છે. દેશમાં દરરોજના લગભગ દસ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જે આપણાં લક્ષ્ય કરતા પણ વધારે છે. મેડિકલ ઉપકરણોને લઈને તેમણે જણાવ્યુ કે, પહે

પેંગોંગ લેક ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે ફરી ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

Image
પેંગોંગ, તા. 31 ઓગસ્ટ 2020 સોમવાર ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું છે. 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો. ભારતીય સૈનિકોએ ચીનની સેનાને આગળ વધવા નહોતી દીધી અને પાછળ ખદેડી મૂકી હતી. પીઆઇબી અનુસાર ભારતે અથડામણ થઇ તે જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ તેટલી જ સંકલ્પબદ્ધ છે. પેંગોંગ સો તળાવની આજુબાજુ ચીને મજબૂત સૈન્ય માળખાકીય સુવિધાઓ બનાવી છે. તળાવના કાંઠે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેમાં ભારે અને

કોર્ટનો અવમાનના મામલે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો

Image
નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર ન્યાયપાલિકા વિરુદ્ધ ટ્વિટ કરવા માટે દોષિત ઠરેલા વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને જો તેઓ દંડ ન ભરે તો 3 મહિનાની જેલની સજા થશે તથા 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ જસ્ટિસ અરુણ મિશ્રા, બી આર ગવઈ અને કૃષ્ણ મુરારીએ પ્રશાંત ભૂષણ દ્વારા કરાયેલી ટ્વિટ્સ અંગે તેમણે માફી માંગવાની ના પાડી દેતા તેમના પર સજાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અગાઉ પેનલે પ્રશાંત ભૂષણની તેમના ટ્વિટ બદલ માફી માંગવાનો ઈન્કાર કરવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે માફી માંગવામાં શું ખોટું છે? શું આ શબ્દો એટલા બધા ખરાબ છે? સુનાવણી દરમિયાન પેનલે ભૂષણને ટ્વિટ અંગે ખેદ વ્યક્ત ન કરવા બદલના પોતાના વલણ પર વિચાર કરવા માટે 30 મિનિટનો સમય પણ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે વકીલ પ્રશાંત ભૂષણએ સુપ્રિમ કોર્ટના 4 પૂર્વ સીજેઆઈ પર કથિત રીતે અપમાન જનક ટ્વીટ કર્યું હતું. જેને કંટેમ્પટ ઓફ કોર્ટ માનવામાં આવ્યું છે. આ પગલું કોર્ટે સ્વયંભૂ (સુઓ મોટો) લીધું હતું. કોર્ટના તિરસ્કારની કાર્યવાહી બે પ્રકારની હોય છે

સૌથી વધુ જામજોધપુરમાં 9 ઇંચથી વધુ વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ

Image
જામજોધપુર, તા. 31 ઓગસ્ટ 2020 સોમવાર  રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામજોધપુરમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જ્યારે ખંભાળિયામાં 9 ઇંચ, જામનગરમાં 8 ઇંચ, ગઢડામાં 8 ઇંચ, મોરબીમાં 8 ઇંચ, ભાણવડમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં 7 ઇંચ, દાંતા 7 ઇંચ, લાલપુરમાં 7 ઇંચ, વિસાવદરમાં 7 ઇંચ, કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બોટાદમાં 6 ઇંચ, તલાલામાં 6 ઇંચ, કોટડાસાંગણી, માંગરોળ મેંદરડામાં 6-6 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી, રાજકોટ, વલસાડમાં 6-6 ઇંચ અને હાલોલ, ગીર ગઢડા અને કોડિનારમાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે. જો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 110 ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

ભરૂચમાં ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ, 2500થી વધુનું સ્થળાંતર કરાયું

Image
ભરૂચ, તા. 31 ઓગસ્ટ 2020 સોમવાર  નર્મદા નદીની સપાટી વધતા તેને અડતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા છે. તો ચાંદોદમાં લોકોની દુકાનો પાણી પાણી થઈ ગઈ છે.  NDRF ની એક ટીમ ચાંદોદ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે. ચાંદોદથી કરનાળી વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. જેથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે જ ચાંદોદ ખાતે બોટ સેવા પણ તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ છે.  ભરૂચમાં નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ શહેરમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. નર્મદાનું જળસ્તર ગોલ્ડનબ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો નદીનો પ્રવાહ નજરે પડી રહ્યો છે.  આ કારણે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. જિલ્લામાં કુલ 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં નર્મદાના પાણી ભરાયા છે.  ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેથી ઝૂપડપટ્ટીના 50 લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા. ભાડભૂત ગામથી અંકલેશ્વર

Daily Current Affairs Quiz: August 30-31, 2020

Image
12345 1). Hulhumalé Central Park, that was seen in news recently, is located in which country? Maldives Mauritius Sri Lanka Bangladesh 2). Which Indian state has passed a resolution for inclusion in the Sixth Schedule of the Constitution? Assam Arunachal Pradesh Andhra Pradesh West Bengal 3). Archana Mahanta, who has passed away, was associated with ..

Amazon Quiz – 31 August, 2020 (Answers)

Image
1.The Union Ministry of Tourism organised a themed webinar titled ‘Cellular Jail: Letters, Memoirs & Memories’. Where is Cellular Jail? Andaman and Nicobar Islands 2.13th August is marked every year to celebrate what feature common to Leonardo Da Vinci, Amitabh Bachchan and Lewis Carroll? Left handed 3.Which Indian organisation recently organised an ‘online patriotic film ..

મેડિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે રોકાણ માટે જાપાન તત્પર

Image
- ભારતમાં આધુનિક મેડિકલ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ સજ્જ હોસ્પિટલો જોવા મળશે કોરોના કાળમાં ભારતનું મેડિકલ ઇક્વિપમેન્ટ અને દવાઓનું ક્ષેત્ર આધુનિક માર્કેટની સાથે જોડાઇ રહ્યુંં છે. અમેરિકામાં વપરાતા મેડિકલ ઇક્વિપમેન્ટ જેવાજ ઇક્વિપમેન્ટ ભારતની હોસ્પિટલોમાં જોવા મળવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલોની સવલતોની સરખામણી વિદેશની હોસ્પિટલો સાથે થઇ શકે છે. વિદેશ ખાસ કરીને અમેરિકા કે સિંગાપુરની હોસ્પિટલોમાં જે હાઇજેનિક સિસ્ટમ હોય છે એવીજ ભારતમાં જોવા મળી રહી છે.  કોરોનાની રસીના સંશોધનમાં ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ વૈશ્વિક કંપનીઓની હરોળમાં ઉભી છે. શક્ય છે કે ભારતની કેપનીઓ  સૌ પહેલાં કોરોનાનું મારણ શોધી કાઢશે અને વિશ્વમાં ડંકો વગાડશે. જેમ રસી બાબતે ભારત તરફ વિશ્વનું ધ્યાન છે એમ મેડિકલ ઇક્વિપમેન્ટના બિઝનેસ પર વૈશ્વિક કંપનીઓની નજર છે.  કહે છે કે મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી ડઝન જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા લાઇનમાં ઉભી છે. સરકાર જાપાનની ૧૨૦૦ કંપનીઓ સાથે ટેકનિકલ કોલોબ્રેશન કરવા જઇ રહી છે. ૪૨,૦૦૦ કરોડ રૂપિયાના ૨૦૦ સંયુક્ત સાહસો આકાર લઇ રહ્યા છે.  ભારત કોરોનાના વેક્સિનના સંશોધનના છેલ્લા તબક્કામાં હોવ

ડોન્કી અદ્રશ્ય થઇ રહ્યા છે....ખલનાયક ચીન

Image
- ડોન્કીની સ્કીનમાંથી મળતું તત્વ  કોસ્મેટીકસમાં વપરાય છે, એટલે ચીને તેનો ખાત્મો બોલવવા શરૂ કર્યો છે ચીનમાં લાખો ડોન્કીને મારી નખાયા હતા. તેમની વસ્તી ઘટવા લાગી હતી.  ૨૦૧૪માં ચીનની કંપનીએ સાત લાખ ડોન્કીની સ્કીન ઉતરડી નાખી હતી અને ૨૦૧૮માં તે સંખ્યા ૧૦ લાખ પર પહોંચી હતી કેટલાંક વર્ષો થાય છે ને દુખાવા તેમજ કેન્સર જેવી બિમારી મટાડતી પ્રાણીઓના અંગોમાંથી બનાવેલી દવાઓની ચીન જાહેરાતો કર્યા કરે છે. પ્રાણીઓમાંથી બનાવેલી દવાઓ અસર કરે છે કે નહીં તે કોઇ જોતું નથી. જેમકે ટોટોબા. આ એક  પ્રકારની ફીશ છે જે મેક્સિકોના એક તળાવમાંથી મળી આવે છે. ચીનને તેના પેટમાં રહેલા સ્વીમ બ્લેડરની જરૂર હોઇ તળાવની તમામ માછલીઓનો સફાયો થઇ ગયો છે. એવીજ રીતે ગેંડાના નાકમાંના વાળની ડિમાન્ડ છે (જેના કારણે ગેંડાની એક જાતિ તો લુપ્ત થવાના આરે આવી ગઇ છે અન્ય કેટલીક જાતોના કેટલાક સો ગેંડા જીવતા છે).  ભારતીય રીંછનું પેનક્રીયાસ, પેંગોલીનના (કીડીખાઉ) શરીર પરના ભીંગડાનો ઉપયોગ ચીન હતાશ લોકો, સતત રડયા કરતા છોકરાની સારવાર, જે સ્ત્રીને વળગાડ જેવું હોય કે મલેરીયાનો તાવ હોય કે બહેરાશ હોય તે નિવારવા કરે છે. ચીને ભારત સહીતના અડધો ડઝન દેશોમાં