ધોનીની ટીમ માટે આવ્યા ખરાબ સમચાર, ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2020ની ઓપનિંગ મેચ નહીં રમે

 
નવી દિલ્હી, તા. 29 ઓગસ્ટ 2020, શનિવાર

કોરોના વાઈરસને કારણે IPLની 13 મી સીઝન આ વખતે યુએઈમાં રમાવાની છે, પરંતુ હવે તે IPL અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંનેના ફેન્સ માટે માટે માઠા સમાચાર છે. દીપક ચહર સહિત ચેન્નાઈ સુપર કિંગ્સના લગભગ 12 સભ્યો પહેલા જ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને ત્યારબાદ ટીમના સ્ટાર ખેલાડી સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત ફર્યા અને હવે તે આ IPL સીઝન નહીં રમે.

આ પછી, ચેન્નઈ સુપર કિંગ્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમ કદાચ IPLની 13મી સીઝનની શરૂઆતની મેચ નહીં રમે. લીગ પ્રથમ માર્ચમાં યોજાવાની હતી, જેને મુલતવી રાખવામાં આવી હતી. તે સમયે BCCIના શેડ્યૂલ મુજબ, IPLની 13 મી સીઝનની શરૂઆતની મેચ ચાર વખત વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની હતી. આટલું જ નહીં, ધોનીની નિવૃત્તિ બાદ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પણ એક ટ્વીટમાં પુષ્ટિ કરી હતી કે યુએઈમાં IPLની શરૂઆતની મેચ 19 સપ્ટેમ્બરના રોજ તેની ટીમ અને CSK વચ્ચે રમાશે.

CSKને BCCI આપશે સમય
ઇનસાઇડ સ્પોર્ટના સમાચારો મુજબ, BCCIએ CSKને તેના કેમ્પની અંદર ચાલતી ગડબડીમાંથી બહાર આવવા માટે વધુ સમય આપવા શેડ્યૂલ બદલવાનો નિર્ણય કર્યો છે. CSKની ટીમ હજી છ દિવસ વધુ ક્વોરેન્ટાઈન રહેશે, ત્યાં સુધી તેઓ પ્રેક્ટિસ શરૂ કરી શકશે નહી. જ્યાં સુધી ક્વોરેન્ટાઈન સમય પુરો ન થાય અને બધા જ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ ન આવે.

5 દિવસના કેમ્પ બાદ UAE પહોંચી ટીમ
BCCIના એક અધિકારીએ કહ્યું કે સીએસકે હજી IPLની શરૂઆતની મેચ રમવાની સ્થિતિમાં નથી. આ બધામાંથી બહાર આવવા માટે CSKને થોડા વધુ દિવસનો સમય આપવામાં આવશે. યુએઈ જવા રવાના થતા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપક ખાતે પાંચ દિવસીય કેમ્પમાં હિસ્સો લીધો હતો અને ત્યારબાદ ટીમ UAE રવાના થઈ હતી. યુએઈ પહોંચ્યા બાદથી આખી ટીમ તેમના રૂમમાં ક્વોરેન્ટાઇન છે.

કોરોના અને લોકડાઉન બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું માંડ આયોજન થઈ રહ્યું છે ત્યારે ચેનાઈ સુપર કિંગ્સના એક બોલરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર હતા તેવામાં હવે તેનાથી પણ આઘાતજનક સમાચાર આવ્યા છે કે ટીમનો સૌથી અનુભવી ખેલાડી સુરેશ રૈના દુબઈથી પરત ફરી રહ્યો અને અંગત કારણોસર તે વતન પરત ફરશે. આ સાથે તે આ વખતની IPLમાં રમશે નહી.

ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજેન્ટે આપી માહિતી
ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજેન્ટે જ આ માહિતી પ્રગટ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કે. એસ. વિશ્વનાથને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સુરેશ રૈના આ સિઝનમાં IPLમાં રમી શકશે નહીં. તે અંગત કારણોસર ભારત પરત ફરી રહ્યો છે. રૈનાનું નહીં રમવું અમારા માટે આધાતજનક છે કેમ કે IPLના પ્રારંભથી જ તે અમારો મુખ્ય બેટ્સમેન હતો. તે ટીમ માટે સૌથી વધુ મેચ રમનારો અને સૌથી અનુભવી બેટ્સમેન છે.

રૈનાએ ચેન્નાઈ ખાતે ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો
IPL માટે દુબઈ રવાના થતાં અગાઉ સુરૈશ રૈનાએ ચેન્નાઈ ખાતે ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. સુરેશ રૈનાએ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 15મી ઓગસ્ટે ધોનીની સાથે તેણે પણ આ નિર્ણય લીધો હતો. જોકે તેણે જાહેર કર્યું હતું કે તે IPLમાં રમવાનું જારી રાખશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો