મોદીના ખાસ મિત્ર અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે આપશે રાજીનામું, આ છે કારણ


 
ટોક્યો, તા. 28 ઓગસ્ટ 2020, શુક્રવાર

વિશ્વની ટોચની ટેક્નોલોજી અને સ્વાયત્તી દેશ જાપાનના વડા શિન્જો આબેએ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

શિંજો આબે શુક્રવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર છે અને થોડા સમય પહેલા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આબેનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવાનો હતો. સોમવારે શિંજો એબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેવાનો રકૉર્ડ તોડી ચૂક્યા હતા.

કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા. શિંજો આબેના સમયમાં જ ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. આબે એ મોદીના ખાસ મિત્ર છે.

NHK ન્યૂઝના અહેવાલને ટાંકીને રોઈટર્સે કહ્યું છે કે જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. શિન્જો આબેએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિન્જો આબે 2012થી જાપાનના વડાપ્રધાન છે અને ભારતના બુલેટ પ્રોજેક્ટમાં તેમની અને મોદીની વ્યક્તિગત મિત્રતા પણ ફળદાયી સાબિત થઈ છે.

રાજીનામાનું કારણ?
આબેએ કહ્યું કે તેમની વ્યક્તિગત તબિયત સારી નથી રહેથી તેથી સ્વાસ્થયનું કારણ આગળ ધરીને આબેએ વડાપ્રધાન પદેથી રાજીનામાંની જાહેરાત કરી છે.તાજેતરમાં જ આબેએ બે વખત હોસ્પિટલની મુલાકાત લેતા ચોતરફ ચર્ચાના વર્તુળો  ઘેરાયા હતા કે નવી ચૂંટણી થશે અથવા આબે રાજીનામું આપશે. છેલ્લા એક વર્ષથી આબે ક્રોનિક રોગ અલ્કેરેટિવ કોલાઇટિસ(આંતરડા પર ચાંદાની બિમારી) સામે લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2007માં શિન્ઝો આબેએ પોતાના સ્વાસ્થ્યના કારણે અચાનક પહેલા કાર્યકાળમાં રાજીનામુ આપી દીધુ હતુ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો