ભારતમાં પેમેન્ટ પ્લેટફોર્મ બનવા ઈચ્છે છે વોટ્સએપ: રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 29 ઓગસ્ટ 2020 શનિવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મોદી સરકારના કથિત નિયંત્રણનો મામલો એકવાર ફરી ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીએ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યુ કે 40 કરોડ ભારતીય વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ ઈચ્છે છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતમાં રૂપિયાની ચૂકવણી માટે પણ કરવામાં આવે. આ માટે મોદી સરકારની અનુમતીની જરૂર છે. આ રીતે ભાજપનો વોટ્સએપ ઉપર હોલ્ડ છે.
રાહુલ ગાંધીએ આ પ્રતિક્રિયા એક રિપોર્ટ પર આપી છે. આ રિપોર્ટ ભારતમાં ફેસબુક અને વોટ્સએપના બિઝનેસ અને હેટ સ્પીચ સાથે જોડાયેલો છે. આ રિપોર્ટનુ હેડિંગ છે. ભારતની સત્તાધારી પાર્ટી સાથેના ફેસબુકના સંબંધ હેટ સ્પીચથી આની લડતમાં અવરોધ પેદા કરે છે.
ભારતમા 40 કરોડ વોટ્સએપ યુઝર
એક રિપોર્ટ અનુસાર ભારત ફેસબુકનું સૌથી મોટુ માર્કેટ છે. અહીં 32.8 કરોડ લોકો આનો ઉપયોગ કરે છે જ્યારે વોટ્સએપ ઉપયોગ કરનારની સંખ્યા 40 કરોડ છે. રિપોર્ટ અનુસાર આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કેટલીય વાર હેટ સ્પીચ ફેલાવવા માટે કરવામાં આવે છે.
થોડાક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અમે ક્યારેય પણ ફેક ન્યુઝ, હેટ સ્પીચ અને પક્ષપાત દ્વારા મહેનતથી મેળવવામાં આવેલા લોકતંત્રને નુકસાન પહોંચાડવા દઈશુ નહીં. વોલ સ્ટ્રીટ જનરલના ખુલાસા પર દરેક ભારતીયએ પ્રશ્ન પૂછવા જોઈએ.
વોલ સ્ટ્રીટ જર્નલે 14 ઓગસ્ટે પોતાના ખુલાસામાં કહ્યુ હતુ કે ફેસબુકે ભાજપ નેતાઓના ભડકાઉ ભાષણ પર એટલા માટે કાર્યવાહી કરી હતી કેમ કે આનાથી તેને ભારતમાં પોતાનો બિઝનેસ પ્રભાવિત હોવાનો અંદેશો હતો.
ભાજપનો ફેસબુક અને વોટ્સએપ પર કબ્જો
આ વિવાદ પર કોંગ્રેસે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી, ભાજપ અને આરએસએસનો ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર કબ્જો છે. તેઓ આના દ્વારા ફેક ન્યુઝ અને નફરત ફેલાવવાનુ કામ કરે છે. તેઓ આનો ઉપયોગ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કરે છે.
Comments
Post a Comment